Ramayana Movie Update રિલીઝ પહેલાં જ શાહરૂખ ખાનની ‘કિંગ’નો રેકોર્ડ તોડશે રણબીર કપૂરની ‘રામાયણ’, ડિસ્ટ્રિબ્યુશન રાઈટ્સ માટે થઈ આટલી મોટી માંગણી

Ramayana Movie Update| ફિલ્મના હિન્દી થિએટ્રિકલ રાઈટ્સ માટે ૪૫૦ કરોડ અને ડિજિટલ રાઈટ્સ માટે ૧,૦૦૦ કરોડની ડીલની આશા સાથે મેકર્સ માલામાલ થશે.

by Zalak Parikh
Ramayana Movie Update રિલીઝ પહેલાં જ શાહરૂખ ખાનની 'કિંગ'નો રેકોર્ડ તોડશે રણબીર કપૂરની 'રામાયણ', ડિસ્ટ્રિબ્યુશન રાઈટ્સ માટે થઈ આટલી મોટી માંગણી

 

News Continuous Bureau | Mumbai

Ramayana Movie Update| બોલિવૂડ સુપરસ્ટાર રણબીર કપૂરની આગામી પૌરાણિક અને મેગા બજેટ ફિલ્મ ‘રામાયણ’ રિલીઝ પહેલાં જ બોક્સ ઓફિસ અને બિઝનેસ માર્કેટમાં ધમાકો મચાવી રહી છે. આ ફિલ્મને લઈને રોજરોજ નવા અહેવાલો સામે આવી રહ્યા છે જે ચાહકોની આતુરતા વધારી રહ્યા છે. હાલમાં જ આ ફિલ્મના ડિસ્ટ્રિબ્યુશન રાઈટ્સ (થિએટ્રિકલ ડિસ્ટ્રિબ્યુશન) અને ઓટીટી ડિજિટલ રાઈટ્સને લઈને એક અત્યંત મોટું અને ચોંકાવનારું અપડેટ સામે આવ્યું છે, જેણે આખી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હલચલ મચાવી દીધી છે. ટ્રેડ એક્સપર્ટ્સના મતે, આ ડીલ થતાંની સાથે જ રણબીરની આ ફિલ્મ શાહરૂખ ખાનની આગામી ફિલ્મ ‘કિંગ’ નો (King) મોટો રેકોર્ડ તોડી નાખશે.

હિન્દી થિએટ્રિકલ રાઈટ્સ માટે ૪૫૦ કરોડની માંગ, ‘કિંગ’ નો રેકોર્ડ જોખમમાં

મીડિયા ના તાજેતરના અહેવાલ અનુસાર, ફિલ્મના પ્રોડ્યુસર નમિત મલ્હોત્રા હાલમાં રામાયણના બે ભાગ વાળા પ્રોજેક્ટના ડોમેસ્ટિક ડિસ્ટ્રિબ્યુશનને લઈને દેશની અગ્રણી અગ્રણી વિતરણ કંપનીઓ સાથે હાઈ-લેવલ વાતચીત કરી રહ્યા છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધુ ચર્ચા આ ફિલ્મના હિન્દી થિએટ્રિકલ રાઈટ્સની કિંમતને લઈને થઈ રહી છે. અહેવાલો મુજબ, મેકર્સે માત્ર હિન્દી વર્ઝનની રિલીઝ માટે આશરે ૪૫૦ કરોડની જંગી રકમની માંગણી કરી છે. જો આ ડીલ ૩૦૦ થી ૪૦૦ કરોડની વચ્ચે પણ ફાઈનલ થશે, તો તે ભારતીય સિનેમાના ઈતિહાસમાં એક નવો રેકોર્ડ સ્થાપિત કરશે. આ સાથે જ કિંગ ખાન શાહરૂખની ‘કિંગ’ ફિલ્મનો રેકોર્ડ તૂટી જશે, જેના રાઈટ્સ આશરે ૨૫૦ કરોડમાં વેચાયા હોવાનું કહેવાય છે.

નેટફ્લિક્સની ૭૦૦ કરોડની ઓફર ઠુકરાવી, ડિજિટલ રાઈટ્સ માટે ૧,૦૦૦ કરોડની આશા

માત્ર સિનેમાઘરોના રાઈટ્સ જ નહીં, પરંતુ ‘રામાયણ’ ની ટીમ ડિજિટલ (ઓટીટી) અને સેટેલાઈટ રાઈટ્સથી પણ ઐતિહાસિક કમાણી કરવાની અપેક્ષા રાખી રહી છે. મનોરંજન જગતમાં વહેતા થયેલા અહેવાલો મુજબ, પ્રોડ્યુસર્સે અગાઉ બંને ભાગોના સ્ટ્રીમિંગ રાઈટ્સ માટે પ્રખ્યાત ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ (Netflix) તરફથી મળેલી આશરે ૭૦૦ કરોડની મોટી ઓફરને સ્પષ્ટપણે ઠુકરાવી દીધી હતી. મેકર્સનું માનવું છે કે ફિલ્મની ભવ્યતાને જોતાં તેઓ માત્ર ડિજિટલ રાઈટ્સ પેટે જ આશરે ૧,૦૦૦ કરોડની મેગા ડીલ ઈચ્છે છે. આ ફિલ્મમાં આશરે ૧૦,૦૦૦ થી વધુ ક્રૂ મેમ્બર્સ કામ કરી રહ્યા હોવાથી આ પણ એક મોટો રેકોર્ડ છે.

👉 આ સમાચાર વાચો:
Chand Mera Dil Review| થિયેટરમાં માથું પકડવા તૈયાર રહેજો! અનન્યા પાંડે અને લક્ષ્યની ફિલ્મ ‘ચાંદ મેરા દિલ’ એ દર્શકોને કર્યા નિરાશ, સોશિયલ મીડિયા પર ઉડી મજાક

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More