Middle East Crisis।ટ્રમ્પના એક નિવેદનથી દુનિયાભરમાં ખળભળાટ; ઈરાનને આપી અત્યાર સુધીની સૌથી મોટી અને કડક ચેતવણી

Middle East Crisis।લેબનોન પર ઈઝરાયેલના એરસ્ટ્રાઈકના જવાબમાં ઈરાને મોડી રાત્રે દાગી સેંકડો મિસાઈલો; નાજુક યુદ્ધવિરામ બાદ ઈરાનનો આ પ્રથમ મોટો હુમલો.

by kalpana Verat
Middle East Crisis।ટ્રમ્પના એક નિવેદનથી દુનિયાભરમાં ખળભળાટ; ઈરાનને આપી અત્યાર સુધીની સૌથી મોટી અને કડક ચેતવણી

 

News Continuous Bureau | Mumbai

Middle East Crisis। મિડલ ઈસ્ટ (પશ્ચિમ એશિયા) માં ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલો ભયાનક તણાવ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. ઈઝરાયેલ પર ઈરાન દ્વારા કરવામાં આવેલા તાજેતરના જોરદાર મિસાઈલ હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં યુદ્ધની જ્વાળાઓ ફરી એકવાર ભડકી ઉઠી છે.વૈશ્વિક અહેવાલો અનુસાર, ઈરાનની આ સૈન્ય કાર્યવાહી પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અત્યંત આક્રમક પ્રતિક્રિયા આપી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈરાનને કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે તે ઈઝરાયેલ પરના હુમલા તાત્કાલિક રોકે, નહિતર લાંબી ચર્ચા બાદ નક્કી થયેલી શાંતિ અને સીઝફાયરની મહત્વપૂર્ણ ડીલ કાયમ માટે અટકી શકે છે.

વેસ્ટ બેંકના આકાશમાં દેખાઈ મિસાઈલો, ઈઝરાયેલે આપી જવાબી હુમલાની ભયાનક ધમકી

ઈઝરાયેલી સૈન્ય પ્રશાસને સત્તાવાર દાવો કર્યો છે કે રવિવાર મોડી રાત્રે ઈરાન તરફથી ઈઝરાયેલના સરહદી વિસ્તારોને નિશાન બનાવીને ભારે માત્રામાં બેલિસ્ટિક મિસાઈલો દાગવામાં આવી હતી. ઈઝરાયેલના કબજા હેઠળના વેસ્ટ બેંકના આકાશમાં રાત્રિના સમયે સેંકડો મિસાઈલો સળગતી રેખાઓની જેમ પસાર થતી જોવા મળી હતી, જેના લીધે સમગ્ર દેશમાં સાયરન વાગવા લાગ્યા હતા. આ હુમલા બાદ ઈઝરાયેલે પણ ઈરાનને બરબાદ કરી નાખવાની અને વળતો ભયાનક પ્રહાર કરવાની સત્તાવાર ધમકી આપી છે. જો કે, પ્રાથમિક અહેવાલો મુજબ આ મિસાઈલ વર્ષામાં હજી સુધી કોઈ પણ નાગરિકના હતાહત થવાના સત્તાવાર સમાચાર નથી.

બેરૂતમાં હિઝબુલ્લાહના ઠેકાણા પર એરસ્ટ્રાઈકનો બદલો, લેબનોનમાં ૨ ના મોત અને ૨૦ ઘાયલ

ઈરાને આ હુમલા અંગે સત્તાવાર નિવેદન જારી કરીને જણાવ્યું છે કે લેબનોનની રાજધાની બેરૂતમાં ઈઝરાયેલી સેના દ્વારા રવિવારે કરવામાં આવેલા હવાઈ હુમલાના જવાબમાં આ કાર્યવાહી કરવામાં આવી છે. ઈઝરાયેલે બેરૂતના દક્ષિણી ઉપનગરોમાં આવેલા ઈરાન સમર્થિત સંગઠન હિઝબુલ્લાહના સૈન્ય ઠેકાણાઓ પર બોમ્બમારો કર્યો હતો. લેબનોનના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઈઝરાયેલના આ હવાઈ હુમલામાં એક રહેણાંક ઈમારત ધરાશાયી થતાં બે લોકોના કરુણ મોત નીપજ્યા છે અને ૨૦ થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તેહરાને (ઈરાન) અગાઉ જ ચેતવણી આપી હતી કે જો લેબનોન પર હુમલો થશે, તો તે ઈઝરાયેલને છોડશે નહીં.

અમેરિકાની મધ્યસ્થતાના પ્રયાસોને લાગ્યો મોટો આંચકો, હિઝબુલ્લાહે સીઝફાયર ફગાવ્યું

ઈઝરાયેલી વહીવટીતંત્રે જણાવ્યું કે, એપ્રિલ મહિનાની શરૂઆતમાં અમેરિકાની મધ્યસ્થતામાં અમલી બનેલા અત્યંત નાજુક સીઝફાયર (યુદ્ધવિરામ) બાદ ઈરાન તરફથી કરવામાં આવેલો આ પ્રકારનો પ્રથમ સીધો મિસાઈલ હુમલો છે. આ આક્રમક પગલાના કારણે મિડલ ઈસ્ટમાં કાયમી શાંતિ સ્થાપવા માટે અમેરિકા, ઈજિપ્ત અને કતાર દ્વારા કરવામાં આવી રહેલા રાજદ્વારી પ્રયાસો વધુ જટિલ અને મુશ્કેલ બની ગયા છે. આ વિવાદની વચ્ચે એ પણ સામે આવ્યું છે કે લેબનોન અને ઈઝરાયેલની સરકારો વચ્ચે અમેરિકાની યજમાનીમાં યુદ્ધવિરામ પર સહમતિ બની હતી, પરંતુ હિઝબુલ્લાહ સંગઠને આ કરારને સરેઆમ ફગાવી દઈને ઈઝરાયેલ પર ગોળીબાર ચાલુ રાખ્યો હતો, જેના કારણે ઈઝરાયેલે વળતો હુમલો કરવો પડ્યો હતો.

👉 આ સમાચાર વાચો:
LPG Price Hike 2026। રાંધણ ગેસના ભાવ વધતા જનતા પરેશાન; સરકારે પાકિસ્તાન અને શ્રીલંકાના આંકડા બતાવીને કહી આ મોટી વાત

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More