Thalapathy Vijay Net Worth| વિજયની સંપત્તિનો આંકડો જાણી ચોંકી જશો એક ફિલ્મની ફી 250 કરોડ, જાણો કેટલી છે કુલ નેટવર્થ?

Thalapathy Vijay Net Worth| સુપરસ્ટારથી રાજનેતા બનેલા વિજયની અમીરાત 603 કરોડની કુલ સંપત્તિ, લક્ઝરી કારોનો કાફલો અને કરોડોનું બેંક બેલેન્સ, ચૂંટણી સોગંદનામામાં થયો મોટો ખુલાસો.

by Zalak Parikh
Thalapathy Vijay Net Worth| વિજયની સંપત્તિનો આંકડો જાણી ચોંકી જશો એક ફિલ્મની ફી  250 કરોડ, જાણો કેટલી છે કુલ નેટવર્થ?

 

News Continuous Bureau | Mumbai

Thalapathy Vijay Net Worth| તમિલનાડુની રાજનીતિમાં હલચલ મચાવનાર અભિનેતા વિજય (થલપતિ વિજય) અત્યારે તેના રાજકીય ભવિષ્ય અને અઢળક સંપત્તિને કારણે સમાચારોમાં છે. સોમવાર, 4 મેના રોજ તમિલનાડુ ચૂંટણીના વલણોમાં તેમની પાર્ટી TVK સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી રહી છે. વિજયે ચૂંટણી લડવા માટે જે સોગંદનામું રજૂ કર્યું હતું, તેમાં તેમણે પોતાની કરોડોની સંપત્તિ ની વિગતવાર માહિતી આપી છે.

600 કરોડથી વધુની કુલ સંપત્તિ

ચૂંટણી સોગંદનામા મુજબ, વિજયની કુલ સંપત્તિ આશરે 603.20 કરોડ છે. જેમાં 404.58 કરોડની ચલ સંપત્તિ અને 198.62 કરોડની અચલ સંપત્તિનો સમાવેશ થાય છે. તેમની અચલ સંપત્તિમાં ચેન્નાઈમાં આલીશાન રહેણાંક અને વ્યાવસાયિક મિલકતો તેમજ કોડાઈકાનાલમાં ખેતીની જમીનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, વિવિધ બેંક ખાતાઓમાં તેમનું 213 કરોડથી વધુનું બેંક બેલેન્સ અને રોકાણ છે.

લક્ઝરી કારોનો કાફલો અને વાર્ષિક આવક

વિજય મોંઘી અને આલીશાન ગાડીઓના શોખીન છે. તેમના કાફલામાં BMW 530, Toyota Lexus, Toyota Vellfire અને BMW i7 જેવી લક્ઝરી કારો છે. આ ઉપરાંત તેમની પાસે રોલ્સ રોયસ પણ હોવાનું કહેવાય છે. જ્વેલરીની વાત કરીએ તો તેમની પાસે 883 ગ્રામ સોનું અને 15 લાખની ચાંદીની વસ્તુઓ છે. નાણાકીય વર્ષ 2024-25 ના ઈન્કમ ટેક્સ રિટર્ન મુજબ તેમની વાર્ષિક આવક 184.53 કરોડ છે.

પરિવાર અને મિત્રોને આપી છે કરોડોની લોન

સોગંદનામામાં એક રસપ્રદ વાત સામે આવી છે કે વિજય પર કોઈ બેંકનું દેવું નથી, પરંતુ તેમણે પોતાના પરિવાર અને નજીકના લોકોને કરોડો રૂપિયાની લોન અને એડવાન્સ આપ્યા છે. તેમણે પત્ની સંગીતાને 12.60 કરોડ, પિતા એસ.એ. ચંદ્રશેખરને 3.02 કરોડ અને માતા શોભા શેખરને 8.71 લાખ ઉધાર આપ્યા છે. આ સિવાય તેમણે પોતાના બાળકો અને કેટલીક ચેરિટેબલ ટ્રસ્ટોને પણ મોટી રકમ એડવાન્સ તરીકે આપી છે.

👉 આ સમાચાર વાચો:
KSBKBT 2। પારિવારિક ડ્રામામાં ફરી એકવાર જોવા મળશે તુલસીમિહિરનો રોમાંસ! જૂના પાત્રો અને નવા વળાંકો સાથે શોમાં મચશે હંગામો

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More