Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2| ક્યોંકિ સાસ ભી કભી બહુ થી 2’ માં થશે ઓરિજિનલ વિલનની ધમાકેદાર વાપસી ટીઆરપી વધારવા એકતા કપૂરનો માસ્ટરસ્ટ્રોક!

Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2| આકાશદીપ સહગલના કમબેકના સમાચારથી ફેન્સમાં ઉત્સાહ; અંશના પુત્રના રોલમાં જોવા મળી શકે છે અભિનેતા.

by Zalak Parikh
Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2| ક્યોંકિ સાસ ભી કભી બહુ થી 2’ માં થશે ઓરિજિનલ વિલનની ધમાકેદાર વાપસી ટીઆરપી વધારવા એકતા કપૂરનો માસ્ટરસ્ટ્રોક!

 

News Continuous Bureau | Mumbai

Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2| ટીવીના સૌથી લોકપ્રિય સીરિયલ ‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી 2’ એ ટીઆરપી લિસ્ટમાં ફરી એકવાર ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. શોમાં આવી રહેલા સતત મહાટ્વિસ્ટ દર્શકોને જકડી રાખવામાં સફળ રહ્યા છે. હવે આ શોને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. એવા અહેવાલો છે કે આ સીરિયલમાં ઓરિજિનલ વિલન એટલે કે આકાશદીપ સહગલની વાપસી થવા જઈ રહી છે, જે શોની ટીઆરપીમાં મોટો ઉછાળો લાવી શકે છે.

અંશના પુત્ર તરીકે થશે વાપસી?

રિપોર્ટ્સ મુજબ, સીરિયલમાં ‘અંશ ગુજરાલ’ ના પુત્રના પાત્ર માટે આકાશદીપ સહગલ સાથે વાતચીત ચાલી રહી છે. અગાઉ આ પાત્ર માટે પર્લ વી પુરીનું નામ ચર્ચામાં હતું, પરંતુ હવે નિર્માતાઓ આકાશદીપ સહગલને પરત લાવવા માંગે છે. આકાશદીપ હાલમાં ‘નાગિન 7’ માં નેગેટિવ રોલ કરી રહ્યા હોવા છતાં, જો આ ડીલ ફાઈનલ થાય છે, તો સ્મૃતિ ઈરાની અને આકાશદીપ સહગલને ફરી એકવાર પડદા પર સામસામે જોઈને ચાહકોની ખુશી સાતમા આસમાને પહોંચી જશે.આકાશદીપ સહગલની વાપસીના સમાચાર પછી, સોશિયલ મીડિયા પર ફેન્સમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. જોકે, આ બાબતે અભિનેતા તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

સીરિયલમાં આવશે નવો વળાંક

‘ક્યોંકિ સાસ ભી કભી બહુ થી 2’ માં હવે આગળના એપિસોડમાં મોટો ટ્વિસ્ટ આવવાનો છે. નંદિની બધાની સામે કરણને તેના એક્સ્ટ્રા-મેરિટલ અફેયર વિશે સવાલ પૂછશે. તુલસી તેને ‘બા’ ના ફોટાની કસમ આપીને સત્ય જણાવવા માટે કહેશે. હવે કરણ આ કસમનો સામનો કેવી રીતે કરે છે અને સત્ય સ્વીકારે છે કે નહીં, તે જોવું રસપ્રદ રહેશે. આ સીન સીરિયલની વાર્તામાં એક મહત્વનો વળાંક લાવશે.

👉 આ સમાચાર વાચો:
Jasmine Sandlas concert| કોન્સર્ટમાં અજીબ હરકતો અને લિપસિંકિંગનો આરોપ જેસ્મીન સન્ડલાસના પર્ફોર્મન્સથી ફેન્સ નિરાશ

You Might Be Interested In
Join Our WhatsApp Channel

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More