KSBKBT 2। ‘ક્યોંકી સાસ 2’ માં મોટો ખુલાસો આ ચોકલેટ બોય બનવાનો હતો અંશનો દીકરો, જાણો કેવી રીતે થઈ આકાશદીપ સેહગલની એન્ટ્રી!

KSBKBT 2। બસીર અલી હતો મેકર્સની પહેલી પસંદ, ઓડિશન પણ અપાયું હતું; પણ અંતે ‘અસલી અંશ’ ને જ દીકરો બનાવી દેવાયો

by Zalak Parikh
KSBKBT 2। ‘ક્યોંકી સાસ 2’ માં મોટો ખુલાસો આ ચોકલેટ બોય બનવાનો હતો અંશનો દીકરો, જાણો કેવી રીતે થઈ આકાશદીપ સેહગલની એન્ટ્રી!

 

News Continuous Bureau | Mumbai

KSBKBT 2। ટીવી સીરિયલ ‘ક્યોંકી સાસ ભી કભી બહૂ થી 2’ હાલમાં સતત ચર્ચામાં છે. ખાસ કરીને આકાશદીપ સેહગલની આ શોમાં એન્ટ્રીએ દર્શકોમાં મિશ્ર પ્રતિસાદ જગાવ્યો છે. પ્રથમ સીઝનમાં ‘અંશ’ નું આઇકોનિક પાત્ર ભજવનાર આકાશદીપ હવે બીજી સીઝનમાં અંશના દીકરા ‘રિયો’ ના રોલમાં જોવા મળી રહ્યો છે. જોકે, આ રોલ માટે તે પહેલી પસંદ નહોતો.

બસીર અલીને કાસ્ટ કરવા માંગતા હતા મેકર્સ

એક રિપોર્ટ અનુસાર, એકતા કપૂર અને શોના મેકર્સ રિયોના રોલ માટે ટીવી એક્ટર બસીર અલી ને કાસ્ટ કરવા માંગતા હતા. બસીર અલીએ આ રોલ માટે ઓડિશન પણ આપ્યું હતું અને પ્રોસેસ લગભગ ફાઈનલ સ્ટેજ પર હતી. જોકે, છેલ્લી ઘડીએ મેકર્સ અને બસીર વચ્ચે કોઈ વાત ન બની અને આ રોલ ફરીથી આકાશદીપ સેહગલના ફાળે ગયો. બસીર અલીએ પોતે આ વાતની પુષ્ટિ કરતા જણાવ્યું કે, તેને કોન્ટેક્ટ કરવામાં આવ્યો હતો પણ અંતે મેકર્સે જૂના ચહેરાને જ પાછો લાવવાનું નક્કી કર્યું.

ઉંમરને લઈને આકાશદીપ સેહગલ થયો ટ્રોલ

સોશિયલ મીડિયા પર આકાશદીપ સેહગલને તેના દીકરાના રોલ માટે ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. ઘણા દર્શકોનું માનવું છે કે 60 વર્ષની ઉંમરે અંશના યુવાન દીકરાનો રોલ ભજવવો થોડું અજુગતું લાગે છે. લોકોના મતે આ રોલ માટે કોઈ યુવાન એક્ટર (જેમ કે બસીર અલી) વધુ યોગ્ય સાબિત થયો હોત. મેકર્સના આ નિર્ણયને લઈને ફેન્સમાં ઘણી નારાજગી જોવા મળી રહી છે.

શું છે મેકર્સની રણનીતિ?

એવું માનવામાં આવે છે કે મેકર્સ શોમાં ‘નોસ્ટાલ્જીયા’ ફેક્ટર લાવવા માંગતા હતા. આકાશદીપ સેહગલે અગાઉ અંશ તરીકે જે લોકપ્રિયતા મેળવી હતી, તેને ફરી વટાવવા માટે તેને જ તેના દીકરાના રોલમાં કાસ્ટ કરવામાં આવ્યો છે. જોકે, આ રણનીતિ કેટલી સફળ થશે તે તો આવનારા સમયના ટીઆરપી રેટિંગ્સ જ જણાવશે. હાલમાં તો શોમાં કરણ અને નંદિની વચ્ચેના ડ્રામામાં રિયો (આકાશદીપ) ની એન્ટ્રીથી વાર્તામાં નવો વળાંક આવ્યો છે.

👉 આ સમાચાર વાચો:
Diljit Dosanjh Vancouver Concert| દિલજીત દોસાંઝ પર ભડક્યા ફેન્સ? વેનકુવર કોન્સર્ટમાં હજારોની મેદની વચ્ચે કેમ થઈ નારેબાજી, જાણો અંદરની વાત

You Might Be Interested In
Join Our WhatsApp Channel

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More