News Continuous Bureau | Mumbai
Gold Rates Today ભારતીય શેરબજારની રેકોર્ડબ્રેક તેજી અને મજબૂત થઈ રહેલા રૂપિયાના કારણે સોના અને ચાંદી ની ચમક સતત ત્રીજા દિવસે પણ ઝાંખી પડી છે. આંતરરાષ્ટ્રીય બજારની સકારાત્મક અસરોને લીધે ૨૪ કેરેટ અને ૨૨ કેરેટ સોનાના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. આ સાથે જ બે દિવસ સ્થિર રહ્યા બાદ ચાંદીના ભાવમાં પણ પ્રતિકિલો ૧०० રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે.
Gold Rates Today – અમેરિકા-ઈરાન શાંતિ કરારની કિંમતો પર સીધી અસર
બજારના વિશ્લેષકોના જણાવ્યા અનુસાર, ૧૯ જૂનના રોજ જિનીવા ખાતે અમેરિકા અને ઈરાન વચ્ચે થનારા ઐતિહાસિક શાંતિ કરાર પર સોના-ચાંદીની આગામી ચાલ નિર્ભર રહેશે. જો બંને દેશો વચ્ચેની વાર્તા સફળ રહેશે તો વૈશ્વિક સ્તરે ભૌગોલિક-રાજકીય તણાવ ઓછો થશે, જેના કારણે ‘સેફ ઇન્વેસ્ટમેન્ટ’ (સુરક્ષિત રોકાણ) ગણાતા સોના-ચાંદીની માંગ બજારમાં ઘટશે અને કિંમતો હજુ પણ નીચે આવી શકે છે.
Gold Rates Today – દેશના મુખ્ય શહેરોમાં સોનાનો આજનો ભાવ
આજે ગુરુવારે દિલ્હી, મુંબઈ અને અમદાવાદ સહિતના મુખ્ય શહેરોમાં સોનાના ભાવમાં ઘટાડો થયો છે. ૨૪ કેરેટ, ૨૨ કેરેટ અને ૧૮ કેરેટ સોનાનો ૧૦ ગ્રામનો તાજો ભાવ નીચે મુજબ છે:
અમદાવાદ: ૨૪ કેરેટ – ૧,૫૧,૧૪૦ | ૨૨ કેરેટ – ૧,૩૮,૫૪૦ | ૧૮ કેરેટ – ૧,૧૩,૩૬૦
મુંબઈ: ૨૪ કેરેટ – ૧,૫૧,૦૯૦ | ૨૨ કેરેટ – ૧,૩૮,૪૯૦ | ૧૮ કેરેટ – ૧,૧૩,૩૧૦
દિલ્હી: ૨૪ કેરેટ – ૧,૫૧,૨૪૦ | ૨૨ કેરેટ – ૧,૩૮,૬૪૦ | ૧૮ કેરેટ – ૧,૧૩,૪૬૦
ચેન્નાઈ: ૨૪ કેરેટ – ૧,૫૩,૦૫૦ | ૨૨ કેરેટ – ૧,૪૦,૨૯૦ | ૧૮ કેરેટ – ૧,૧૭,૪૯૦
Gold Rates Today – ચાંદીના ભાવમાં પણ સોનાની જેમ જ નરમાઈ
સોનાની જેમ જ ચાંદીના ભાવમાં પણ ઘટાડો નોંધાયો છે. દિલ્હી, મુંબઈ અને કોલકાતામાં ચાંદીનો ભાવ પ્રતિકિલો ૧०० રૂપિયા ઘટીને ૨,૬૪,૯०० રૂપિયા પર પહોંચી ગયો છે. જ્યારે દેશના મુખ્ય મહાનગરોમાં ચેન્નાઈમાં ચાંદી સૌથી મોંઘી વેચાઈ રહી છે, જ્યાં એક કિલો ચાંદીની કિંમત ૨,૭૪,૯०० રૂપિયા સુધી નોંધાઈ છે. લગ્નસરાની સિઝન પહેલાં સોના-ચાંદીના ભાવ ઘટતાં ગ્રાહકોમાં ખુશીનો માહોલ છે.
👉 આ સમાચાર વાચો:
Maharashtra Political Twist એકનાથ શિંદેને લાગ્યો જોરદાર ઝટકો! ઠાકરે સેનાના સાંસદોએ સહી ન કરીને મહારાષ્ટ્ર પોલિટિક્સમાં મચાવ્યો હડકંપ