News Continuous Bureau | Mumbai
Turmeric Ice Cubes for Glowing Skin। ઉનાળાની ઋતુમાં તીવ્ર સૂર્યપ્રકાશ, અસહ્ય ગરમી અને પરસેવાના કારણે મોટાભાગના લોકોને સ્કિન ટેનિંગ (Sun Tanning), ડલનેસ અને ત્વચા કાળી પડી જવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. આ સમસ્યાઓથી છુટકારો મેળવવા અને ત્વચા પર કુદરતી ચમક લાવવા માટે હળદરના આઇસ ક્યુબ (Turmeric Ice Cubes) નો ઉપયોગ એક રામબાણ ઉપાય સાબિત થઈ શકે છે. હળદરમાં કુદરતી રીતે જ એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીઓક્સિડેન્ટ ગુણો રહેલા છે, જે ત્વચા સંબંધિત અનેક સમસ્યાઓને દૂર કરવામાં અત્યંત અસરકારક છે. એક બ્યુટી રિપોર્ટ અનુસાર, રોજ ચહેરા પર હળદરના બરફના ટુકડા લગાવવાથી અદભુત ફાયદા થાય છે.
ટેનિંગ, સોજો અને રેડનેસ થશે ગાયબ
ઉનાળામાં સૂર્યના આકરા કિરણોના કારણે ચહેરા પર થતી બળતરા, લાલાશ (રેડનેસ) અને સોજાને ઓછો કરવા માટે બરફનો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. હળદરમાં ‘કર્ક્યુમિન’ (Curcumin) નામનું ખાસ તત્વ જોવા મળે છે, જે એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણ ધરાવે છે. આ આઇસ ક્યુબ ચહેરા પર લગાવવાથી તડકાથી બળી ગયેલી ત્વચાની રંગત એકદમ સાફ અને ઉજળી બને છે.
પિમ્પલ્સ અને ડાર્ક સ્પોટ્સમાંથી મળશે મુક્તિ
હળદરમાં એન્ટી-ફંગલ અને એન્ટી-બેક્ટેરિયલ ગુણો ભરપૂર માત્રામાં હોય છે, જે ચહેરા પર ખીલ (Piphles) પેદા કરતા બેક્ટેરિયાનો નાશ કરે છે. રોજ સવારે કે રાત્રે હળદરના આઇસ ક્યુબનો ઉપયોગ કરવાથી ચહેરાના કાળા ડાઘ (Dark Spots) અને હાઇપરપીગ્મેન્ટેશન ધીમે-ધીમે આછા થવા લાગે છે. આ સિવાય, તે ત્વચાના ઓપન પોર્સને ટાઈટ કરે છે, ચહેરા પરનું બ્લડ સર્ક્યુલેશન (રક્ત પરિભ્રમણ) વધારે છે અને વધતી ઉંમરની નિશાનીઓ જેવી કે ફાઇન લાઇન્સ અને કરચલીઓ દૂર કરીને ઇન્સ્ટન્ટ ગ્લો આપે છે.
જાણો કેવી રીતે બનાવશો અને ઉપયોગ કરશો?
હળદરના આઇસ ક્યુબ બનાવવા માટે સૌપ્રથમ ૧ મોટી ચમચી કસ્તુરી હળદર (કિચનની હળદરના બદલે ત્વચા માટેની હળદર), અડધો કપ પાણી અને ૨ મોટી ચમચી ફ્રેશ એલોવેરા જેલ (Aloevera Gel) લઈને તેને બરાબર મિક્સ કરી લો. આ મિશ્રણને આઇસ ટ્રેમાં ભરીને ફ્રીઝરમાં થોડા કલાકો માટે જામવા દો. ઉપયોગ કરતી વખતે ખાસ ધ્યાનમાં રાખો કે બરફને ક્યારેય સીધો ચહેરા પર ઘસવો જોઈએ નહીં, કારણ કે તેનાથી ‘આઇસ બર્ન’ (ત્વચા છોલાઈ જવી) થઈ શકે છે. બરફના ટુકડાને હંમેશા એક પાતળા કોટનના (સુતરાઉ) કપડામાં લપેટીને જ ચહેરા પર હળવા હાથે મસાજ કરવો હિતાવહ છે.
(ડિસ્ક્લેમર: આ માહિતી સામાન્ય જાણકારીના હેતુથી લખવામાં આવી છે. ચહેરા પર કોઈ પણ નવો પ્રયોગ કરતા પહેલાં તમારી ત્વચાના પ્રકાર (Skin Type) મુજબ બ્યુટી એક્સપર્ટ અથવા સ્કિન સ્પેશિયાલિસ્ટની સલાહ જરૂર લો.)
👉 આ સમાચાર વાચો:
Apple Benefits on Empty Stomach। અમૃત સમાન છે સવારે ખાલી પેટે સફરજન ખાવું! આ ૫ ભયંકર રોગોને જડમૂળથી કરી નાખશે ગાયબ