Donald Trump Uturn on India। ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પર વિરોધાભાસી નિવેદનો જાણો કેમ ભારત માટે બદલાયા ટ્રમ્પના સુર?

Donald Trump Uturn on India। અમેરિકી રાષ્ટ્રપતિના વિવાદાસ્પદ નિવેદન બાદ ભારતે નોંધાવ્યો સખત વિરોધ; બાદમાં ટ્રમ્પે આપી સફાઈ.

by Akash Rajbhar
Donald Trump Uturn on India। ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પર વિરોધાભાસી નિવેદનો જાણો કેમ ભારત માટે બદલાયા ટ્રમ્પના સુર?

 

News Continuous Bureau | Mumbai

Donald Trump Uturn on India। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એક નિવેદને ભારતઅમેરિકાના સંબંધોમાં અચાનક ગરમાવો લાવી દીધો છે. ટ્રમ્પે તાજેતરમાં એક ટ્રાન્સક્રિપ્ટ શેર કરી હતી, જેમાં ભારત અને ચીન જેવા દેશો માટે ‘હેલહોલ’ (નરક) જેવા અપમાનજનક શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. આ નિવેદન સામે આવતા જ ભારતે આકરી પ્રતિક્રિયા આપી હતી, ત્યારબાદ ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા નરમ વલણ અપનાવતા સ્પષ્ટતા કરવામાં આવી હતી.

વિવાદની શરૂઆત અને ભારતનો વિરોધ

આ સમગ્ર વિવાદ એક અમેરિકી રેડિયો શોના ટ્રાન્સક્રિપ્ટથી શરૂ થયો હતો, જેમાં ટ્રમ્પે અમેરિકાની ‘બર્થ રાઈટ સિટીઝનશિપ’ નીતિ પર ચર્ચા દરમિયાન ભારત અને ચીન માટે વાંધાજનક શબ્દનો પ્રયોગ કર્યો હતો. આ અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલ એ કડક શબ્દોમાં પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, “આ પ્રકારના નિવેદનો સત્યથી દૂર છે અને તે ભારત-અમેરિકાના મજબૂત સંબંધોનું પ્રતિબિંબ પાડતા નથી. આ નિવેદનમાં પરિપક્વતા અને સાચી સમજનો અભાવ છે.”

ડોનાલ્ડ ટ્રમ્પનો ‘યુ-ટર્ન’

ભારતના આકરા વલણ બાદ ડોનાલ્ડ ટ્રમ્પે યુ-ટર્ન લીધો છે. નવી દિલ્હીમાં અમેરિકી દૂતાવાસ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પ ભારતને એક ‘મહાન દેશ’ માને છે અને તેમની ભારત સાથેના સંબંધો અંગેની ધારણા અત્યંત સકારાત્મક છે. નિવેદનમાં એવું પણ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે ટ્રમ્પ ભારતને એક અદભૂત રાષ્ટ્ર ગણે છે અને બંને દેશો વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો છે.

ભારતીય નેતાઓની આકરી પ્રતિક્રિયા

ટ્રમ્પના મૂળ નિવેદન બાદ ભારતના રાજકીય વર્તુળોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. કોંગ્રેસ પક્ષે આ ઘટનાને ભારતનું અપમાન ગણાવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે આ મુદ્દો અમેરિકા સમક્ષ ઉઠાવવાની માંગ કરી હતી. નેતા સુપ્રિયા શ્રીનેતે કહ્યું હતું કે, “ટ્રમ્પને ભારત માટે આવા અપમાનજનક શબ્દો વાપરવાનો કોઈ અધિકાર નથી.” આ ઘટનાએ હવે ભારતમાં અમેરિકાની નીતિઓ અને સંબંધો અંગે નવી ચર્ચાઓ જગાવી છે.

👉 આ સમાચાર વાચો:
Mojtaba Khamenei| મોજતબા ખામૈની ગંભીર રીતે ઘાયલ ઇરાનના રાજકીય વર્તુળોમાં ગભરાટ, હુમલામાં પગ ગુમાવ્યો હોવાના અહેવાલ

You Might Be Interested In
Join Our WhatsApp Channel

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More