Dhurandhar 2 OTT Release| ‘ધુરંધર 2’ની OTT રિલીઝ ડેટ જાહેર રણવીર સિંહની બ્લોકબસ્ટર ફિલ્મ JioHotstar પર ધૂમ મચાવશે, મેકર્સે કોર્ટમાં આપી જાણકારી!

Dhurandhar 2 OTT Release| ‘તિરછી ટોપી વાલે’ ગીતના વિવાદ વચ્ચે મેકર્સે પ્લાનિંગ જાહેર કર્યું; મે મહિનાના મધ્યમાં ડિજિટલ પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થશે ફિલ્મ.

by Zalak Parikh
Dhurandhar 2 OTT Release| ‘ધુરંધર 2’ની OTT રિલીઝ ડેટ જાહેર રણવીર સિંહની બ્લોકબસ્ટર ફિલ્મ JioHotstar પર ધૂમ મચાવશે, મેકર્સે કોર્ટમાં આપી જાણકારી!

 

News Continuous Bureau | Mumbai

Dhurandhar 2 OTT Release| રણવીર સિંહ સ્ટારર સ્પાય થ્રિલર ફિલ્મ ‘ધુરંધર 2’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવ્યા બાદ હવે ઓટીટી (OTT) પ્લેટફોર્મ પર રિલીઝ થવા માટે તૈયાર છે. સાત અઠવાડિયાથી સિનેમાઘરોમાં નવા રેકોર્ડ્સ બનાવી રહેલી આ ફિલ્મ વિશે મેકર્સે દિલ્હી હાઈકોર્ટમાં મહત્વની જાણકારી આપી છે. ‘તિરછી ટોપી વાલે’ ગીતના કોપીરાઈટ વિવાદ વચ્ચે કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન ફિલ્મના ઓટીટી પ્રીમિયર અંગે ખુલાસો કરવામાં આવ્યો છે.

મે મહિનાના મધ્યમાં થશે રિલીઝ

કોર્ટમાં સુનાવણી દરમિયાન ફિલ્મના પ્રોડક્શન હાઉસ ‘B62 ફિલ્મ્સ’ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ફિલ્મ થિયેટરમાં રિલીઝ થયાને સાત અઠવાડિયા વીતી ગયા છે અને તે મે મહિનાના મધ્ય સુધીમાં ઓટીટી પર દસ્તક આપી શકે છે. અંદાજ મુજબ, 14 મેની આસપાસ આ ફિલ્મ JioHotstar પર સ્ટ્રીમ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, ફિલ્મના પ્રથમ ભાગ ‘ધુરંધર’ ને પણ આઠ અઠવાડિયા બાદ ઓટીટી પર રિલીઝ કરવામાં આવી હતી.

‘તિરછી ટોપી વાલે’ ગીત પર કાયદાકીય જંગ

‘ધુરંધર 2’ ના ક્લાઈમેક્સમાં જૂની ફિલ્મ ‘ત્રિદેવ’ ના લોકપ્રિય ગીત ‘તિરછી ટોપી વાલે’ ના રીમિક્સ વર્ઝનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ‘ત્રિદેવ’ ના ડાયરેક્ટર રાજીવ રાયે પરવાનગી વગર ગીત વાપરવા બદલ મેકર્સ પર કેસ કર્યો છે. આ મામલે બંને પક્ષો વચ્ચે સમાધાન ન થતા હવે શુક્રવાર, 8 મેના રોજ ફરી સુનાવણી હાથ ધરવામાં આવશે. આ વિવાદ વચ્ચે પણ ફેન્સમાં ફિલ્મના ડિજિટલ પ્રીમિયરને લઈને ભારે ઉત્સાહ છે.

બોક્સ ઓફિસ પર કમાણીના રેકોર્ડ

આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર ૧,૭૯૦.૯૧ કરોડ અને વર્લ્ડવાઈડ ૧,૧૪૦.૧૭ કરોડની અધધ કમાણી કરી છે. રણવીર સિંહ ઉપરાંત અક્ષય ખન્ના, અર્જુન રામપાલ અને સંજય દત્ત જેવા દિગ્ગજ કલાકારોથી સજ્જ આ ફિલ્મ ભારતમાં સૌથી વધુ કમાણી કરનારી હિન્દી ફિલ્મ બની ગઈ છે. હવે જે લોકોએ થિયેટરમાં આ ફિલ્મ જોવાનું ચૂકી ગયા છે, તેઓ 14 મેથી તેને ઘરે બેઠા માણી શકશે.

👉 આ સમાચાર વાચો:
Bandar Teaser Release| ‘બંદર’ ટીઝર આઉટ અનુરાગ કશ્યપની ફિલ્મમાં બોબી દેઓલનો દિલધડક અંદાજ, ટીઝરે વધારી દર્શકોની ઉત્સુકતા!

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More