TRP Week 16। ટીવી જગતમાં મોટો ઉલટફેર ‘ક્યોંકી સાસ 2’ નંબર 1 પર યથાવત, ‘અનુપમા’ ટોપ 3 માંથી બહાર!

TRP Week 16। 16મા અઠવાડિયાના ટીઆરપીમાં ઝી ટીવીના શૂઝે મચાવી ધૂમ; 'વસુધા' અને 'ગંગા માઈ કી બેટિયાં' એ ટોપ 5 માં મારી એન્ટ્રી

by Zalak Parikh
TRP Week 16। ટીવી જગતમાં મોટો ઉલટફેર 'ક્યોંકી સાસ 2' નંબર 1 પર યથાવત, 'અનુપમા' ટોપ 3 માંથી બહાર!

 

News Continuous Bureau | Mumbai

TRP Week 16। ટેલિવિઝન રેટિંગ્સ (BARC India TRP) ના 16મા અઠવાડિયાના રિપોર્ટે બધાને ચોંકાવી દીધા છે. નાના પડદા પર ચાલી રહેલા વર્ષો જૂના વર્ચસ્વમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. એક સમયે નંબર 1 પર રહેતી ‘અનુપમા’ હવે ટોપ 3 માંથી પણ બહાર થઈ ગઈ છે, જ્યારે એકતા કપૂરના શો ‘ક્યોંકી સાસ ભી કભી બહૂ થી 2’ એ પોતાની સત્તા જાળવી રાખી છે.

તુલસીની સત્તા યથાવત અને અનુપમાની પીછેહઠ

એકતા કપૂરનો શો ‘ક્યોંકી સાસ 2’ 1.8 રેટિંગ સાથે નંબર વન પર અડીખમ છે. તુલસી અને મિહિરની વાર્તામાં આવેલા નવા વળાંકો દર્શકોને ખૂબ પસંદ પડી રહ્યા છે. બીજી તરફ, સ્ટાર પ્લસના લોકપ્રિય શો ‘અનુપમા’ ના રેટિંગમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. આ અઠવાડિયે અનુપમા 1.6 રેટિંગ સાથે ટોપ 5 માં તો છે, પરંતુ ટોપ 3 માંથી બહાર ફેંકાઈ ગયો છે. દર્શકોનું માનવું છે કે હવે વાર્તા થોડી ખેંચાઈ રહી હોય તેમ લાગે છે.

ઝી ટીવીના શો એ મચાવી ખલબલી

આ અઠવાડિયે ઝી ટીવીના શો એ સ્ટાર પ્લસ અને કલર્સને જોરદાર ટક્કર આપી છે. 1.7 રેટિંગ સાથે ‘વસુધા’ અને ‘ગંગા માઈ કી બેટિયાં’ એ ટોપ 5 માં સ્થાન મેળવીને સૌને હેરાન કરી દીધા છે. આ શો ની દેશી વાર્તા અને ઈમોશનલ કનેક્ટે ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં સારી પકડ બનાવી છે. ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ પણ 1.5 રેટિંગ સાથે સ્થિર રહ્યો છે.

નવા શો અને અન્ય ચેનલ્સની સ્થિતિ

સ્ટાર પ્લસના નવા શો ‘તુમ દેના સાથ મેરા’ એ 1.1 રેટિંગ સાથે સારી શરૂઆત કરી છે. કલર્સ ટીવી માટે ‘નાગિન 7’ અને ‘લાફ્ટર શેફ્સ’ સંજીવની સમાન સાબિત થઈ રહ્યા છે, જે તેને ટોપ 10 માં જાળવી રાખે છે. દંગલ ટીવી પર ‘મન સુંદર’ હજુ પણ નાના ચેનલ્સનો બાદશાહ છે. સોની ટીવી અને સબ ટીવી માટે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સિવાયના અન્ય શો હજુ પણ સંઘર્ષ કરી રહ્યા છે.

👉 આ સમાચાર વાચો:
Michael Movie Box Office| ભારતમાં ચાલ્યો માઇકલ જેક્સનનો જાદુ બોક્સ ઓફિસ પર હોલીવુડ ફિલ્મ ‘માઇકલ’ ની ધૂમ કમાણી

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More