Pooja Dadlani| પૂજા દદલાનીનું નવું રોકાણ! શાહરૂખ ખાનની મેનેજરે બાંદ્રામાં ખરીદ્યા ૩ શાનદાર ફ્લેટ્સ, કરોડોમાં છે કિંમત!

Pooja Dadlani| 38.21 કરોડ રૂપિયામાં ત્રણ ફ્લેટનો સોદો; જાણો શું છે આ ડીલની ખાસ વિશેષતા.

by Zalak Parikh
Pooja Dadlani| પૂજા દદલાનીનું નવું રોકાણ! શાહરૂખ ખાનની મેનેજરે બાંદ્રામાં ખરીદ્યા ૩ શાનદાર ફ્લેટ્સ, કરોડોમાં છે કિંમત!

 

News Continuous Bureau | Mumbai

Pooja Dadlani| બોલિવૂડના કિંગ ખાન, શાહરૂખ ખાનના સફળતાના સફરમાં તેમની મેનેજર પૂજા દદલાની એક મહત્વનો ચહેરો છે. શાહરૂખના પરિવારની અત્યંત નજીક ગણાતી પૂજા દદલાનીએ તાજેતરમાં મુંબઈના પોશ વિસ્તાર ગણાતા બાંદ્રામાં ત્રણ લક્ઝરી એપાર્ટમેન્ટ્સ ખરીદીને પોતાની સંપત્તિમાં મોટો વધારો કર્યો છે. આ સોદો કરોડો રૂપિયાનો હોવાનું જાણવા મળ્યું છે.

૩૮.૨૧ કરોડનો જંગી સોદો

અહેવાલો અનુસાર, પૂજા દદલાનીએ તેમના પતિ હિતેશ પ્રકાશ ગુરનાની અને પિતા મોહન સિયોરામ દદલાની સાથે મળીને મુંબઈના બાંદ્રાના કાર્ટર રોડ પર આવેલી ‘વરુણ’ નામની બિલ્ડિંગમાં ત્રણ ફ્લેટ ખરીદ્યા છે. આ ત્રણેય એપાર્ટમેન્ટ્સ માટે તેમણે કુલ 38.21 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. આ પ્રોપર્ટીનું રજીસ્ટ્રેશન 21 એપ્રિલ 2026ના રોજ થયું હતું, જેના માટે તેમણે આશરે 2.16 કરોડ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી અને 90 હજાર રૂપિયાની રજીસ્ટ્રેશન ફી ભરી છે.

પ્રોપર્ટીની વિશેષતાઓ

ખરીદાયેલા ત્રણેય એપાર્ટમેન્ટ્સ બિલ્ડિંગના ઉપરના માળ પર આવેલા છે. દરેક ફ્લેટનો કાર્પેટ એરિયા 1,511.15 ચોરસ ફૂટ છે, જેમાં 81.16 ચોરસ ફૂટની બાલ્કની પણ સામેલ છે. આમ, ત્રણેય એપાર્ટમેન્ટનો કુલ એરિયા આશરે 4,776 ચોરસ ફૂટ થાય છે. આ ડીલની સાથે તેમને છ કાર પાર્કિંગની સુવિધા પણ મળી છે.

ક્યારે મળશે પજેશન?

જે બિલ્ડિંગમાં આ એપાર્ટમેન્ટ્સ ખરીદવામાં આવ્યા છે, તેનું હાલ નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. રિડેવલપમેન્ટ મોડલ હેઠળ બની રહેલી આ બિલ્ડિંગનું કામ પૂર્ણ થયા બાદ, ડિસેમ્બર 2028 સુધીમાં પૂજા દદલાનીને આ લક્ઝરી એપાર્ટમેન્ટ્સનું પજેશન મળવાની અપેક્ષા છે.

👉 આ સમાચાર વાચો:
Mumbai Crime Branch। મુંબઈમાં ગેરકાયદેસર હથિયારોનો રાફડો ખાર વેસ્ટમાંથી દેશી પિસ્તોલ સાથે યુપીના શખ્સની ધરપકડ

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More