Iran US Aircraft Dispute| ઈરાન અને યુએસ વચ્ચે વધ્યો તણાવ, ફાઈટર પ્લેન ક્રેશ થવાના અહેવાલથી સનસનાટી

Iran US Aircraft Dispute| હોર્મુજની ખાડી પાસે યુદ્ધ જેવી સ્થિતિ દરિયામાં મિસાઈલ લોન્ચિંગ અને ભારે ગોળીબારથી દરિયાકાંઠાના વિસ્તારોમાં દહેશત, ૬૦ દિવસની શાંતિ સમજૂતીની આશાઓ પર ફરી વળ્યું પાણી.

by Akash Rajbhar
Iran US Aircraft Dispute| ઈરાન અને યુએસ વચ્ચે વધ્યો તણાવ, ફાઈટર પ્લેન ક્રેશ થવાના અહેવાલથી સનસનાટી

 

News Continuous Bureau | Mumbai

Iran US Aircraft Dispute| અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી શાંતિ વાટાઘાટોની વચ્ચે ખાડી ક્ષેત્ર (મિડલ ઈસ્ટ) માં એકવાર ફરી પરિસ્થિતિ અત્યંત તણાવપૂર્ણ બની ગઈ છે. શુક્રવારે વહેલી સવારે ઈરાનના દરિયાકાંઠાના પ્રાંત બુશેહર અને સ્ટ્રેટ ઓફ હોર્મુજ (હોર્મુજની ખાડી) માં મિસાઈલ બ્લાસ્ટ અને મોટા ધડાકાઓના અવાજ સંભળાયા હતા. ઈરાની મીડિયાએ દાવો કર્યો છે કે ઈરાનની એર ડિફેન્સ સિસ્ટમે બુશેહર પ્રાંતના જામ વિસ્તારમાં એક અમેરિકન સૈન્ય વિમાનને સફળતાપૂર્વક તોડી પાડ્યું છે. જોકે, અમેરિકાએ ઈરાનના આ તમામ દાવાઓને સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે.

ઈરાની ન્યૂઝ એજન્સીઓનો દાવો: એર ડિફેન્સ સિસ્ટમે દુશ્મનના ફાઈટર જેટને તોડી પાડ્યું

ઈરાનની સત્તાવાર સમાચાર એજન્સીઓ તસ્નીમ અને ફાર્સના અહેવાલો મુજબ, શુક્રવારે વહેલી સવારે બુશેહર પ્રાંતમાં આકાશ અચાનક મિસાઈલોના પ્રકાશ અને વિસ્ફોટોના અવાજોથી ગુંજી ઉઠ્યું હતું. જામ કાઉન્ટીના ગવર્નર મસૂદ તંગેસ્તાનીના હવાલાથી ઈરાની સ્ટેટ ટીવીએ જણાવ્યું કે, ‘આજે રાત્રે અમારી એર ડિફેન્સ સિસ્ટમે દુશ્મનના એક ફાઈટર જેટને ઈન્ટરસેપ્ટ કરીને સફળતાપૂર્વક તોડી પાડ્યું છે.’ ઈરાનનો દાવો છે કે આ એક અમેરિકન સૈન્ય વિમાન હતું. બીજી તરફ, અમેરિકી સત્તાવાળાઓએ ઈરાનના આ દાવાને સંપૂર્ણપણે ખોટો અને અફવા ગણાવ્યો છે. રોઈટર્સના જણાવ્યા અનુસાર, એક વરિષ્ઠ અમેરિકન અધિકારીએ સ્પષ્ટ કર્યું છે કે આ વિસ્તારમાં અમેરિકાના કોઈ પણ વિમાનને કોઈ નુકસાન થયું નથી અને તમામ એરક્રાફ્ટ સુરક્ષિત છે.

હોર્મુજની ખાડીમાં ભારે ગોળીબાર, ઈરાની સેના દ્વારા અનેક મિસાઈલો છોડાતા દહેશત

આ વિમાન દુર્ઘટનાના દાવા પહેલાં ઈરાનની ‘ફાર્સ’ ન્યૂઝ એજન્સીએ અહેવાલ આપ્યો હતો કે ઈરાની સશસ્ત્ર દળોએ દેશના દક્ષિણ ભાગોમાંથી અનેક સૈન્ય મિસાઈલો લોન્ચ કરી છે, જેના ચોક્કસ ઠેકાણાઓ હજુ જાહેર કરાયા નથી. આ સાથે જ ‘તસ્નીમ’ એજન્સીના જણાવ્યા અનુસાર, સ્ટ્રેટ ઓફ હોર્મુજમાં પસાર થતા જહાજોને ચેતવણી આપવા માટે દરિયામાં ભારે ગોળીબાર કરવામાં આવ્યો છે, જેના કારણે તટીય વિસ્તારોમાં ભારે દહેશત અને ગભરાટનો માહોલ છે. આ સૈન્ય કાર્યવાહી એવા સમયે થઈ છે જ્યારે તેના થોડા કલાકો પહેલાં જ ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC) એ હોર્મુજ પાસે ચાર કોમર્શિયલ (વ્યાપારી) જહાજોને નિશાન બનાવ્યા હતા, જેમાંથી કેટલાક જહાજોનો સંબંધ અમેરિકા સાથે હોવાનું કહેવાય છે.

૬૦ દિવસના યુદ્ધવિરામની આશા પર ફિરી વળ્યું પાણી, અમેરિકાએ ઈરાની તેલ પર લગાવ્યા નવા પ્રતિબંધો

નવાઈની વાત એ છે કે આ તાજો સૈન્ય વિવાદ એવા સમયે સામે આવ્યો છે, જ્યારે બંને દેશો વચ્ચે ૬૦ દિવસના અસ્થાયી યુદ્ધવિરામ અને હોર્મુજ જળમાર્ગને ફરીથી ખોલવા માટેના એક મહત્ત્વપૂર્ણ ‘શાંતિ કરાર’ પર સહમતી બનવાના અહેવાલો આવી રહ્યા હતા. જ્યાં એક તરફ રાજદ્વારી ટેબલ પર શાંતિનો નકશો તૈયાર થઈ રહ્યો છે, ત્યાં બીજી તરફ સરહદ પર બંદૂકો ગરજી રહી છે. ગુરુવારે જ અમેરિકાએ ઈરાનના ઓઈલ બિઝનેસ (તેલના વેપાર) પર નવા કડક પ્રતિબંધો લાદવાની જાહેરાત કરી છે. અમેરિકી ટ્રેઝરી વિભાગે ઈરાની ક્રૂડ ઓઈલની હેરફેરમાં સામેલ માર્શલ આઈલેન્ડ, કોમોરોસ અને પનામાના આઠ જહાજોને બ્લેકલિસ્ટ કરી દીધા છે. અમેરિકી ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે જણાવ્યું કે આ પ્રતિબંધોનો મુખ્ય હેતુ ઈરાનને તેલની કમાણી દ્વારા પોતાની સૈન્ય શક્તિ વધારતા અટકાવવાનો છે.

👉 આ સમાચાર વાચો:
Today’s Horoscope : આજનો દિવસ:૨૯ મે ૨૦૨૬, શુક્રવાર, જાણો આપનું રાશિફળ

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More