કરોડો લોકોના દિલ પર રાજ કરનારી માધુરી દીક્ષિતે પોતાનું શરૂઆતી શિક્ષણ મુંબઈની ‘ડિવાઇન ચાઇલ્ડ હાઇ સ્કૂલ’ માંથી પૂરું કર્યું હતું 

સ્કૂલનો અભ્યાસ પૂરો કર્યા બાદ તેમણે મુંબઈની સથાએ કોલેજમાં B.Sc. (માઇક્રોબાયોલોજી) માં એડમિશન લીધું હતું. 

માધુરીએ એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે ધોરણ ૧૨ પછી જ તેમને પહેલી ફિલ્મ ઓફર થઈ ગઈ હતી, જેના કારણે B.Sc. ના ફર્સ્ટ યર માં જ તેમણે અભ્યાસ છોડી દીધો હતો 

માધુરી દીક્ષિતનું અભિનેત્રી બનવું ક્યારેય સપનું નહોતું. પહેલી ફિલ્મ ‘અબોધ’ કર્યા પછી તેઓ ઘણી કન્ફ્યુઝ હતી, પરંતુ બાદમાં તેમણે આ જ ફિલ્ડમાં કરિયર બનાવવાનું નક્કી કર્યું. 

વર્ષ ૧૯૮૮માં આવેલી ફિલ્મ ‘તેજાબ’ અને તેના સુપરહિટ ગીત ‘એક દો તીન’ એ માધુરી દીક્ષિતને રાતોરાત બોલીવુડની સુપરસ્ટાર બનાવી દીધી હતી 

૧૯૯૨માં આવેલી ફિલ્મ ‘બેટા’ ના ગીત ‘ધક-ધક કરને લગા’ એ તેમને બોલીવુડની ‘ધક-ધક ગર્લ’ નું કાયમી બિરુદ અપાવ્યું 

વર્ષ ૨૦૨૨માં તેમણે નેટફ્લિક્સની વેબ સિરીઝ ‘ધ ફેમ ગેમ’ થી OTT ડેબ્યુ કર્યું 

‘મિસેસ દેશપાંડે’ માં દિલ જીત્યા બાદ, હાલમાં માધુરી દીક્ષિતની ફિલ્મ ‘મા બહેન’ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ છે 

બ્લુ સાટીન બેકલેસ ડ્રેસ માં જોવા મળ્યો અંકિતા લોખંડે નો ગ્લેમરસ અવતાર, તસવીરો જોઈ ચાહકો થયા દીવાના

Arrow