News Continuous Bureau | Mumbai
Diljit Dosanjh| ગ્લોબલ સ્ટાર દિલજીત દોસાંઝે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે પંજાબી સંગીત અને સંસ્કૃતિની તાકાત કેટલી છે. પ્રખ્યાત હોસ્ટ જીમી ફેલોનના ‘ધ ટુનાઈટ શો’માં દિલજીતે બીજી વાર હાજરી આપીને અમેરિકન ટીવી પર ધૂમ મચાવી દીધી છે. આ વખતે તેમણે માત્ર ગીતો જ ન ગાયા, પરંતુ હોસ્ટ જીમી ફેલોનને ભાંગડાના સ્ટેપ્સ શીખવીને સમગ્ર વાતાવરણને રંગીન બનાવી દીધું હતું.
જીમી ફેલોન સાથેનો મસ્તીભર્યો અંદાજ
દિલજીતે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે બેકસ્ટેજ અને સ્ટેજ પર જીમી ફેલોનને ભાંગડાના બેઝિક સ્ટેપ્સ શીખવતા જોવા મળે છે. જીમી ફેલોન પણ દિલજીતની સાથે ખૂબ જ ઉત્સાહથી ભાંગડા કરતા દેખાયા હતા. આ મસ્તીભર્યા દ્રશ્યો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે અને ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યા છે.
મ્યુઝિક અને પરફોર્મન્સની જાદુઈ રાત
આ એપિસોડમાં દિલજીતે તેની લેટેસ્ટ આલ્બમ ‘AURA’ અને તેના વર્લ્ડ ટૂર વિશે વાતચીત કરી હતી. તેમણે તેમના સુપરહિટ ટ્રેક ‘મોરની’ પર લાઈવ પરફોર્મન્સ આપીને શોમાં ઉપસ્થિત પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. વર્ષ ૨૦૨૪માં દિલજીતના ડેબ્યુ પછી, આ બીજી વાર તેમણે આ શોમાં પોતાની એનર્જી અને સ્ટાઈલથી બધાનું ધ્યાન ખેંચ્યું છે.
👉 આ સમાચાર વાચો:
Sumit Singh| ડોક્ટર આરંભી’ સીરિયલમાંથી અભિનેત્રીની ચોંકાવનારી વિદાય જાણ કર્યા વગર રિપ્લેસમેન્ટ થતા સુમિત સિંહનો મેકર્સ પર આક્રોશ