રશ્મિકા મંદાનાએ જાપાનના ટોક્યોમાં યોજાયેલા ‘ગ્લોબલ એનીમે એવોર્ડ્સ ૨૦૨૬’ માં ભારતનું પ્રતિનિધિત્વ કરીને ફેન્સને ગર્વની ક્ષણ આપી છે
ઇવેન્ટ માટે રશ્મિકાએ એક શાનદાર બ્લેક કલરનો કોકટેલ ગાઉન પસંદ કર્યો હતો, જેમાં તે અત્યંત સુંદર અને ગ્લેમરસ લાગી રહી હતી
રશ્મિકા આ ભવ્ય ઇન્ટરનેશનલ એવોર્ડ શોમાં ખાસ 'પ્રેઝન્ટર' તરીકે સામેલ થઈ હતી
રશ્મિકા અગાઉ ૨૦૨૪ માં પણ આ એવોર્ડ શોનો હિસ્સો બની હતી અને તે સમયે આ ગ્લોબલ સ્ટેજ પર એવોર્ડ પ્રેઝન્ટ કરનારી પ્રથમ ભારતીય સેલિબ્રિટી બની હતી
રશ્મિકા પોતે એક મોટી એનીમે લવર છે. તેણે જણાવ્યું હતું કે જાપાન જવાનું તેનું વર્ષોનું સપનું હતું, જે આ પ્લેટફોર્મના કારણે પૂરું થયું છે