Disha Patani Hollywood Debut|દિશા પટનીનું હોલીવુડમાં ધમાકેદાર ડેબ્યૂ! ‘હોલિગાર્ડ્સ સાગા’ માટે સાઇન કરી મોટી ફિલ્મ; ફેન્સમાં ભારે ઉત્સાહ

Disha Patani Hollywood Debut| બોલિવૂડ બાદ હવે હોલીવુડમાં દિશાનો જાદુ; કેવિન સ્પેસી અને ડોલ્ફ લુંડગ્રેન જેવા દિગ્ગજો સાથે સ્ક્રીન શેર કરશે, ફેન્સમાં ભારે ઉત્સાહ.

by Zalak Parikh
Disha Patani Hollywood Debut|દિશા પટનીનું હોલીવુડમાં ધમાકેદાર ડેબ્યૂ! ‘હોલિગાર્ડ્સ સાગા’ માટે સાઇન કરી મોટી ફિલ્મ; ફેન્સમાં ભારે ઉત્સાહ

 

News Continuous Bureau | Mumbai

Disha Patani Hollywood Debut| બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટની અત્યારે તેના હોલીવુડ ડેબ્યૂને લઈને ભારે ચર્ચામાં છે. ફેશન અને ફિટનેસ દ્વારા ચાહકોના દિલ જીતનાર દિશા હવે પોતાની પ્રથમ હોલીવુડ ફિલ્મ ‘હોલિગાર્ડ્સ સાગા ધ પોર્ટલ ઓફ ફોર્સ’ (Holyguards Saga The Portal of Force) માં જોવા મળશે. આ ફિલ્મમાં તે કેવિન સ્પેસી, ટાયરેસ ગિબ્ઝન અને ડોલ્ફ લુંડગ્રેન જેવા દિગ્ગજ હોલીવુડ સ્ટાર્સ સાથે કામ કરતી જોવા મળશે.

ઉત્તર પ્રદેશથી હોલીવુડ સુધીની સફર

૧૩ જૂન ૧૯૯૨ના રોજ ઉત્તર પ્રદેશના બરેલીમાં જન્મેલી દિશા એક સુશિક્ષિત પરિવારમાંથી આવે છે. તેના પિતા પોલીસ ઓફિસર છે. એન્જિનિયરિંગના અભ્યાસ દરમિયાન જ દિશા મોડેલિંગ તરફ વળી હતી. ૨૦૧૩માં ‘ફેમિના મિસ ઈન્ડિયા ઈન્દોર’ માં ફર્સ્ટ રનર-અપ બન્યા બાદ તેણે અનેક જાણીતી બ્રાન્ડ્સની જાહેરાતોમાં કામ કર્યું અને ગ્લેમર વર્લ્ડમાં પોતાની ઓળખ બનાવી.

તેલુગુ ફિલ્મથી કરી હતી કરિયરની શરૂઆત

દિશાએ પોતાના અભિનય કરિયરની શરૂઆત ૨૦૧૫માં તેલુગુ ફિલ્મ ‘લોફર’ થી કરી હતી. જોકે, તેને અસલી ઓળખ સુશાંત સિંહ રાજપૂત સાથેની ફિલ્મ ‘એમ.એસ. ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી’ થી મળી. આ ફિલ્મ બાદ તે બોલિવૂડની ઉભરતી સ્ટાર બની ગઈ. ત્યારબાદ ટાઈગર શ્રોફ સાથેના મ્યુઝિક વીડિયો ‘બેફિકરા’ એ તેને રાતોરાત સોશિયલ મીડિયા સેન્સેશન બનાવી દીધી હતી.

એક્શન અને ફિટનેસનો સંગમ

દિશા પટની તેની એક્શન ફિલ્મો અને માર્શલ આર્ટ્સ માટે જાણીતી છે. તેણે ‘બાગી ૨’, ‘ભારત’, ‘મલંગ’, ‘યોદ્ધા’ અને ‘કલ્કિ ૨૮૯૮ એડી’ જેવી ફિલ્મોમાં પોતાની અભિનય પ્રતિભા દર્શાવી છે. અગાઉ તે જેકી ચેન સાથે ચાઈનીઝ ફિલ્મ ‘કુંગ ફૂ યોગા’ માં પણ કામ કરી ચૂકી છે. સોશિયલ મીડિયા પર તેના જિમ વર્કઆઉટ અને માર્શલ આર્ટ્સના વીડિયો હંમેશા વાયરલ થતા રહે છે, જે દર્શાવે છે કે તે હોલીવુડના એક્શન રોલ માટે સંપૂર્ણ તૈયાર છે.

👉 આ સમાચાર વાચો:
Yeh Rishta Kya Kehlata Hai Spoiler| પોદ્દાર હાઉસમાં જામશે જંગ! અરમાનના અપમાનનો બદલો લેવા રણચંડી બનશે અભિરા; દાદી સા પણ જોતા રહી જશે આક્રમક અંદાજ

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More