Bollywood Plagiarism।એક જ વિદેશી ધૂન અને બોલિવૂડના ૨ સુપરહિટ ગીતો જાણો ક્રેડિટની લડાઈમાં કયા દિગ્ગજો ટકરાયા હતા

Bollywood Plagiarism। બપ્પી લહેરી અને લક્ષ્મીકાંતપ્યારેલાલે આફ્રિકન સિંગર મોરી કાંતેના ગીતમાંથી લીધી હતી ધૂન, વિવાદ છતાં આજે પણ લોકોના દિલ પર રાજ કરે છે ‘તમ્મા તમ્મા’ અને ‘જુમ્મા ચુમ્મા’

by Zalak Parikh
Bollywood Plagiarism।એક જ વિદેશી ધૂન અને બોલિવૂડના ૨ સુપરહિટ ગીતો જાણો ક્રેડિટની લડાઈમાં કયા દિગ્ગજો ટકરાયા હતા

 

News Continuous Bureau | Mumbai

Bollywood Plagiarism।હિન્દી સિનેમાની ઓળખ માત્ર તેની વાર્તાઓથી જ નહીં, પરંતુ તેના સદાબહાર ગીતોથી પણ થાય છે. દાયકાઓ સુધી બોલિવૂડ સંગીતે લોકોના હૃદય પર રાજ કર્યું છે. લગ્ન હોય, પાર્ટી હોય કે કોઈ ઉત્સવ—દરેક પ્રસંગે હિન્દી ફિલ્મી ગીતો અચૂક યાદ આવે છે. પરંતુ આ ચમકતી દુનિયાની પાછળ એક એવું સત્ય પણ છુપાયેલું છે, જેણે ઘણી વખત બોલિવૂડ મ્યુઝિકની વિશ્વસનીયતા પર સવાલો ઊભા કર્યા છે. આ એ સમય હતો જ્યારે વિદેશી ધૂનની નકલ કરીને હિન્દી ગીતો બનાવવા એ સામાન્ય બાબત ગણાતી હતી. ખાસ કરીને ૧૯૮૦ અને ૯૦ના દાયકામાં, જ્યારે ઇન્ટરનેટ નહોતું અને વિદેશી સંગીત સુધી સામાન્ય માણસની પહોંચ નહોતી, ત્યારે મ્યુઝિક ડાયરેક્ટર્સે આ તકનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો હતો.

આફ્રિકન સિંગર મોરી કાંતેના ગીતમાંથી મળી હતી પ્રેરણા

તમને જાણીને નવાઈ લાગશે કે બોલિવૂડના બે દિગ્ગજ સંગીતકારો બપ્પી લહેરી અને લક્ષ્મીકાંત–પ્યારેલાલે એક જ આફ્રિકન ગાયક મોરી કાંતેના ગીતમાંથી પ્રેરણા લીધી હતી. આ બાબતે બંને સંગીતકારો વચ્ચે માત્ર ક્રેડિટ મેળવવાની લડાઈ જ નહોતી થઈ, પરંતુ એકબીજા પર અનૈતિકતાના આરોપો પણ લાગ્યા હતા. ૧૯૮૦ના દાયકાના અંતમાં ગિનીના સિંગર-સોંગ રાઈટર મોરી કાંતેએ તેમનું આલ્બમ ‘અકવાબા બીચ’ રીલીઝ કર્યું હતું. આ આલ્બમના ગીતો ‘તમા’ અને ‘યે કે યે કે’ સમગ્ર વિશ્વમાં ભારે લોકપ્રિય થયા હતા. જ્યારે આ ધૂન ભારતમાં પહોંચી, ત્યારે બોલિવૂડના બે મોટા સંગીતકારોની નજર તેના પર ઠરી હતી.

વર્ષ ૧૯૯૦માં રિલીઝ થયું સુપરહિટ ગીત ‘તમ્મા તમ્મા’

વર્ષ ૧૯૯૦માં આવેલી ફિલ્મ ‘થાનેદાર’માં સંગીતકાર બપ્પી લહેરીએ ‘તમ્મા તમ્મા’ ગીત તૈયાર કર્યું હતું. આ ગીત અભિનેત્રી માધુરી દીક્ષિત અને સંજય દત્ત પર ફિલ્માવવામાં આવ્યું હતું. આ ગીતના ગીતકાર ઇંદીવર હતા અને પ્રખ્યાત કોરિયોગ્રાફર સરોજ ખાને ડાન્સ સ્ટેપ્સ તૈયાર કર્યા હતા. ‘તમ્મા તમ્મા’ ગીત એટલું જબરદસ્ત હિટ રહ્યું હતું કે લોકો આજે પણ આ ગીતના દીવાના છે.

વર્ષ ૧૯૯૧માં ‘જુમ્મા ચુમ્મા’ ગીતે મચાવી ધૂમ અને શરૂ થયો વિવાદ

બીજી તરફ, બરાબર એક વર્ષ પછી એટલે કે ૧૯૯૧માં અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘હમ’ આવી. આ ફિલ્મમાં લક્ષ્મીકાંત–પ્યારેલાલે ‘જુમ્મા ચુમ્મા’ ગીત આપ્યું, જે સુપરસ્ટાર અમિતાભ બચ્ચન અને કિમી કાટકર પર ફિલ્માવાયું હતું. આનંદ બક્ષી આ ગીતના લેખક હતા અને ચિન્ની પ્રકાશે કોરિયોગ્રાફી સંભાળી હતી. આ બંને ગીતો સાંભળવામાં એક સરખા જ લાગતા હતા, કારણ કે બંનેએ મોરી કાંતેના ગીતમાંથી સંગીતના ટુકડાઓ બેઠા ઉપાડ્યા હતા. આ બાબત સામે આવતા જ વિવાદ શરૂ થયો કે ‘પહેલા ગીત કોણે રેકોર્ડ કર્યું?’ લક્ષ્મીકાંત–પ્યારેલાલે દાવો કર્યો કે તેમણે ‘જુમ્મા ચુમ્મા’ પહેલા રેકોર્ડ કરી લીધું હતું અને સ્વીકાર્યું કે તેઓ વિદેશી ધૂનથી પ્રેરિત હતા. જ્યારે બપ્પી લહેરીએ પહેલા આ વિવાદને નકારી કાઢ્યો, પણ પછી દાવો કર્યો કે આ તેમનું ઓરિજિનલ ક્રિએશન છે. બોલિવૂડમાં આવી નકલને પ્લેજિઅરિઝમ ને બદલે ‘પ્રેરણા’ કહીને ટાળી દેવાનો લાંબો ઈતિહાસ રહ્યો છે.

👉 આ સમાચાર વાચો:
Mumbai News। ગોવંડીચેમ્બુર પરિસરને ડ્રગ્સમુક્ત કરવા યુવાસેના મેદાને વિશેષ ઝુંબેશ માટે યુવાસૈનિકો સજ્જ

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More