US Iran War Threat। ઈરાન પર ગમે ત્યારે હુમલો કરી શકે છે અમેરિકા, વ્હાઇટ હાઉસની હાઈલેવલ બેઠક બાદ ડોનાલ્ડ ટ્રમ્પ એલર્ટ

US Iran War Threat। પેન્ટાગન અને વ્હાઇટ હાઉસમાં સૈન્ય હલચલ તેજ થતાં યુદ્ધની આશંકા વધી, ટ્રમ્પે પોતાના પુત્રના લગ્નમાં જવાનો કાર્યક્રમ પણ કેન્સલ કર્યો.

by Janvi Soni
US Iran War Threat। ઈરાન પર ગમે ત્યારે હુમલો કરી શકે છે અમેરિકા, વ્હાઇટ હાઉસની હાઈલેવલ બેઠક બાદ ડોનાલ્ડ ટ્રમ્પ એલર્ટ

 

News Continuous Bureau | Mumbai

US Iran War Threat। અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલો રાજદ્વારી અને સૈન્ય તણાવ ફરી એકવાર અત્યંત ખતરનાક અને યુદ્ધના સ્તર પર પહોંચી ગયો છે. વૈશ્વિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન ઈરાન પર એક મોટા અને નવા સૈન્ય હુમલાની (Military Strike) તીવ્ર તૈયારીઓમાં વ્યસ્ત છે. જો કે બંને દેશો વચ્ચે પડદા પાછળ વાતચીતના રસ્તા હજુ સંપૂર્ણપણે બંધ નથી થયા, પરંતુ અમેરિકી સંરક્ષણ મંત્રાલય ‘પેન્ટાગન’ અને વ્હાઇટ હાઉસમાં (White House) વધી ગયેલી ઈમરજન્સી હલચલને કારણે ગમે ત્યારે મોટા લશ્કરી એક્શનની આશંકા પ્રબળ બની છે.

ટ્રમ્પે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો અને સીઆઈએ (CIA) ચીફ સાથે યોજી ગુપ્ત બેઠક

પ્રખ્યાત અમેરિકી ન્યૂઝ એજન્સીઓ CBS અને Axios ના અહેવાલો મુજબ, શુક્રવારે મોડી રાત્રે રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતાના ટોચના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો અને લશ્કરી વડાઓ સાથે વ્હાઇટ હાઉસમાં એક હાઈ-લેવલ ગુપ્ત બેઠક યોજી હતી. આ મહત્વપૂર્ણ બેઠકમાં યુએસના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ, સંરક્ષણ મંત્રી પીટ હેગસેથ, સીઆઈએ (CIA) ના ડાયરેક્ટર જોન રેટક્લિફ અને ચીફ ઓફ સ્ટાફ સુઝી વાઇલ્સ સહિતના તમામ શક્તિશાળી અધિકારીઓ હાજર રહ્યા હતા. અહેવાલો એવા પણ છે કે, ઈરાન મોરચે કટોકટી વકરતા અમેરિકી સેનાના કેટલાક જવાનોની ‘મેમોરિયલ ડે’ ની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી છે અને વિદેશોમાં આવેલા યુએસ સૈન્ય મથકો માટે “રિકોલ રોસ્ટર” અપડેટ કરી દેવાયા છે.

પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરના લગ્ન પણ કેન્સલ કરીને વોશિંગ્ટન પરત ફર્યા ટ્રમ્પ

સ્થિતિની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) પોતાના તમામ ખાનગી અને સત્તાવાર પ્રવાસો અચાનક રદ કરી દીધા છે. તેઓ ન્યૂ જર્સી સ્થિત બેડમિન્સ્ટર ગોલ્ફ ક્લબ જવાના હતા, પરંતુ પ્લાન બદલીને તેઓ વોશિંગ્ટન વ્હાઇટ હાઉસમાં જ રોકાઈ ગયા છે. આટલું જ નહીં, તેમણે પોતાના સગા પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરના લગ્નમાં (Son’s Wedding) હાજર રહેવાનો અંગત કાર્યક્રમ પણ કેન્સલ કરવો પડ્યો છે. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ (Truth Social) પર લખ્યું કે, “દેશની અસાધારણ પરિસ્થિતિઓ અને અમેરિકા પ્રત્યેના મારા પ્રેમના કારણે મારું વ્હાઇટ હાઉસમાં હાજર રહેવું અત્યંત અનિવાર્ય બન્યું છે.”

સ્ટીલ્થ બોમ્બર્સનો વીડિયો વાયરલ, પાકિસ્તાન અને કતાર મધ્યસ્થીના પ્રયાસોમાં વ્યસ્ત

આ તણાવ વચ્ચે ટ્રમ્પના નજીકના સલાહકાર ડેન સ્કેવિનોએ સોશિયલ મીડિયા પર અત્યંત શક્તિશાળી ‘B-2 સ્ટીલ્થ બોમ્બર્સ’ (B-2 Stealth Bombers) યુદ્ધવિમાનોનો એક વીડિયો શેર કર્યો છે, જેનાથી ઈરાન પર હવાઈ હુમલાની અટકળો તેજ થઈ છે. અગાઉ પણ આવા વીડિયો બાદ અમેરિકાએ હુમલો કર્યો હતો. ટ્રમ્પે શુક્રવારે કડક લહેજામાં જણાવ્યું કે, ઈરાન પરમાણુ હથિયાર ક્યારેય બનાવી શકે નહીં. બીજી તરફ, આ ભયાનક યુદ્ધને ટાળવા માટે પાકિસ્તાન અને કતાર જેવા દેશો ‘બેકચેનલ ડિપ્લોમેસી’ (ગુપ્ત કૂટનીતિ) માં સક્રિય થયા છે અને પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ આસીમ મુનીર પણ ઈરાનની રાજધાની તેહરાન પહોંચ્યા છે. આ વૈશ્વિક અસ્થિરતા વચ્ચે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો હાલમાં ભારત પ્રવાસે છે, જેના પર આખા એશિયાની નજર ટકેલી છે.

👉 આ સમાચાર વાચો:
Modi Govt Report Card।પીએમ મોદી સમક્ષ રજૂ થયું તમામ મંત્રીઓનું રિપોર્ટ કાર્ડ, જાણો કયા મંત્રાલયનું કામ રહ્યું સર્વશ્રેષ્ઠ

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More