Online Shopping Fraud। ઓનલાઇન શોપિંગમાં પૈસા ફસાઈ ગયા છે? ગભરાશો નહીં, આ રીતે મિનિટોમાં કરો ફરિયાદ અને મેળવો રિફંડ

Online Shopping Fraud। છેતરપિંડી સામે એક્શન ઓનલાઇન સ્કેમનો શિકાર બન્યા હોવ તો તાત્કાલિક કરો આ 2 કામ, સાયબર સેલ અને બેંક દ્વારા તમારા પૈસા પાછા મળી શકે છે.

by Janvi Soni
Online Shopping Fraud। ઓનલાઇન શોપિંગમાં પૈસા ફસાઈ ગયા છે? ગભરાશો નહીં, આ રીતે મિનિટોમાં કરો ફરિયાદ અને મેળવો રિફંડ

 

News Continuous Bureau | Mumbai

Online Shopping Fraud। આજના સમયમાં કપડાંથી લઈને મોબાઈલ સુધીની દરેક વસ્તુ ઓનલાઇન ખરીદાય છે. પરંતુ ઘણીવાર નકલી વેબસાઈટ કે સેલર ગ્રાહકો પાસેથી પૈસા લઈ લે છે અને પ્રોડક્ટ મોકલતા નથી અથવા ખરાબ પ્રોડક્ટ પધરાવી દે છે. જો તમારી સાથે આવું કંઈ થયું હોય, તો સમય બગાડ્યા વગર આ પ્રક્રિયા અનુસરો.

સૌથી પહેલા બેંક અને પેમેન્ટ એપને જાણ કરો

જેવી તમને ખબર પડે કે તમારી સાથે છેતરપિંડી થઈ છે, તરત જ તમારા બેંક અથવા પેમેન્ટ એપ (Google Pay, PhonePe વગેરે) ના કસ્ટમર સપોર્ટનો સંપર્ક કરો. ટ્રાન્ઝેક્શન આઈડી અને વિગતો આપીને તેને ‘ફ્રોડ’ તરીકે રિપોર્ટ કરો. જો તમે કાર્ડથી પેમેન્ટ કર્યું હોય, તો કાર્ડ બ્લોક કરાવી દો જેથી વધુ નુકસાન ન થાય. છેતરપિંડીના પુરાવા તરીકે પેમેન્ટ રસીદ અને મેસેજના સ્ક્રીનશોટ સુરક્ષિત રાખો.

સાયબર ક્રાઈમ પોર્ટલ અને 1930 હેલ્પલાઈન

ઓનલાઇન ફ્રોડની ફરિયાદ કરવા માટે ભારત સરકારના નેશનલ સાયબર ક્રાઈમ પોર્ટલ cybercrime.gov.in પર જાઓ. ત્યાં “Report Financial Fraud” પર ક્લિક કરીને તમારી ફરિયાદ નોંધાવો. આ સિવાય તમે તાત્કાલિક સહાય માટે 1930 હેલ્પલાઈન નંબર પર કોલ કરી શકો છો. તમારી પાસે ટ્રાન્ઝેક્શનની તારીખ, રકમ અને સામેવાળાની UPI ID અથવા બેંક વિગતો હોવી જરૂરી છે.

પૈસા પાછા કેવી રીતે મળે છે?

જો તમે સ્કેમ થયાના થોડા જ સમયમાં (ગોલ્ડન અવરમાં) ફરિયાદ કરો છો, તો સાયબર સેલ તે રકમને સામેવાળાના ખાતામાં ફ્રીઝ (Freeze) કરાવી શકે છે. જો પૈસા હજુ ઉપાડવામાં ન આવ્યા હોય, તો બેંકની પ્રક્રિયા બાદ તે તમારા ખાતામાં પાછા આવી શકે છે. યાદ રાખો, ફરિયાદ કરવામાં જેટલી મોડું થશે, પૈસા પાછા મળવાના ચાન્સ એટલા જ ઓછા થઈ જશે કારણ કે સ્કેમર્સ તરત જ પૈસા બીજા ખાતામાં ટ્રાન્સફર કરી લેતા હોય છે.

👉 આ સમાચાર વાચો:
West Bengal CM Oath Ceremony| બંગાળમાં ભાજપના CM કોણ? 9 મેના રોજ નવા મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ, સમિક ભટ્ટાચાર્યએ આપ્યું મોટું અપડેટ

You Might Be Interested In
Join Our WhatsApp Channel

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More