IsraelLebanon War| યુદ્ધવિરામનો ભંગ! ઈઝરાયેલલેબનોન સરહદે ફરી ભીષણ જંગ, મધ્યપૂર્વમાં વધ્યો યુદ્ધનો ખતરો

IsraelLebanon War| અમેરિકાઈરાન વચ્ચે વધતા તણાવ અને હોર્મુઝની નાકાબંધી વચ્ચે ઈઝરાયેલના નવા હુમલાથી પરિસ્થિતિ વધુ ગંભીર બની છે.

by Akash Rajbhar
IsraelLebanon War| યુદ્ધવિરામનો ભંગ! ઈઝરાયેલલેબનોન સરહદે ફરી ભીષણ જંગ, મધ્યપૂર્વમાં વધ્યો યુદ્ધનો ખતરો

 

News Continuous Bureau | Mumbai

IsraelLebanon War| દક્ષિણ લેબનોનમાં ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલી નવી કાર્યવાહી બાદ આખું વિશ્વ ચિંતામાં મુકાયું છે. લેબનોન અને ઈઝરાયેલ વચ્ચે ત્રણ અઠવાડિયા માટે યુદ્ધવિરામ લંબાવવામાં આવ્યો હોવા છતાં, હજુ પણ હુમલા અટકવાનું નામ નથી લઈ રહ્યા, જે યુદ્ધને વધુ ભડકાવવાનું જોખમ ઉભું કરી રહ્યું છે.

ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે ફરી ગરમાગરમી

ઈઝરાયેલના સંરક્ષણ દળોએ ખુલાસો કર્યો છે કે, દક્ષિણ લેબનોનના કાફરા અને યાટર શહેરોમાં હિઝબુલ્લાહના ઠેકાણાઓને નિશાન બનાવીને રોકેટ હુમલા કરવામાં આવ્યા છે. ઈઝરાયેલનો દાવો છે કે હિઝબુલ્લાહના આ મિલીટન્ટ્સ તેમના સૈનિકો અને નાગરિકો માટે મોટો ખતરો બની ગયા હતા. જોકે, આ કાર્યવાહીથી ફરી એકવાર શાંતિની આશાઓ પર પાણી ફરી વળ્યું છે.

લેબનોનમાં જાનહાનિ અને માનવીય સંકટ

આ હવાઈ હુમલા બાદ લેબનોનના આરોગ્ય મંત્રાલયે ચોંકાવનારા આંકડા આપ્યા છે. તેમના જણાવ્યા અનુસાર, દક્ષિણ લેબનોનમાં ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલા હુમલામાં છ લોકોના મોત થયા છે અને અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. હિઝબુલ્લાહનો આરોપ છે કે ઈઝરાયેલી સૈનિકોએ રહેણાંક ઘરોને પણ નુકસાન પહોંચાડ્યું છે.

હોર્મુઝની નાકાબંધી અને વૈશ્વિક અસરો

આ સમગ્ર વિવાદની અસર માત્ર ઈઝરાયેલ-લેબનોન સુધી સીમિત નથી. અમેરિકા દ્વારા ઈરાન ફરતે કરવામાં આવેલી નાકાબંધી અને હોર્મુઝની ખાડીમાં વધેલા તણાવને કારણે વૈશ્વિક વેપાર અને ક્રૂડ ઓઈલ સપ્લાય પર મોટું જોખમ તોળાઈ રહ્યું છે. ઈરાન અને અમેરિકા વચ્ચે કોઈ પણ પ્રકારની સીધી વાતચીતનો ઈનકાર થતા, મધ્ય-પૂર્વમાં અનિશ્ચિતતાનું વાતાવરણ છે.

👉 આ સમાચાર વાચો:
AAP Defection| AAP ને મોટો ઝટકો રાઘવ ચઢ્ઢા સહિત ૩ સાંસદો ભાજપમાં, પક્ષ હવે કરશે કાર્યવાહી

You Might Be Interested In
Join Our WhatsApp Channel

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More