PM Modi Norway Visit 2026। પીએમ મોદીને પ્રશ્ન પૂછનાર વિદેશી મહિલા પત્રકાર મુશ્કેલીમાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અચાનક સસ્પેન્ડ

PM Modi Norway Visit 2026। પત્રકાર પરિષદમાં 'પ્રશ્નોના જવાબ કેમ નથી આપતા?' તેવું પૂછનારી હેલે લેંગ સોશિયલ મીડિયા પર થઈ હતી વાયરલ; મેટા કંપનીના એક્શન બાદ એક્સ (X) પર આપી પ્રતિક્રિયા

by Akash Rajbhar
PM Modi Norway Visit 2026। પીએમ મોદીને પ્રશ્ન પૂછનાર વિદેશી મહિલા પત્રકાર મુશ્કેલીમાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અચાનક સસ્પેન્ડ

 

News Continuous Bureau | Mumbai

PM Modi Norway Visit 2026। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિદેશ મુલાકાત દરમિયાન તેમને પ્રશ્ન પૂછીને ચર્ચામાં આવેલી નોર્વેની મહિલા પત્રકાર હેલે લેંગ (Helle Lyng) ની મુશ્કેલીઓ અચાનક વધી ગઈ છે. પીએમ મોદીને પ્રશ્ન પૂછ્યા બાદ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી આ પત્રકારના સત્તાવાર ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ મેટા (Meta) કંપની દ્વારા અચાનક સસ્પેન્ડ એટલે કે બ્લોક કરી દેવામાં આવ્યા છે. એકાઉન્ટ સસ્પેન્ડ થવા પાછળનું સત્તાવાર અને ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી, પરંતુ આ ઘટનાને લઈને ઇન્ટરનેટ અને વૈશ્વિક મીડિયા જગતમાં નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે.

ઓસ્લોની પત્રકાર પરિષદમાં પૂછ્યો હતો તીખો પ્રશ્ન

તાજેતરમાં નોર્વેની રાજધાની ઓસ્લો ખાતે ભારત અને નોર્વેના વડાપ્રધાનોની એક સંયુક્ત પત્રકાર પરિષદ યોજાઈ હતી. આ પરિષદ પૂર્ણ કરીને જ્યારે પીએમ નરેન્દ્ર મોદી બહાર નીકળી રહ્યા હતા, ત્યારે નોર્વેની આ મહિલા પત્રકાર હેલે લેંગે પાછળથી જોરથી બૂમ પાડીને એક તીખો પ્રશ્ન પૂછ્યો હતો. તેમણે પૂછ્યું હતું કે, “વડાપ્રધાન સર, તમે પત્રકારોના પ્રશ્નોના જવાબ કેમ નથી આપતા?” વડાપ્રધાન આ પ્રશ્નનો જવાબ આપ્યા વિના જ આગળ વધી ગયા હતા, પરંતુ આ સમગ્ર ઘટનાનો થોડી સેકન્ડનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં હેલે લેંગ રાતોરાત ઇન્ટરનેટ પર સ્ટાર બની ગઈ હતી.

પ્રશ્ન પૂછ્યા બાદ ભારતીય યુઝર્સ દ્વારા ભારે ટ્રોલિંગ

આ વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર આ પરદેશી પત્રકારને મોટા પાયે ઓનલાઇન ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને ભારતીય સોશિયલ મીડિયા યુઝર્સ તરફથી તેની આ પ્રક્રિયા પર તીખી પ્રતિક્રિયાઓ આપવામાં આવી રહી હતી. આ વિવાદ હજુ શાંત થયો ન હતો ત્યાં જ માર્ક ઝુકરબર્ગની કંપની ‘મેટા’ દ્વારા કોઈ પણ પૂર્વ સૂચના વગર હેલે લેંગના બંને પ્રમુખ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ (ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ) ને પ્લેટફોર્મ પરથી હટાવી દેવામાં આવ્યા હતા, જેનાથી તેના ફોલોઅર્સ પણ આશ્ચર્યમાં મુકાયા છે.

અભિવ્યક્તિની આઝાદી માટે ચૂકવવી પડી નાની કિંમત

પોતાના એકાઉન્ટ્સ બ્લોક થયા બાદ હેલે લેંગે પોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (અગાઉનું ટ્વિટર) પર એક પોસ્ટ શેર કરીને આ અંગે સત્તાવાર માહિતી આપી છે. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું કે, “મારું ફેસબુક અને ઇન્સ્ટા એકાઉન્ટ બ્લોક કરી દેવાયું છે. મારે ઘણા ભારતીય યુઝર્સના પ્રશ્નોના જવાબો આપવા હતા, પરંતુ હવે તેમાં થોડો સમય લાગશે. જો કે, હું આનાથી બિલકુલ દુઃખી નથી, કારણ કે પ્રેસ ફ્રીડમ એટલે કે અભિવ્યક્તિની આઝાદી માટે મારે ચૂકવવી પડેલી આ ખૂબ જ નાની કિંમત છે.” આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર પ્રેસની સ્વતંત્રતાને લઈને ફરી એકવાર નવી ચર્ચાએ જોર પકડ્યું છે.

👉 આ સમાચાર વાચો:
Ahmedabad RBI Chest Theft Case। અમદાવાદમાં ૮.૭૦ કરોડની મેગા લૂંટનો માસ્ટરમાઇન્ડ પકડાયો કચરાની ડોલ, ૯૮ દિવસનું મૌન અને માંદગીની રજા પાછળનું ચોંકાવનારું રહસ્ય!

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More