Morbi Highway Accident। ગુજારાતના મોરબીમાં ભયાનક અકસ્માત પૂરપાટ ઝડપે આવતા ડમ્પરે કારને કચડી, એક જ ગામના ૫ આશાસ્પદ યુવકોના કમકમાટીભર્યા મોત

Morbi Highway Accident।મોરબીહળવદ હાઇવે પર ચરડવા ગામ નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત; બાઇક અકસ્માતમાં ઘાયલ મિત્રનો જીવ બચાવવા હોસ્પિટલ જતી વખતે જ કાળનો પંજો ત્રાટક્યો.

by kalpana Verat
Morbi Highway Accident। ગુજારાતના મોરબીમાં ભયાનક અકસ્માત પૂરપાટ ઝડપે આવતા ડમ્પરે કારને કચડી, એક જ ગામના ૫ આશાસ્પદ યુવકોના કમકમાટીભર્યા મોત

 

News Continuous Bureau | Mumbai

Morbi Highway Accident। ગુજરાતના મોરબીહળવદ હાઇવે પરએક અત્યંત હૃદયદ્રાવક અને ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. ચરડવા ગામની સીમમાં આવેલા એક પેટ્રોલ પંપ સામે પૂરપાટ ઝડપે આવી રહેલી કાર અને ફેક્ટરીમાંથી અચાનક બહાર નીકળેલા ડમ્પર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં કારના ફુરચેફુરચા ઊડી ગયા હતા અને કારમાં સવાર ૭ યુવકોમાંથી એક જ ગામના ૫ આશાસ્પદ યુવકોના કરુણ મોત નિપજ્યા છે, જ્યારે અન્ય ૨ યુવકોની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માતના પગલે સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ભારે શોકની લાગણી વ્યાપી ગઈ છે.

ઘાયલ મિત્રની જિંદગી બચાવવા નીકળ્યા હતા

અહેવાલો અનુસાર, આ ભયાનક અકસ્માત પાછળ એક ખૂબ જ કરુણ વાર્તા જોડાયેલી છે. હળવદ તાલુકાના રણછોડગઢ ગામના દિલીપ દહિયાનો ૨૪ વર્ષીય દીકરો પરેશ માનસર ગામ નજીક બાઇક સ્લિપ થવાના કારણે ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે રણછોડગઢ ગામના જ તેના મિત્રો અને અન્ય યુવકો કારમાં બેસાડીને હોસ્પિટલ તરફ ઝડપથી દોડી રહ્યા હતા. રાત્રે ચરડવા ગામ નજીક એક ફેક્ટરીમાંથી અચાનક બહાર આવેલા ડમ્પરના ચાલકે ગફલતભરી રીતે વાહન વાળતા કાર સીધી ડમ્પરની નીચે ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર યુવકો લોખંડના પતરાની વચ્ચે કચડાઈ ગયા હતા.

જેસીબી (JCB) ની મદદથી પતરા કાપીને લાશ બહાર કઢાઈ, ૩ ના ઘટનાસ્થળે જ મોત

અકસ્માતનો જોરદાર અવાજ સાંભળીને આસપાસના સ્થાનિક લોકો અને પેટ્રોલ પંપના કર્મચારીઓ તાત્કાલિક બચાવ કામગીરી માટે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. કાર ડમ્પરની નીચે એટલી ખરાબ રીતે ફસાઈ ગઈ હતી કે અંતે સ્થાનિક લોકોએ જેસીબી (JCB) મશીનની મદદ લેવી પડી હતી. જેસીબી દ્વારા કારના પતરા કાપીને અંદર ફસાયેલા યુવકોને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં ૩ યુવકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય ૨ યુવકોએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો.

મૃતકો અને ઘાયલો એક જ ગામના, રણછોડગઢ ગામમાં આક્રંદ અને માતમનો માહોલ

હળવદ તાલુકા પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં જાન ગુમાવનારા તમામ પાંચેય મૃતકો રણછોડગઢ ગામના રહેવાસી હતા. મૃતકોમાં સુરેશ સિહોરા (૪૫ વર્ષ), વીરમ દહિયા (૨૮ વર્ષ), પરેશ દહિયા (૨૪ વર્ષ), પ્રેમજી દહિયા અને ભરત દહિયાનો સમાવેશ થાય છે. જ્યારે અન્ય બે યુવકો પ્રકાશ દહિયા અને દિલીપ દહિયા હાલ જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે, જેમને વધુ સારવાર માટે મોરબી (Morbi) અને રાજકોટની (Rajkot) સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો હોસ્પિટલ પહોંચ્યો હતો અને તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલીને ડમ્પર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરી છે..

👉 આ સમાચાર વાચો:
Instagram Plus Launch। ઇન્સ્ટાગ્રામ યુઝર્સને મોટો ઝટકો! માર્કેટમાં આવ્યું ‘Instagram Plus’, હવે આ ખાસ ફીચર્સ માટે દર મહિને આપવો પડશે ચાર્જ

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More