Shirdi Sai Baba Temple Theft। શિરડીમાં સાઈભક્તો સાવધાન VIP ગેટ પાસે કેમિકલથી ગાડીનો કાચ ઓગાળી ઘરેણાંરોકડની મોટી ચોરી

Shirdi Sai Baba Temple Theft। ચોરોની નવી અને શાતિર પદ્ધતિ કાચ પર કેમિકલ છાંટી અવાજ વગર કરી ચોરી, સેન્ટ્રલ લોકીંગ કે એલાર્મ પણ ન વાગ્યા, સીસીટીવીના આધારે 'કેમિકલ ગેંગ'ની શોધખોળ.

by Janvi Soni
Shirdi Sai Baba Temple Theft। શિરડીમાં સાઈભક્તો સાવધાન VIP ગેટ પાસે કેમિકલથી ગાડીનો કાચ ઓગાળી ઘરેણાંરોકડની મોટી ચોરી

 

News Continuous Bureau | Mumbai

Shirdi Sai Baba Temple Theft। શિરડીના જગપ્રસિદ્ધ સાઈબાબા મંદિરના અત્યંત સુરક્ષિત ગણાતા VIP ગેટ નંબર ૨ પાસે એક ચોંકાવનારી ચોરીની ઘટના સામે આવી છે. તસ્કરોએ અત્યંત આધુનિક અને શાતિર પદ્ધતિ અપનાવીને એક સાઈભક્તની કારના કાચને કેમિકલ વડે ઓગાળી તેમાંથી કિંમતી ઘરેણાં અને રોકડ ભરેલી બેગની ચોરી કરી છે. આ ઘટનાએ શિરડી પોલીસ અને સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ઉભા કર્યા છે.

કેમિકલનો છંટકાવ કરી અવાજ વગર તોડ્યો કાચ

ઘટનાની વિગતો મુજબ, એક ભક્તની કાર VIP ગેટ પાસે પાર્ક કરેલી હતી. આ દરમિયાન અજ્ઞાત તસ્કરે ગાડીના કાચ પર એક રહસ્યમય કેમિકલનો છંટકાવ કર્યો હતો. આ કેમિકલની અસરને કારણે કાચ એટલો નરમ અને બરડ થઈ ગયો હતો કે માત્ર એક હળવા ધક્કા સાથે તે કોઈપણ જાતના અવાજ વગર તૂટી ગયો હતો. કાચ તૂટવાનો અવાજ ન આવવાને કારણે ભીડભાડવાળા વિસ્તારમાં આસપાસના લોકોને ચોરીની ભનક પણ લાગી ન હતી.

સેન્ટ્રલ લોકીંગ અને એલાર્મ સિસ્ટમ પણ નિષ્ફળ

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે તસ્કરો દ્વારા વપરાતી આ નવી ટેકનિકમાં વાહનની સેન્ટ્રલ લોકીંગ કે સિક્યુરિટી એલાર્મ સિસ્ટમ પણ કામ કરતી નથી, કારણ કે કાચ પર કોઈ જોરદાર પ્રહાર કરવામાં આવતો નથી. તસ્કરે પળવારમાં ગાડીમાંથી કિંમતી સામાન ભરેલી બેગ ઉઠાવી લીધી અને ફરાર થઈ ગયો. જ્યારે ગાડીનો માલિક પરત આવ્યો ત્યારે કાચ તૂટેલો જોઈ તેના હોશ ઉડી ગયા હતા.

પોલીસની ભક્તોને અપીલ અને તપાસ

શિરડી પોલીસે આ મામલે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે આ ‘કેમિકલ ગેંગ’ને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે દેશભરમાંથી આવતા ભક્તોને અપીલ કરી છે કે તેઓ પોતાની ગાડી ગમે તેટલી સુરક્ષિત જગ્યાએ પાર્ક કરેલી હોય, પરંતુ તેમાં ઘરેણાં કે મોટી રોકડ રકમ ન રાખવી. તસ્કરોની આ નવી મોડસ ઓપરેન્ડીએ પોલીસ માટે પણ નવો પડકાર ઉભો કર્યો છે.

👉 આ સમાચાર વાચો:
Mumbai CSMT Station Fire। મુંબઈના ઐતિહાસિક CSMT સ્ટેશનના રિડેવલપમેન્ટ સાઈટ પર ભીષણ આગ; સદનસીબે મોટી જાનહાનિ ટળી

Join Our WhatsApp Channel

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More