News Continuous Bureau | Mumbai
Sonam Kapoor Anand Ahuja London Flats| બોલિવૂડની પ્રખ્યાત ‘ફેશન ક્વીન’ સોનમ કપૂર અને તેના બિઝનેસમેન પતિ આનંદ આહુજા ફરી એકવાર લંડનમાં કરેલી કરોડો રૂપિયાની પ્રોપર્ટી ડીલનેલઈને આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચામાં આવ્યા છે. લંડનના પોશ વિસ્તાર નોટિંગ હિલમાં ૨૭૦ કરોડ રૂપિયાનો આલીશાન બંગલો ધરાવતા આ હાઈપ્રોફાઈલ કપલે હવે લંડનમાં જ કરોડોની કિંમતના વધુ ૫ નવા ફ્લેટ્સ ખરીદ્યા છે. જો કે, આ નવી પ્રોપર્ટી ખરીદીને કારણે લંડનના સ્થાનિક રહીશો અને કપલ વચ્ચે એક મોટો વિવાદ છેડાયો હોવાના અહેવાલો બ્રિટિશ મીડિયામાં વહેતા થયા છે.
પોતાના પર્સનલ સ્ટાફ માટે ખરીદ્યા ૫૧.૪ કરોડના ૫ લક્ઝરી ફ્લેટ્સ
મીડિયા અહેવાલો અનુસાર, સોનમ કપૂર અને આનંદ આહુજાએ લંડનના રિયલ એસ્ટેટ માર્કેટમાં એક મોટું રોકાણ કર્યું છે. કપલે પોતાના આલીશાન બંગલાની સાવ નજીક આવેલી એક પ્રીમિયમ બિલ્ડિંગમાં જ એકસાથે ૫ ફ્લેટ્સ ખરીદ્યા છે, જેની કુલ કિંમત આશરે ૫૧.૪ કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. રિપોર્ટમાં દાવો કરાયો છે કે સોનમ અને આનંદે આ તમામ ફ્લેટ્સ પોતાના પર્સનલ સ્ટાફ (ઘરના નોકરો અને સુરક્ષા કર્મચારીઓ) ના રહેવા માટે ખરીદ્યા છે જેથી તેઓ બંગલાની નજીક રહી શકે. પરંતુ, એક જ બિલ્ડિંગમાં આટલા બધા ફ્લેટ્સ ખરીદીને સ્ટાફ ક્વાર્ટર્સ બનાવવાની હિલચાલથી ત્યાંના અન્ય રહેવાસીઓ બિલકુલ ખુશ નથી.
રહીશોએ નોંધાવ્યો વિરોધ, ‘સોશિયલ હાઉસિંગ’ માં બદલવાની મળી ધમકી?
બ્રિટિશ ન્યૂઝ એજન્સી ના અહેવાલ મુજબ, આ બિલ્ડિંગના સ્થાનિક બ્રિટિશ રહીશોએ સોનમ કપૂરની આ પ્રોપર્ટી ડીલ સામે સત્તાવાર વાંધો ઉઠાવ્યો છે. રહીશોનો ગંભીર આરોપ છે કે પ્રોપર્ટી મેનેજમેન્ટ કંપનીના પ્રવક્તાએ તેમને એવી ધમકી આપી હતી કે જો તેઓ આ સ્ટાફ ફ્લેટ્સનો સતત વિરોધ કરતા રહેશે, તો આ ફ્લેટ્સને ‘સોશિયલ હાઉસિંગ’ માં (સરકારી સસ્તા આવાસ યોજના, જ્યાં કોઈ પણ સામાન્ય નાગરિક રહી શકે છે) બદલી દેવામાં આવશે. આ ધમકી બાદ સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે અને સોશિયલ મીડિયા પર કપલની ટીકા થઈ રહી છે.
કપલના પ્રતિનિધિએ આપી સત્તાવાર સ્પષ્ટતા, બીજા બાળકના જન્મ બાદ ચર્ચામાં આવ્યા
આ વિવાદ વધુ વકરતા સોનમ કપૂર અને આનંદ આહુજાના સત્તાવાર પ્રતિનિધિએ બ્રિટિશ મીડિયા સમક્ષ સ્પષ્ટતા કરી છે કે કપૂર પરિવારનો આ ધમકી આપનારી કંપની સાથે કોઈ સીધો સંબંધ નથી. આ ફ્લેટ્સ માત્ર એક કાનૂની બિઝનેસ ઇન્વેસ્ટમેન્ટ તરીકે જ ખરીદવામાં આવ્યા છે. જો કે આ વિવાદ પર હજુ સુધી સોનમ કપૂર કે તેના પિતા અનિલ કપૂરે કોઈ અંગત પ્રતિક્રિયા આપી નથી. ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૮ માં લગ્ન કર્યા બાદ સોનમ લંડનમાં શિફ્ટ થઈ ગઈ હતી. વર્ષ ૨૦૨૨ માં તેણે પહેલા પુત્રનું સ્વાગત કર્યું હતું, ત્યારબાદ તાજેતરમાં જ માર્ચ ૨૦૨૬ માં સોનમ અને આનંદ બીજા બાળકના માતા-પિતા બન્યા છે, જેના કારણે કપલ પારિવારિક લાઈફ એન્જોય કરી રહ્યું છે.
👉 આ સમાચાર વાચો:
Hai Jawani Toh Ishq Hona Hai OTT Release| વરુણ ધવનની ફિલ્મ કયા પ્લેટફોર્મ પર થશે સ્ટ્રીમ? ડિજિટલ રાઇટ્સને લઈને મોટો ખુલાસો