IPL 2026। મુંબઈ સામેની શાનદાર જીત બાદ આરસીબીનું પ્લેઓફ કન્ફર્મ! ૯૫% તક સાથે પોઈન્ટ ટેબલમાં મચાવી ધૂમ

IPL 2026। રજત પાટીદારની આગેવાનીમાં બેંગલુરુ પોઈન્ટ ટેબલમાં નંબર1 પર પહોંચ્યું, મુંબઈ ઈન્ડિયન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ ટુર્નામેન્ટમાંથી બહાર.

by Janvi Soni
IPL 2026। મુંબઈ સામેની શાનદાર જીત બાદ આરસીબીનું પ્લેઓફ કન્ફર્મ! ૯૫% તક સાથે પોઈન્ટ ટેબલમાં મચાવી ધૂમ

 

News Continuous Bureau | Mumbai

IPL 2026। આઈપીએલ 2026 માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ શાનદાર પ્રદર્શન કરતા પ્લેઓફમાં પોતાની જગ્યા લગભગ નક્કી કરી લીધી છે. મુંબઈ ઈન્ડિયન્સ સામેની રોમાંચક જીત બાદ આરસીબીના પ્લેઓફમાં પહોંચવાના ચાન્સ વધીને 94.82 ટકા થઈ ગયા છે. 11 મેચોમાં 7 જીત સાથે 14 પોઈન્ટ મેળવી બેંગલુરુ અત્યારે પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને છે. હવે પ્લેઓફમાં સત્તાવાર રીતે ક્વોલિફાય થવા માટે ટીમે બાકીની ત્રણ મેચોમાંથી માત્ર એક જ જીત મેળવવી પડશે.

પ્લેઓફની રેસમાં ટોપ-4 ટીમોની સ્થિતિ

આઈપીએલના આંકડા મુજબ, આરસીબી સિવાય સનરાઈઝર્સ હૈદરાબાદ, ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ પ્લેઓફ માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. હૈદરાબાદના ક્વોલિફાય થવાના ચાન્સ 91.74 ટકા છે, જ્યારે ગુજરાતના 87.53 ટકા અને પંજાબના 84.69 ટકા ચાન્સ છે. જો સમીકરણો આ મુજબ રહ્યા તો ક્વોલિફાયર-1 માં બેંગલુરુ અને હૈદરાબાદ વચ્ચે જંગ જોવા મળી શકે છે.

ચેન્નાઈ અને રાજસ્થાન માટે પ્લેઓફની આશા જીવંત

ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ હાલમાં ટોપ-4 થી બહાર છે, પરંતુ તેમની પ્લેઓફમાં પહોંચવાની આશા હજુ સમાપ્ત થઈ નથી. સીએસકે માટે 58.47 ટકા અને રાજસ્થાન માટે 54.33 ટકા તક રહેલી છે. બીજી તરફ, કોલકાતા નાઈટ રાઈડર્સ અને દિલ્હી કેપિટલ્સની પ્લેઓફમાં પહોંચવાની શક્યતા ઘણી ઓછી છે, જ્યારે મુંબઈ અને લખનઉ સત્તાવાર રીતે રેસમાંથી બહાર થઈ ગયા છે.

ટોપ-2 માં ફિનિશ કરવા માટેની ખેંચતાણ

પ્લેઓફમાં પહોંચવાની સાથે ટીમોની નજર ટોપ-2 માં સ્થાન મેળવવા પર પણ છે, જેથી ફાઈનલ સુધી પહોંચવા માટે બે તક મળી શકે. આરસીબીના ટોપ-2 માં રહેવાના ચાન્સ 63.41 ટકા છે, જે તમામ આઠ ટીમોમાં સૌથી વધુ છે. હૈદરાબાદ પાસે 58.66 ટકા અને ગુજરાત પાસે 54.11 ટકા તક છે. ચેન્નાઈ અને રાજસ્થાન જો પ્લેઓફમાં પહોંચશે તો પણ તેમનું ટોપ-2 માં સ્થાન મેળવવું ઘણું મુશ્કેલ જણાય છે.

👉 આ સમાચાર વાચો:
Rahul Gandhi On PM Modi। શું સોનું ખરીદવું હવે જોખમી છે? પીએમ મોદીની અપીલ બાદ રાહુલ ગાંધી લાલચોળ, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છેડાયું ‘ગોલ્ડ વૉર’

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More