Petrol Diesel Price Hike 2026| પેટ્રોલડીઝલ મોંઘા થવાના સંકેત! તેલ કંપનીઓને દરરોજ ૧૦૦૦ કરોડનું નુકસાન, જાણો કેમ ૧૫ મે પહેલા તમારા ખિસ્સા પર પડશે બોજ

Petrol Diesel Price Hike 2026| કાચા તેલના ભાવ 70 ડોલર થી વધીને 126 ડોલર પ્રતિ બેરલ પહોંચ્યા; વૈશ્વિક એનર્જી કટોકટી વચ્ચે ભારત પર ભાવવધારાનું દબાણ વધ્યું.

by Zalak Parikh
Petrol Diesel Price Hike 2026| પેટ્રોલડીઝલ મોંઘા થવાના સંકેત! તેલ કંપનીઓને દરરોજ ૧૦૦૦ કરોડનું નુકસાન, જાણો કેમ ૧૫ મે પહેલા તમારા ખિસ્સા પર પડશે બોજ

 

News Continuous Bureau | Mumbai

Petrol Diesel Price Hike 2026| ઈરાન અને અમેરિકા વચ્ચેના વધતા તણાવ અને હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) પ્રભાવિત થવાને કારણે વૈશ્વિક બજારમાં કાચા તેલના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. છેલ્લા કેટલાક સમયમાં કાચું તેલ 70 ડોલર પ્રતિ બેરલથી વધીને 126 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયું છે. આમ છતાં ભારતમાં પેટ્રોલડીઝલના ભાવ લાંબા સમયથી સ્થિર રાખવામાં આવ્યા હતા, પરંતુ હવે તેલ કંપનીઓ પર વધતા આર્થિક બોજને કારણે ભાવવધારો અનિવાર્ય જણાઈ રહ્યો છે.

તેલ કંપનીઓને થઈ રહ્યું છે કરોડોનું નુકસાન

સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતની જાહેર ક્ષેત્રની તેલ કંપનીઓ (OMCs) ને દર મહિને અંદાજે 30,000 કરોડ રૂપિયાનું ભારે નુકસાન થઈ રહ્યું છે. એટલે કે દરરોજ આશરે 1000 કરોડ રૂપિયાનું નુકસાન સરકાર અથવા કંપનીઓ સહન કરી રહી છે. આ સ્થિતિ લાંબો સમય ટકાવી રાખવી મુશ્કેલ હોવાથી 15 મે પહેલા ઈંધણના ભાવમાં વધારો કરવામાં આવી શકે છે.

વિશ્વના અન્ય દેશોની સરખામણીએ ભારતની સ્થિતિ

વૈશ્વિક સ્તરે તેલ પુરવઠો ખોરવાતા હોંગકોંગમાં પેટ્રોલનો ભાવ 295 પ્રતિ લીટર અને બ્રિટનમાં 195 સુધી પહોંચી ગયો છે. પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશ જેવા પાડોશી દેશોમાં ઈંધણની રાશનિંગ અથવા ઈમરજન્સી જેવા પગલાં લેવા પડ્યા છે. તેની સરખામણીએ ભારતમાં હજુ પણ ઘણી જગ્યાએ પેટ્રોલ ₹95 ની આસપાસ મળી રહ્યું છે, કારણ કે સરકાર અને તેલ કંપનીઓ લિટર દીઠ આશરે 24 થી 30 સુધીનો બોજ પોતે ઉઠાવી રહી છે.

પુરવઠો જાળવી રાખવા સરકારના પ્રયાસો

ભારતે સ્થિતિ વણસે તે પહેલા જ રશિયા, અમેરિકા અને પશ્ચિમ આફ્રિકાથી તેલની આયાત વધારીને પુરવઠો સ્થિર રાખ્યો છે. દેશની રિફાઈનરીઓ 100% થી વધુ ક્ષમતા પર કામ કરી રહી છે જેથી ઈંધણની અછત ન સર્જાય. જોકે, વૈશ્વિક સંઘર્ષ લાંબો ખેંચાતા હવે પબ્લિક સેક્ટરની કંપનીઓ પર દબાણ વધી ગયું છે, જેની સીધી અસર સામાન્ય જનતાના ખિસ્સા પર આગામી અઠવાડિયામાં જોવા મળી શકે છે.

👉 આ સમાચાર વાચો:
Gold Price Today। સોનું ખરીદવું કે રાહ જોવી? આજે ૯ મેના રોજ સોનાના ભાવ સ્થિર કે વધ્યા? જાણો ૨૪ કેરેટ, ૨૨ કેરેટ અને ૧૮ કેરેટનો તાજો ભાવ

You Might Be Interested In
Join Our WhatsApp Channel

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More