Shashwat Sachdev Dhurandhar Songs Earnings| ૩૦૦૦ કરોડની કમાણી કરનાર ‘ધુરંધર’ના મ્યુઝિક કમ્પોઝરે મચાવી ધમાલ, માત્ર ગીતોથી કરી કરોડોની કમાણી

Shashwat Sachdev Dhurandhar Songs Earnings| શિશુપાત સચદેવ ના ગીતોએ યૂટ્યુબ અને સ્પોટિફાય પર રચ્યો નવો ઇતિહાસ; માત્ર ૬ મહિનામાં સ્પોટિફાય પર ૧.૩ બિલિયન સ્ટ્રીમિંગ અને યૂટ્યુબ પર ૯૩ બિલિયન વ્યૂઝનો રેકોર્ડ.

by Zalak Parikh
Shashwat Sachdev Dhurandhar Songs Earnings| ૩૦૦૦ કરોડની કમાણી કરનાર ‘ધુરંધર’ના મ્યુઝિક કમ્પોઝરે મચાવી ધમાલ, માત્ર ગીતોથી કરી કરોડોની કમાણી

 

News Continuous Bureau | Mumbai

Shashwat Sachdev Dhurandhar Songs Earnings| બોક્સ ઓફિસ પર ૩૦૦૦ કરોડ રૂપિયાથી વધુનું ગ્રોસ કલેક્શન કરીને ઇતિહાસ રચનારી ડિરેક્ટર આદિત્ય ધરની ફિલ્મ ‘ધુરંધર’ (Dhurandhar) હવે તેના સંગીતને કારણે ચર્ચામાં છે. ફિલ્મના બંને પાર્ટ બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થયા બાદ, હવે અહેવાલો સામે આવ્યા છે કે ફિલ્મના નેશનલ એવોર્ડ વિનિંગ મ્યુઝિક કમ્પોઝર શાશ્વત સચદેવના ગીતોએ ડિજિટલ પ્લેટફોર્મ્સ પરથી કરોડો રૂપિયાની કમાણી કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે.

મ્યુઝિક સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સ પરથી ૩૨૫ કરોડની કમાણી

મીડિયા ના અહેવાલ અનુસાર, ‘ધુરંધર’ ફિલ્મના બંને ભાગના ગીતોએ મળીને વિવિધ મ્યુઝિક સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સ પર અંદાજે ૩૨૫ કરોડ (આશરે ૩૯ મિલિયન ડોલર) ની બમ્પર કમાણી કરી છે. આ આંકડા પરથી સાબિત થાય છે કે ‘ધુરંધર’ ફિલ્મને વર્લ્ડવાઇડ સુપરહિટ બનાવવામાં તેના ગીતોનો પણ ખૂબ જ મોટો હાથ રહ્યો છે. શાશ્વત સચદેવ આ સાથે સ્પોટિફાય ઇન્ડિયા પર પણ સૌથી વધુ સાંભળવામાં આવતા ટોપ મ્યુઝિક કમ્પોઝર બની ગયા છે.

યૂટ્યુબ પર ૯૩ બિલિયન વ્યૂઝનો મહારેકોર્ડ

છેલ્લા છ મહિનામાં (નવેમ્બર ૨૦૨૫ થી મે ૨૦૨૬ દરમિયાન) ‘ધુરંધર’ના આલ્બમે સ્પોટિફાય પર ૧.૩ બિલિયન સ્ટ્રીમિંગ અને યૂટ્યુબ પર ૯૩ બિલિયન વ્યૂઝ મેળવીને એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. આ ગીતો માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે પણ ધૂમ મચાવી રહ્યા છે. ‘ધુરંધર’ ના ગીતો સ્પોટિફાય ગ્લોબલ ચાર્ટના ટોપ ૨૦૦ માં સામેલ થયા છે અને દુનિયાભરમાં ટ્રેન્ડ કરતા પ્રતિષ્ઠિત ‘બિલબોર્ડ ચાર્ટ્સ’ પર પણ નંબર ૧ ના સ્થાન પર પહોંચી ચૂક્યા છે.

આદિત્ય ધરની ‘ઉરી’ માટે પણ મળ્યો હતો નેશનલ એવોર્ડ

શાશ્વત સચદેવે આ અગાઉ આદિત્ય ધરની જ બ્લોકબસ્ટર ફિલ્મ ‘ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક’ માટે શાનદાર સંગીત આપ્યું હતું, જેના માટે તેમને નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સિવાય તેમણે ‘કેસરી ચેપ્ટર ૨’ અને ‘ધ બેડ્સ ઓફ બોલિવૂડ’ જેવી ફિલ્મો અને વેબ સિરીઝમાં પણ સંગીત આપ્યું છે. જોકે, ‘ધુરંધર’ દ્વારા તેમને મળેલી સફળતા અત્યાર સુધીની સૌથી મોટી અને ઐતિહાસિક માનવામાં આવી રહી છે.

👉 આ સમાચાર વાચો:
Javed Jaffrey Wife Cheated Mumbai। બોલિવૂડ અભિનેતા જાવેદ જાફરીની પત્ની સાથે ૧૬.૨૪ કરોડની ઠગાઈ BMCના આસિસ્ટન્ટ કમિશનર સહિત ૬ સામે ગુનો, એક ઝડપાયો

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More