West Bengal Election Repolling 2026। પશ્ચિમ બંગાળમાં ૧૫ મતદાન કેન્દ્રો પર પુનર્મતદાન શરૂ EVM પર ટેપ લગાવી ભાજપનું નિશાન છુપાવ્યાનો હતો આરોપ, ચૂંટણી પંચ એક્શનમાં

West Bengal Election Repolling 2026। દક્ષિણ ૨૪ પરગણાના ડાયમંડ હાર્બર અને મગરાહાટ પશ્ચિમમાં કડક સુરક્ષા વચ્ચે મતદાન; ફલતાના વધુ ૩૦ બૂથો પર પણ ફરી વોટિંગ થવાની શક્યતા

by Zalak Parikh
West Bengal Election Repolling 2026। પશ્ચિમ બંગાળમાં ૧૫ મતદાન કેન્દ્રો પર પુનર્મતદાન શરૂ EVM પર ટેપ લગાવી ભાજપનું નિશાન છુપાવ્યાનો હતો આરોપ, ચૂંટણી પંચ એક્શનમાં

 

News Continuous Bureau | Mumbai

West Bengal Election Repolling 2026। પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના મતદાન દરમિયાન થયેલી ગેરરીતિઓના ગંભીર આક્ષેપો બાદ આજે ૧૫ મતદાન કેન્દ્રો પર પુનર્મતદાન (Repolling) પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ચૂંટણી પંચે EVM સાથે છેડછાડ અને બૂથ કેપ્ચરિંગની ફરિયાદોની ગંભીરતાને ધ્યાને રાખીને આ મહત્વનો નિર્ણય લીધો છે.

EVM ના બટન પર ટેપ લગાવ્યાનો વિવાદ

દક્ષિણ ૨૪ પરગણા જિલ્લાની ડાયમંડ હાર્બર અને મગરાહાટ પશ્ચિમ બેઠકો પર આજે સવારે ૭ વાગ્યાથી મતદાન શરૂ થયું છે. ભાજપ દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ફલતા વિસ્તારના મતદાન કેન્દ્રો પર EVM મશીનમાં ‘કમળ’ ના નિશાન વાળા બટન પર કાળી ટેપ લગાવીને તેને છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ છેડછાડના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ચૂંટણી પંચે જનપ્રતિનિધિત્વ અધિનિયમ, ૧૯૫૧ની કલમ ૫૮(૨) હેઠળ અગાઉનું મતદાન રદ કરી ફરીથી મતદાન કરાવવાનો આદેશ આપ્યો હતો.

મગરાહાટ અને ડાયમંડ હાર્બરમાં કડક બંદોબસ્ત

પુનર્મતદાન હેઠળ ૧૧ બૂથ મગરાહાટ પશ્ચિમમાં અને ૪ બૂથ ડાયમંડ હાર્બરમાં આવેલા છે. આ વિસ્તારોમાં કોઈ હિંસા કે ગેરરીતિ ન થાય તે માટે કેન્દ્રીય સુરક્ષા દળોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પશ્ચિમ બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારી મનોજ અગ્રવાલે સ્પષ્ટ કર્યું છે કે ચૂંટણી પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારની ગરબડ ચલાવી લેવામાં આવશે નહીં અને જ્યાં પણ ગેરરીતિ સાબિત થશે ત્યાં ફરીથી મતદાન કરાવવાની નીતિ અપનાવવામાં આવશે.

ફલતાના ૩૦ બૂથો પર લટકતી તલવાર

સૂત્રોના જણાવ્યા અનુસાર, ફલતા વિધાનસભા મતવિસ્તારના અન્ય ૩૦ બૂથો પર પણ પુનર્મતદાન થઈ શકે છે, જેનો નિર્ણય જિલ્લા ચૂંટણી અધિકારીઓના અહેવાલ બાદ લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં આ વખતે બે તબક્કામાં કુલ ૯૨.૯૩ ટકા જેટલું ઐતિહાસિક મતદાન નોંધાયું છે, જે આઝાદી પછીનું સૌથી વધુ છે. હવે સૌની નજર પરિણામો પર છે, પરંતુ તે પહેલા છેડછાડના આ વિવાદે રાજકીય માહોલ ગરમાવ્યો છે.

👉 આ સમાચાર વાચો:
Today’s Horoscope : આજનો દિવસ:૨ મે ૨૦૨૬, શનિવાર, જાણો આપનું રાશિફળ

Join Our WhatsApp Channel

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More