News Continuous Bureau | Mumbai
KSBKBT 2| લોકપ્રિય ટેલિવિઝન શો ‘ક્યોકી સાસ ભી કભી બહુ થી 2’ (KSBKBT 2) માં અત્યારે વિરાણી પરિવાર એક પછી એક મુસીબતોમાં ઘેરાયેલો જોવા મળી રહ્યો છે. આજના એપિસોડમાં હૃદયદ્રાવક વળાંક આવ્યો છે, જ્યાં એક તરફ મિહિર બિઝનેસના કામે અમેરિકા રવાના થાય છે અને બીજી તરફ તેની ગેરહાજરીમાં જ પોલીસ પરિધિની ધરપકડ કરે છે. રણવિજયની હત્યાના સનસનાટીભર્યા આરોપમાં પરિધિને જેલ જવું પડ્યું છે, જેનાથી તુલસી અને આખો પરિવાર સ્તબ્ધ થઈ ગયો છે.
રિયો અને નિયતિ વચ્ચેની ગૂંચવણ
એપિસોડની શરૂઆતમાં કરણ મિહિર અને તુલસીને જણાવે છે કે તેણે રિયો ને બધું સત્ય કહી દીધું છે કે તેની દાદી તુલસીએ જ અંશને ગોળી મારી હતી. આ સાંભળીને પરિવાર ચિંતિત થાય છે. બીજી તરફ રિયો નિયતિ (Niyati) પાસે જાય છે અને તેમની લગ્નની તસવીરો જોવાની જીદ કરે છે. યાદશક્તિ ગુમાવી ચૂકેલી નિયતિ આ સાંભળીને ગભરાઈ જાય છે અને પેનિક એટેકનો શિકાર બને છે, જેનાથી વિરાણી હાઉસમાં તણાવ વધી જાય છે.
મિહિરનું અમેરિકા પ્રયાણ અને પરિધિની ધરપકડ
અમેરિકાની ફેક્ટરીમાં થયેલા અકસ્માતને ઉકેલવા માટે કરણને બદલે મિહિર પોતે ત્યાં જવાનો નિર્ણય કરે છે, જેથી કરણ અત્યારે રેઓ સાથે રહી શકે. મિહિર (Mihir) એરપોર્ટ પર તુલસીને વચન આપે છે કે તે જલ્દી પાછો આવશે. પરંતુ મિહિરના ગયાની ગણતરીની મિનિટોમાં જ પોલીસ ત્યાં પહોંચે છે અને જણાવે છે કે તેમની પાસે પરિધિ (Paridhi) વિરુદ્ધ ધરપકડનું વોરંટ છે. રણવિજયની હત્યામાં એક પ્રત્યક્ષદર્શી સાક્ષી મળ્યો હોવાનો દાવો પોલીસ કરી રહી છે.
શું રિયો અને તુલસી વચ્ચેનો સંબંધ સુધરશે?
પરિધિની ધરપકડથી આખો પરિવાર સદમામાં છે, અને મુન્નીના વર્તનને લીધે પરિસ્થિતિ વધુ વણસે છે. આગામી એપિસોડના પ્રોમો મુજબ, રિયો તુલસીને ફોન કરીને જણાવે છે કે તે શાંતિનિકેતન પરત આવી રહ્યો છે.રિયો નું આ પગલું વિરાણી પરિવારમાં ફરીથી ખુશીઓ લાવશે કે પછી તે બદલો લેવાની ભાવના સાથે આવી રહ્યો છે, તે જોવું રસપ્રદ રહેશે. વિરાણી પરિવાર પર આવેલી આ નવી આફત તુલસી (Tulsi) કઈ રીતે હલ કરશે તે હવે જોવાનું રહેશે.
👉 આ સમાચાર વાચો:
Cannes Film Festival 2026| વિશ્વનો સૌથી મોટો ફિલ્મ ફેસ્ટિવલ કાન્સનો ભવ્ય ઈતિહાસ અને ફિલ્મોના સિલેક્શનનું ગણિત; જાણો બધું જ એક ક્લિક પર