K. Annamalai New Political Movement ભાજપ છોડતા જ કે. અન્નામલાઈનો મોટો ધડાકો નવી રાજકીય પાર્ટી ‘We The Leader’ ની જાહેરાત

K. Annamalai Launches New Political Movement પૂર્વ આઈપીએસ અધિકારી અન્નામલાઈએ કહ્યું પીએમ મોદી માટે હંમેશા આદર રહેશે, પરંતુ હવે વંશવાદી રાજકારણ સામે નવો મોરચો મંડાશે.

by kalpana Verat
K. Annamalai New Political Movement  ભાજપ છોડતા જ કે. અન્નામલાઈનો મોટો ધડાકો નવી રાજકીય પાર્ટી 'We The Leader' ની જાહેરાત

 

News Continuous Bureau | Mumbai

K. Annamalai New Political Movement તમિલનાડુ ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ કે. અન્નામલાઈએ શુક્રવારે (5 જૂન) ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપીને એક નવા રાજકીય સફરની શરૂઆત કરી છે. તેમણે જાહેરાત કરી છે કે તેઓ આજથી એક નવા રાજકીય આંદોલનનો પ્રારંભ કરી રહ્યા છે અને તેમણે જનતાને આ અભિયાનમાં જોડાવા માટે અપીલ કરી છે. અન્નામલાઈએ પોતાના જૂના દિવસો યાદ કરતા જણાવ્યું કે, તેમણે વર્ષ 2009માં ડીએમડીકે સાથે ઈન્ટર્નશીપ કરી હતી અને વર્ષ 2020માં તેઓ ભાજપમાં જોડાયા હતા, પરંતુ હવે તેઓ એક નવી રાજકીય દિશા તરફ આગળ વધી રહ્યા છે.

K. Annamalai New Political Movement : રજનીકાંતે આપ્યો હતો પોતાની પાર્ટીમાં જોડાવાનો પ્રસ્તાવ

કે. અન્નામલાઈએ એક મોટો ખુલાસો કરતા જણાવ્યું કે, 24 ઓગસ્ટ 2020ના રોજ ભાજપમાં જોડાતા પહેલા સુપરસ્ટાર રજનીકાંતે તેમને ફોન કર્યો હતો. રજનીકાંતે તેમને પોતાની સંભવિત રાજકીય પાર્ટીમાં સામેલ થવા માટે આમંત્રણ આપ્યું હતું. જો કે, અન્નામલાઈએ ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ બી.એલ. સંતોષને પહેલા જ વચન આપી દીધું હોવાથી, તેમણે રજનીકાંતના પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો અને ભાજપનો ભગવો ધારણ કર્યો હતો.

K. Annamalai New Political Movement : નવી પાર્ટી ‘We The Leader’ દ્વારા નેતૃત્વની ટ્રેનિંગ અપાશે

અન્નામલાઈએ સ્પષ્ટ કર્યું કે તેમનો મુખ્ય ઉદ્દેશ્ય જમીની સ્તરની, સ્વચ્છ અને પારદર્શક રાજનીતિની શરૂઆત કરવાનો છે. તેમના આ નવા રાજકીય આંદોલનનું નામ “We The Leader” રાખવામાં આવ્યું છે. આ સાથે જ “APJ Abdul Kalam Ethics in Politics” નામની સંસ્થા દ્વારા આ આંદોલન સાથે જોડાનારા તમામ સભ્યોને રાજકીય અને નૈતિક નેતૃત્વની વિશેષ ટ્રેનિંગ આપવામાં આવશે. તેમણે વધુમાં ઉમેર્યું કે, જ્યારે તેમની નવી રાજકીય પાર્ટીનું સત્તાવાર ગઠન થશે, ત્યારે તેમાં ટર્મ લિમિટ લાગુ કરવામાં આવશે જેથી પરિવારવાદ અને વંશવાદી રાજકારણ પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી શકાય.

K. Annamalai New Political Movement : પીએમ મોદી માટે આદર, પરંતુ નીતિઓ પર મતભેદ સ્પષ્ટ કર્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે વાત કરતા અન્નામલાઈએ કહ્યું કે, તેમના મનમાં પીએમ મોદી માટે હંમેશા સર્વોચ્ચ આદર રહેશે. જો કે, જો કોઈ મુદ્દા પર ભાજપ અને તેમના વિચારો વચ્ચે મતભેદ હશે, તો તે તેને પૂરી ગંભીરતા અને સ્પષ્ટતા સાથે જનતા સામે ઉઠાવશે. તેમણે યાદ અપાવ્યું કે ભાજપમાં રહેવા છતાં તેમણે ત્રિ-ભાષા નીતિનો વિરોધ કર્યો હતો. રાજીનામા અંગે તેમણે જણાવ્યું કે, તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરીને પાર્ટીની ખામીઓ અને પોતાના વિચારો સ્પષ્ટ રીતે રજૂ કર્યા હતા. તેઓ દૂર બેસીને રાજીનામું મોકલનારા નેતા નથી, પરંતુ નેતૃત્વ સામે પોતાની વાત મૂકીને સન્માનજનક રીતે અલગ થયા છે.

👉 આ સમાચાર વાચો:
Rajya Sabha Elections 2026 રાજ્યસભા ચૂંટણીનું રણશિંગું ફૂંકાયું ૧૦ રાજ્યોની ૨૪ બેઠકો પર ૧૮ જૂને મતદાન, બે તૃતીયાંશ બહુમતી મેળવવા ભાજપ લગાવશે એડીચોટીનું જોર

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More