Madhuri Dixit Playback Singing Devdas Movie । શું તમે જાણો છો? ‘દેવદાસ’ના આ સુપરહિટ ગીતમાં છુપાયેલો છે માધુરી દીક્ષિતનો અસલી અવાજ!

Madhuri Dixit Playback Singing Devdas Movie । સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘કાહે છેડે મોહે’ ગીતમાં માધુરીએ ગાયા હતા સૂર; પંડિત બિરજુ મહારાજ અને કવિતા કૃષ્ણમૂર્તિ સાથે ખાસ જુગલબંધી

by Zalak Parikh
Madhuri Dixit Playback Singing Devdas Movie । શું તમે જાણો છો? ‘દેવદાસ’ના આ સુપરહિટ ગીતમાં છુપાયેલો છે માધુરી દીક્ષિતનો અસલી અવાજ!

 

News Continuous Bureau | Mumbai

Madhuri Dixit Playback Singing Devdas Movie । બોલિવૂડના દિગ્ગજ ડિરેક્ટર સંજય લીલા ભણસાલીની વર્ષ ૨૦૦૨ માં આવેલી કલ્ટ ક્લાસિક ફિલ્મ ‘દેવદાસ’ (Devdas) આજે પણ તેના ભવ્ય સેટ્સ, શાનદાર ગીતો અને કલાકારોના અભિનય માટે સિનેમા જગતની સર્વશ્રેષ્ઠ ફિલ્મોમાંની એક માનવામાં આવે છે. શાહરૂખ ખાન, ઐશ્વર્યા રાય અને માધુરી દીક્ષિત (Madhuri Dixit) સ્ટારર આ ફિલ્મ વિશે સામાન્ય રીતે લોકો એવું જ જાણે છે કે માધુરીએ આમાં ‘ચંદ્રમુખી’ નો યાદગાર રોલ કર્યો હતો અને ક્લાસિકલ ડાન્સ કર્યો હતો. પરંતુ આ વાત ખૂબ જ ઓછા લોકો જાણે છે કે માધુરી દીક્ષિતે આ ફિલ્મમાં માત્ર એક્ટિંગ કે ડાન્સ નથી કર્યો, પરંતુ એક સુપરહિટ ગીતમાં પ્લેબેક સિંગર તરીકે પોતાનો અવાજ પણ આપ્યો હતો. ૨૭ મે ૨૦૨૬ ના રોજ સોશિયલ મીડિયા પર આ રસપ્રદ માહિતી ભારે ચર્ચા જગાવી રહી છે.

‘કાહે છેડે મોહે’ ગીતમાં ૧ મિનિટ ૧૭ સેકન્ડ પર સંભળાય છે માધુરીનો અવાજ

‘દેવદાસ’ ફિલ્મનું એક અત્યંત લોકપ્રિય અને મુશ્કેલ શાસ્ત્રીય ગીત ‘કાહે છેડે મોહે’ (Kahe Chhed Mohe) માં ઓફિશિયલ પ્લેબેક ક્રેડિટ્સમાં માધુરી દીક્ષિતનું નામ સામેલ છે. જો તમે આ ગીતને ધ્યાનથી સાંભળો તો ગીતની શરૂઆતમાં કથકના મહાન ઉસ્તાદ પંડિત બિરજુ મહારાજનો ક્લાસિકલ અવાજ સંભળાય છે. ત્યારબાદ બરાબર ૧ મિનિટ અને ૧૭ સેકન્ડ પર જે અવાજ અને કવિતાના સૂર સંભળાય છે, તે ખુદ માધુરી દીક્ષિતના છે. માધુરીએ પ્રખ્યાત પ્લેબેક સિંગર કવિતા કૃષ્ણમૂર્તિ અને બિરજુ મહારાજ સાથે મળીને આ ગીતને ગાયું હતું.

ઓન-સ્ક્રીન પર્ફોર્મન્સને રિયલ ટચ આપવા માટે ભણસાલીએ સ્ટુડિયોમાં કરાવ્યું હતું લાઈવ રેકોર્ડિંગ

મીડિયા રિપોર્ટ્સ અને ફિલ્મી ગલિયારાની ચર્ચાઓ અનુસાર, ડિરેક્ટર સંજય લીલા ભણસાલી અને ડાન્સ ગુરુ પંડિત બિરજુ મહારાજ એ આગ્રહ કર્યો હતો કે સ્ક્રીન પર મુદ્રાઓ અને સંગીતના ટ્રેક વચ્ચેનો તફાવત પૂરી રીતે નાબૂદ થાય તે માટે માધુરીનો ઓરિજિનલ લાઈવ અવાજ જ રેકોર્ડ કરવામાં આવે. પંડિત બિરજુ મહારાજે આ આખા ગીતને માત્ર કોરિયોગ્રાફ નહોતું કર્યું પરંતુ તેમાં પોતાના શાસ્ત્રીય કંઠનો જાદુ પણ વેર્યો હતો. કવિતા કૃષ્ણમૂર્તિએ આ ગીત માટે પોતાનો ચોથો ફિલ્મફેર એવોર્ડ જીત્યો હતો અને વર્ષ ૨૦૦૫ માં તેમને પદ્મશ્રીથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

સલમાન ખાન અને કરીના કપૂરને ઓફર થઈ હતી ‘દેવદાસ’

વર્ષ ૨૦૦૨ માં બનેલી ‘દેવદાસ’ તે સમયની સૌથી મોંઘી ફિલ્મ હતી, જે આશરે ૪૪ કરોડ રૂપિયાના બગેટમાં તૈયાર થઈ હતી. આ ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર ૪૧.૬૬ કરોડ નેટ અને વિશ્વભરમાંથી કુલ ૯૯.૮૭ કરોડ રૂપિયાની રેકોર્ડબ્રેક કમાણી કરી હતી. ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, આ ફિલ્મમાં લીડ રોલ માટે શરૂઆતમાં સલમાન ખાન નો સંપર્ક કરવામાં આવ્યો હતો, જ્યારે ચુન્નીલાલના પાત્ર માટે ગોવિંદા અને સૈફ અલી ખાનને ઓફર અપાઈ હતી. એટલું જ નહીં, ઐશ્વર્યા રાય પહેલા ‘પારો’ ના પાત્ર માટે કરીના કપૂરે સ્ક્રીન ટેસ્ટ આપ્યો હતો, પરંતુ તે સમયે કરીનાની ઉંમર નાની હોવાથી તેની માતા બબિતાએ આ ઓફર ઠુકરાવી દીધી હતી.

👉 આ સમાચાર વાચો:
Sara Ali Khan Weight Loss Transformation। પિઝાબ્રાઉની કનેક્શન! સારા અલી ખાને વેઇટ લોસ જર્નીને લઈને કર્યો મોટો ખુલાસો

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More