3 Idiots Sequel Story Update આખરે આવી ગઈ ‘૩ ઇડિયટ્સ ૨’ ની સ્ટોરી લાઇન; જાણો હવે રેંચો અને તેના દોસ્તો કઈ નવી મુસીબતમાં ફસાશે

3 Idiots Sequel

by Zalak Parikh
3 Idiots Sequel Story Update  આખરે આવી ગઈ ‘૩ ઇડિયટ્સ ૨’ ની સ્ટોરી લાઇન; જાણો હવે રેંચો અને તેના દોસ્તો કઈ નવી મુસીબતમાં ફસાશે

 

News Continuous Bureau | Mumbai

 Idiots Sequel Story Update આમિર ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ ‘૩ ઇડિયટ્સ’ના સિક્વલને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર ફિલ્મની વાર્તાને લઈને અનેક અટકળો ચાલી રહી હતી. આ તમામ અફવાઓ વચ્ચે હવે ખુદ નિર્દેશક રાજકુમાર હિરાનીએ સ્પષ્ટતા કરી દીધી છે કે સિક્વલની વાર્તા કઈ દિશામાં આગળ વધશે અને આ વખતે દર્શકો માટે શું ખાસ હશે.

3 Idiots Sequel Story Update – કોલેજ લાઈફ નહીં પણ જોવા મળશે ‘મિડ લાઈફ ક્રાઈસીસ’

સુપરહિટ ફિલ્મ ‘૩ ઇડિયટ્સ’ના પહેલા ભાગમાં કોલેજ લાઈફ અને ત્યાંના સંઘર્ષોને વાર્તામાં વણી લેવામાં આવ્યા હતા, પરંતુ સિક્વલમાં કોલેજનો કોઈ એંગલ જોવા નહીં મળે. મીડિયા સાથેની વાતચીતમાં રાજકુમાર હિરાનીએ જણાવ્યું હતું કે, ફિલ્મમાં મુખ્યત્વે એ બતાવવામાં આવશે કે ૧૫ થી ૨૦ વર્ષ પછી ત્રણેય મિત્રો—રેંચો, ફરહાન અને રાજુની જીંદગી કયો નવો વળાંક લઈ રહી છે. હવે આ ત્રણેય મિત્રોના લગ્ન થઈ ચૂક્યા છે અને તેઓ બાળકોના પિતા બની ગયા છે. આથી સિક્વલમાં તેઓ પોતાની જીંદગીના મિડ લાઈફ ક્રાઈસીસ એટલે કે આધેડ વયની સમસ્યાઓમાંથી પસાર થતા જોવા મળશે.

3 Idiots Sequel Story Update – વાર્તામાં હજુ ઘણું કામ બાકી છે

ડાયરેક્ટરે વધુમાં જણાવ્યું કે ફિલ્મની પટકથા અને અન્ય પાસાઓ પર હજુ ઘણું કામ કરવાનું બાકી છે. વાર્તામાં એ જોવાનું રસપ્રદ રહેશે કે કોલેજમાં ‘ઓલ ઇઝ વેલ’નો મંત્ર આપનારા આ ત્રણ મિત્રો જ્યારે વ્યવહારિક અને કૌટુંબિક જીવનની નવી પરેશાનીઓનો સામનો કરશે, ત્યારે તેમની જીંદગી કેવો આકાર લેશે. આમિર ખાનની આ આગામી ફિલ્મની સત્તાવાર જાહેરાત થઈ ત્યારથી જ ચાહકો એ જાણવા માટે આતુર હતા કે વાર્તા અગાઉ જ્યાં પૂરી થઈ હતી ત્યાંથી આગળ વધશે કે પછી લાંબો લીપ લેવામાં આવશે.

3 Idiots Sequel Story Update – ઓરિજિનલ ફિલ્મની જેમ આ વખતે પણ મળશે મોટો મેસેજ

વર્ષ ૨૦૦૯માં આવેલી મૂળ ફિલ્મમાં રેંચોના પાત્ર દ્વારા એવો સંદેશ આપવામાં આવ્યો હતો કે કોઈ રેસમાં દોડવા કરતાં માણસે પોતાના પેસિગ એટલે કે જુસ્સાને ફોલો કરવો જોઈએ, તો જ સફળતા મળી શકે છે. રાજકુમાર હિરાનીએ કન્ફર્મ કર્યું છે કે, ઓરિજિનલ ફિલ્મની જેમ જ આ સિક્વલમાં પણ દર્શકો માટે એક છુપાયેલો સામાજિક સંદેશ હશે, જે ખૂબ જ મોટો અને પ્રભાવશાળી સાબિત થશે. કૌટુંબિક જવાબદારીઓ વચ્ચે પોતાના અસ્તિત્વને ટકાવી રાખવાની આ વાર્તા દર્શકોને ફરી એકવાર મનોરંજન સાથે ગંભીર વિચાર આપશે.

👉 આ સમાચાર વાચો:
Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2 Leap Twist દર્શકોના હોશ ઉડી જશે! ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી ૨’ માં દસ વર્ષનો લીપ અને એન્ટ્રી લેશે આ નવા ચહેરા

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More