LPG Delivery DAC Update। LPG નવો નિયમ હવે સિલિન્ડર લેતી વખતે DAC કોડ આપવો જ પડશે! ડિલિવરી પ્રક્રિયામાં મોટો ફેરફાર, જાણો શું છે આ નવી એડવાઈઝરી

LPG Delivery DAC Update। ગેસ સિલિન્ડર લેતી વખતે આ સાવધાની રાખજો HP, ઇન્ડેન અને ભારત ગેસે ‘ફેક DAC’ મેસેજથી બચવા ગ્રાહકોને કર્યા સતર્ક; જાણો આજના લેટેસ્ટ ભાવ.

by Zalak Parikh
LPG Delivery DAC Update। LPG નવો નિયમ હવે સિલિન્ડર લેતી વખતે DAC કોડ આપવો જ પડશે! ડિલિવરી પ્રક્રિયામાં મોટો ફેરફાર, જાણો શું છે આ નવી એડવાઈઝરી

 

News Continuous Bureau | Mumbai

LPG Delivery DAC Update। એલપીજી ગેસ સિલિન્ડરની ડિલિવરી હવે સંપૂર્ણપણે DAC કોડ (Delivery Authentication Code) પર આધારિત બની ગઈ છે. આ સિસ્ટમ સિલિન્ડરના વિતરણને સુરક્ષિત બનાવવા અને સાચા ગ્રાહક સુધી પહોંચાડવા માટે લાગુ કરવામાં આવી છે. જોકે, આ દરમિયાન સાયબર ગુનેગારો પણ સક્રિય થયા છે જે ફેક DAC કોડ મોકલીને લોકો સાથે છેતરપિંડી કરી રહ્યા છે.

કેવી રીતે કરશો અસલી DAC મેસેજની ઓળખ?

HPCL એ સોશિયલ મીડિયા પર ગ્રાહકોને સાવધ કર્યા છે કે ઓફિશિયલ મેસેજ હંમેશા “VM-HPGASc-S” જેવા સત્તાવાર sender નેમથી જ આવશે. આ મેસેજમાં 4 અંકોનો OTP હશે, જેનો ઉપયોગ માત્ર સિલિન્ડર લેતી વખતે જ કરવાનો રહેશે. ધ્યાનમાં રાખો કે ગેસ કંપનીના કર્મચારીઓ ક્યારેય ફોન કોલ કે વોટ્સએપ પર અગાઉથી OTP માંગતા નથી. જો કોઈ મેસેજમાં શંકાસ્પદ લિંક હોય, તો તેના પર ક્લિક ન કરવા અપીલ કરવામાં આવી છે.

ઇન્ડેન (Indane) ના ગ્રાહકો માટે મહત્વની ટિપ્સ

ઇન્ડેન ગેસના ગ્રાહકોએ એ વાતની ખાતરી કરવી જોઈએ કે મેસેજ “VK-INDANE” અથવા “VM-INDANE” જેવી ઓફિશિયલ આઈડીથી આવ્યો છે. ઇન્ડેનના મેસેજમાં બુકિંગ અથવા ઇનવોઇસ નંબરની સાથે 6 અંકોનો DAC કોડ હોય છે. સાયબર નિષ્ણાતોના જણાવ્યા મુજબ, જ્યારે ડિલિવરી બોય તમારા ઘરે સિલિન્ડર લઈને પહોંચે ત્યારે જ આ કોડ શેર કરવો જોઈએ, તેનાથી પહેલાં ક્યારેય નહીં.

LPG સિલિન્ડરના આજના લેટેસ્ટ ભાવ

ગેસ કંપનીઓ દ્વારા દેશના વિવિધ શહેરોમાં ઘરેલુ અને કોમર્શિયલ સિલિન્ડરના ભાવ પણ જાહેર કરવામાં આવ્યા છે. બેંગલુરુમાં ઘરેલુ સિલિન્ડર 915.50 અને પટનામાં 1002.50 ના ભાવે મળી રહ્યો છે. જયપુરમાં ઘરેલુ સિલિન્ડર 916.5 અને દેહરાદૂનમાં932 છે. કોમર્શિયલ સિલિન્ડરના ભાવ ઇન્દોરમાં 3176.5 અને રાયપુરમાં 3294.5 ની આસપાસ છે. અંદામાનમાં ઘરેલુ ગેસના ભાવ989 સુધી પહોંચ્યા છે.

👉 આ સમાચાર વાચો:
Kathmandu Airport Plane Fire।નેપાળમાં લેન્ડિંગ દરમિયાન પ્લેનમાં લાગી ભીષણ આગ, ૨૭૮ પ્રવાસીઓના જીવ જોખમમાં મૂકાયા; પાયલટની સતર્કતાથી મોટી હોનારત ટળી

Join Our WhatsApp Channel

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More