Commercial LPG Cylinder Price Hike। મોંઘવારીનો વધુ એક ડામ કમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ઝીંકાયો અધધ વધારો, જાણો આજથી તમારા શહેરમાં નવો ભાવ!

Commercial LPG Cylinder Price Hike। નવો મહિનો શરૂ થતા જ ઓઇલ કંપનીઓએ ઝીંક્યો ભાવવધારો હોટેલ, રેસ્ટોરન્ટ અને ઢાબા સંચાલકો પર આર્થિક બોજ વધશે; ઘરવપરાશના રાંધણ ગેસના ભાવ યથાવત રહેતા ગૃહિણીઓને રાહત.

by Akash Rajbhar
Commercial LPG Cylinder Price Hike। મોંઘવારીનો વધુ એક ડામ કમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ઝીંકાયો અધધ વધારો, જાણો આજથી તમારા શહેરમાં નવો ભાવ!

 

News Continuous Bureau | Mumbai

Commercial LPG Cylinder Price Hike। જૂન મહિનાની શરૂઆતની સાથે જ સામાન્ય જનતા અને વેપારીઓ પર મોંઘવારીનો વધુ એક મોટો ફટકો પડ્યો છે. સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ૧૯ કિલોગ્રામ વાળા કમર્શિયલ એલપીજી (LPG) ગેસ સિલિન્ડરની કિંમતોમાં ફરી એકવાર તીવ્ર વધારો ઝીંકી દીધો છે. નવી દરો અનુસાર, દેશની રાજધાની દિલ્હીમાં કમર્શિયલ ગેસ સિલિન્ડર ૪૨ મોંઘો થઈને હવે ૩,૧૧૩.૫૦ નો થઈ ગયો છે. ૧ જૂન ૨૦૨૬ થી અમલમાં આવેલા આ નવા ભાવવધારાના કારણે હોટેલ, રેસ્ટોરન્ટ, ઢાબા અને અન્ય નાનામોટા વ્યવસાયિક ગ્રાહકો પર આર્થિક બોજ ખૂબ વધી જશે. જો કે, દેશની ગૃહિણીઓ માટે રાહતના સમાચાર એ છે કે ૧૪.૨ કિલોગ્રામ વાળા ઘરવપરાશના (ડોમેસ્ટિક) ગેસ સિલિન્ડરના ભાવમાં આ વખતે કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

દિલ્હી અને કોલકાતા સહિતના મહાનગરોમાં કમર્શિયલ સિલિન્ડરના ભાવ રેકોર્ડ સ્તરે

ઓઇલ કંપનીઓ દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આંકડા મુજબ, દેશના જુદા જુદા મહાનગરોમાં કમર્શિયલ ગેસ સિલિન્ડરના દરમાં અલગ-અલગ વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં જ્યાં પ્રતિ સિલિન્ડર ૪૨ વધુ ચૂકવવા પડશે, ત્યાં કોલકાતાના વેપારીઓ પર ૫૩.૫૦ નો મોટો નાણાકીય બોજ પડશે. આ વધારા સાથે કોલકાતામાં કમર્શિયલ સિલિન્ડરની કિંમત ૩,૨૫૫.૫૦ ની નવી ઐતિહાસિક સપાટીએ પહોંચી ગઈ છે. કમર્શિયલ સિલિન્ડરના ભાવ એવા સમયે વધારવામાં આવ્યા છે જ્યારે નાના વેપારીઓ અને હોટેલ ઉદ્યોગ પહેલેથી જ મોંઘા ઈંધણ અને પરિવહન ખર્ચના કારણે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.

નાના વેપારીઓ માટે ૫ કિલોનું FTL સિલિન્ડર પણ મોંઘું, દિલ્હીમાં નવો ભાવ ૮૨૧.૫૦

આ સિવાય ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ નાના ફેરિયાઓ, સ્ટ્રીટ ફૂડ વેન્ડર્સ અને સામાન્ય નાગરિકો દ્વારા વ્યાપકપણે ઉપયોગમાં લેવાતા ૫ કિલોગ્રામના એફટીએલ (FTL) ગેસ સિલિન્ડરની કિંમતમાં પણ ૧૧ નો વધારો ઝીંક્યો છે. આ વધારા બાદ દિલ્હીમાં આ નાનું સિલિન્ડર હવે ૮૨૧.૫૦ ના નવા ભાવે મળશે. આ કિંમતો વધવા છતાં, ૧૪.૨ કિલોના ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવ સ્થિર રાખવામાં આવ્યા હોવાથી મધ્યમવર્ગીય પરિવારોના માસિક બજેટને આ વખતે મોટી રાહત મળી છે.

જાન્યુઆરી ૨૦૨૬ થી સતત વધી રહ્યા છે ભાવ, પાછલા ૬ મહિનામાં કિંમતો બમણી થઈ

નોંધનીય છે કે વર્ષ ૨૦૨૬ ની શરૂઆતથી જ દેશમાં કમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં સતત અને આંચકાજનક વધારો જોવા મળી રહ્યો છે. દિલ્હીમાં જાન્યુઆરી ૨૦૨૬ માં ૧૯ કિલોના વ્યવસાયિક સિલિન્ડરની કિંમત માત્ર ૧,૬૯૧.૫૦ હતી. ત્યારબાદ ફેબ્રુઆરીમાં ૪૯, માર્ચમાં ૧૧૫, એપ્રિલમાં ૧૯૫.૫૦ અને મે મહિનામાં પ્રતિ સિલિન્ડર અધધ ૯૯૩ નો રેકોર્ડબ્રેક વધારો કરવામાં આવ્યો હતો. પાછલા છ મહિનામાં વારંવાર થયેલા આ ભાવવધારાના કારણે જાન્યુઆરીમાં જે સિલિન્ડર ૧,૬૯૧ નું હતું, તે આજે જૂન મહિનાની શરૂઆતમાં વધીને ૩,૧૧૩.૫૦ ના સ્તરે પહોંચી ગયું છે, જેનાથી બજારમાં ખાદ્ય ચીજવસ્તુઓ મોંઘી થવાની સંભાવના વધી ગઈ છે.

👉 આ સમાચાર વાચો:
Today’s Horoscope : આજનો દિવસ:૧ જૂન ૨૦૨૬, સોમવાર, જાણો આપનું રાશિફળ

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More