Middle East Crisis| હોર્મુઝમાં અમેરિકાનો મોટો પ્રહાર, ૫ના મોત; હવે UAE પણ બન્યું નિશાન? જાણો મિડલ ઇસ્ટની સ્થિતિ

Middle East Crisis| પશ્ચિમ એશિયામાં યુદ્ધની જ્વાળા ભીષણ બની અમેરિકાના 'પ્રોજેક્ટ ફ્રીડમ' સામે ઈરાનનો વળતો પ્રહાર, ફુજૈરાહ તેલ ડેપોમાં આગ અને તેલની કિંમતોમાં 6% નો ઉછાળો.

by Zalak Parikh
Middle East Crisis| હોર્મુઝમાં અમેરિકાનો મોટો પ્રહાર, ૫ના મોત; હવે UAE પણ બન્યું નિશાન? જાણો મિડલ ઇસ્ટની સ્થિતિ

 

News Continuous Bureau | Mumbai

Middle East Crisis| પશ્ચિમ એશિયામાં 18 દિવસના સીઝફાયર બાદ તણાવ ફરી ચરમસીમાએ પહોંચ્યો છે. ઈરાની મીડિયાએ સૈન્ય સૂત્રોના હવાલે દાવો કર્યો છે કે હોર્મુઝની ખાડીમાં અમેરિકી સેનાએ બે નાગરિક નૌકાઓને નિશાન બનાવી છે, જેમાં 5 લોકોના મોત થયા છે. બીજી તરફ, સંયુક્ત આરબ અમીરાત (UAE) ના ફુજૈરાહ સ્થિત તેલ સુવિધા કેન્દ્ર પર ઈરાની ડ્રોન હુમલો થતા વિશ્વભરમાં ઉર્જા સંકટની આશંકા સેવાઈ રહી છે.

ઈરાનનો દાવો- અમેરિકાએ સામાન્ય માલવાહક નૌકાઓને તોડી પાડી

ઈરાની મીડિયાના અહેવાલ મુજબ, અમેરિકી સેનાએ જે નૌકાઓને ઈરાની સ્પીડબોટ ગણાવીને તોડી પાડી છે, તે હકીકતમાં સામાન્ય નાગરિક નૌકાઓ હતી જે માલસામાન લઈ જઈ રહી હતી. આ હુમલામાં 5 નાગરિકોના મોત થયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે, અમેરિકાએ આ દાવાઓ પર મૌન સેવ્યું છે અને હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) દ્વારા વ્યાપારી જહાજોને સુરક્ષિત બહાર કાઢવાનું અભિયાન તેજ કર્યું છે. અમેરિકી અધિકારીઓએ ઈરાનના એ દાવાને પણ નકારી કાઢ્યો છે જેમાં અમેરિકી નૌકાદળના જહાજ પર હુમલો કરવાની વાત કહેવામાં આવી હતી.

યુએઈ (UAE) માં તેલ ડેપો પર હુમલો અને બહેરીનમાં રેડ એલર્ટ

યુએઈના ફુજૈરાહ સ્થિત મહત્વપૂર્ણ તેલ પાઇપલાઇન હબ પર ઈરાની ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે ત્યાં ભીષણ આગ લાગી હતી. આ હુમલા બાદ વૈશ્વિક બજારમાં તેલની કિંમતોમાં 6 ટકાનો મોટો ઉછાળો જોવા મળ્યો છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતા બહેરીને દેશમાં નેશનલ ઈમરજન્સી (રાષ્ટ્રીય કટોકટી) જાહેર કરી દીધી છે. બ્રિટિશ સેનાએ પણ અમીરાત તટ પાસે એક માલવાહક જહાજમાં આગ લાગી હોવાની પુષ્ટિ કરી છે.

ટ્રમ્પની ઈરાનને ચેતવણી- “ભૂલ કરી તો મીટાવી દઈશું”

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર અત્યંત કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે જો ઈરાને અમેરિકી જહાજો પર હુમલો કર્યો, તો ઈરાનને ‘મીટાવી દેવામાં આવશે’. ટ્રમ્પે આરોપ લગાવ્યો છે કે ઈરાને દક્ષિણ કોરિયાના જહાજ પર પણ હુમલો કર્યો છે. દરમિયાન, અમેરિકા હવે ચીન પાસે પણ અપીલ કરી રહ્યું છે કે તે ભારત જેવા દેશોને એલપીજી (LPG) નો પુરવઠો સુનિશ્ચિત કરવા અને હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે મદદ કરે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ હુમલામાં સંડોવણી હોવાનો ઇનકાર કર્યો છે અને અમેરિકાને ‘દલદલ’ થી દૂર રહેવા સલાહ આપી છે.

👉 આ સમાચાર વાચો:
Met Gala 2026| રાજા રવિ વર્માની પેન્ટિંગ્સ પહેરી કરણ જોહરનું મેટ ગાલા ડેબ્યૂ,આટલા કલાકમાં તૈયાર થયો લુક

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More