News Continuous Bureau | Mumbai
Cannes 2026| ફ્રાન્સમાં પ્રતિષ્ઠિત કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ૨૦૨૬ ધામધૂમથી ચાલી રહ્યો છે. ૧૨ મેથી શરૂ થયેલો આ ફેસ્ટિવલ ૨૩ મે સુધી ચાલશે, જેમાં દેશવિદેશના ફિલ્મ અને ફેશન જગતના કલાકારો ભાગ લઈ રહ્યા છે. આલિયા ભટ્ટ, હુમા કુરેશી અને અદિતિ રાવ હૈદરી જેવા ઘણા ભારતીય સેલિબ્રિટીઝ પોતાના ગ્લેમરસ લુકના કારણે હેડલાઇન્સમાં છે. જો કે, વર્ષ ૨૦૦૨થી સતત આ ફેસ્ટિવલમાં આકર્ષણનું કેન્દ્ર બનતી અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન હજુ સુધી રેડ કાર્પેટ પર જોવા મળી નથી. ફેસ્ટિવલ શરૂ થયાને એક સપ્તાહ કરતાં વધુ સમય વીતી ગયો હોવાથી ચાહકોમાં ચિંતા અને અનેક સવાલો ઉભા થયા છે.
અફવાઓ પર લાગી બ્રેક, ફેન્સ માટે આવ્યા સારા સમાચાર
ઐશ્વર્યા રાય કાન્સ ફિલ્મ ફેસ્ટિવલનો એક મહત્વનો ભાગ માનવામાં આવે છે, પરંતુ આ વર્ષે તેની ગેરહાજરીના કારણે સોશિયલ મીડિયા પર એવી અફવાઓ ઉડવા લાગી હતી કે તે આ વખતે ફેસ્ટિવલમાં ભાગ નહીં લે. આ અફવાઓએ ફેન્સને નિરાશ કર્યા હતા. પરંતુ હવે આ બાબતે એક મોટું અપડેટ સામે આવ્યું છે, જેનાથી ચાહકોને રાહત મળી છે. અહેવાલો અનુસાર, ઐશ્વર્યા રાય આ વર્ષે પણ આ પ્રતિષ્ઠિત મહોત્સવમાં ચોક્કસપણે હાજરી આપશે અને ગ્લોબલ સ્ટેજ પર ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
ક્લોઝિંગ સેરેમનીમાં એન્ટ્રી કરશે પૂર્વ વિશ્વ સુંદરી
મીડિયા અહેવાલો અને મની કંટ્રોલના રિપોર્ટ અનુસાર, ઐશ્વર્યા રાય કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના સમાપન સમારોહ એટલે કે ક્લોઝિંગ સેરેમની દરમિયાન રેડ કાર્પેટ પર વૉક કરતી જોવા મળશે. કેટલાક અજ્ઞાત અને અંગત કારણોસર તે અત્યાર સુધી આ ખાસ ઈવેન્ટ માટે ફ્રાન્સ જઈ શકી નથી. પરંતુ ફેસ્ટિવલના અંતિમ દિવસોમાં તે પોતાની અદભુત ફેશન સેન્સથી ફરી એકવાર ચાહકોના દિલ જીતવા માટે તૈયાર છે.
વૈશ્વિક મંચ પર ભારતનું ગૌરવ છે ઐશ્વર્યા રાય
આ વાતમાં કોઈ શંકા નથી કે ઐશ્વર્યા રાય બચ્ચને જ અન્ય ભારતીય સેલિબ્રિટીઝ માટે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ સુધી પહોંચવાનો રસ્તો સરળ બનાવ્યો છે. તે છેલ્લા બે દાયકા કરતાં વધુ સમયથી સતત આ વૈશ્વિક મંચ પર ભારતીય સિનેમા અને ફેશનનું પ્રતિનિધિત્વ કરી રહી છે. દર વર્ષે તેનો લુક આંતરરાષ્ટ્રીય મીડિયામાં ચર્ચાનો વિષય બને છે, અને આ વર્ષે પણ ક્લોઝિંગ સેરેમનીમાં તેની એન્ટ્રી ધમાકેદાર રહેશે તેવી આશા રાખવામાં આવી રહી છે.
👉 આ સમાચાર વાચો:
Dhurandhar| હોલીવુડમાં પણ રણવીર સિંહના નામના સિક્કા પડ્યા! જોન ક્રાસિન્સ્કીએ ‘ધુરંધર’ મૂવીને લઈને આપ્યું મોટું નિવેદન