Lucknow Aliganj Fire Accident લખનૌમાં ભયાનક અગ્નિકાંડ એનિમેશન સ્ટુડિયો બિલ્ડિંગની આગમાં ૧૫ યુવાનોના દર્દનાક મોત, લાલચ અને લાપરવાહીએ લીધો ભોગ

Lucknow Aliganj Fire Accident રેસિડેન્શિયલ બિલ્ડિંગને ગેરકાયદેસર રીતે કોમર્શિયલ કૉમ્પ્લેક્સમાં ફેરવાયું હતું; સીએમ યોગી એક્શનમાં, ૪ આરોપીઓની ધરપકડ અને ૪ અધિકારીઓ સસ્પેન્ડ

by kalpana Verat
Lucknow Aliganj Fire Accident  લખનૌમાં ભયાનક અગ્નિકાંડ એનિમેશન સ્ટુડિયો બિલ્ડિંગની આગમાં ૧૫ યુવાનોના દર્દનાક મોત, લાલચ અને લાપરવાહીએ લીધો ભોગ

News Continuous Bureau | Mumbai

Lucknow Aliganj Fire Accident ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના અલીગંજ વિસ્તારમાં એક એનિમેશન સ્ટુડિયો અને કોચિંગ સેન્ટર ધરાવતી ત્રણ માળની બિલ્ડિંગમાં લાગેલી ભીષણ આગમાં ૧૫ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. મૃતકોમાં મોટાભાગના ઉનાળાના વેકેશનમાં ક્લાસ લેવા આવેલા વિદ્યાર્થીઓ અને યુવા આર્ટિસ્ટ સામેલ છે. બિલ્ડિંગમાં અવરજવર માટે માત્ર એક જ સાંકડો રસ્તો હોવાથી અને ફાયર સેફ્ટીના નિયમોનો સરેઆમ ભંગ થવાને કારણે આ સામાન્ય આગ થોડી જ વારમાં મોટી કરૂણાંતિકામાં ફેરવાઈ ગઈ હતી.

Lucknow Aliganj Fire Accident – બાથરૂમમાં છુપાયા અને બારીમાંથી કૂદ્યા છતાં કાળ આંબી ગયો

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, મંગળવારે વહેલી સવારે જ્યારે બિલ્ડિંગમાં આગ લાગી ત્યારે અંદર ફસાયેલા વિદ્યાર્થીઓ મદદ માટે બૂમો પાડવા લાગ્યા હતા. બિલ્ડિંગની બીજી મંજિલ પર આવેલા ‘લર્નિંગ સ્પેસ’ કોચિંગ સેન્ટર અને ‘હેડ હોપર સ્ટુડિયો’ નામના એનિમેશન સ્ટુડિયોમાં આશરે ૩૦ થી વધુ લોકો હાજર હતા. આગનો કાળો ધુમાડો આખી બિલ્ડિંગમાં ફેલાઈ જતાં કેટલાક વિદ્યાર્થીઓએ બચવા માટે પોતાને બાથરૂમમાં બંધ કરી દીધા હતા, તો એક યુવકે બારીમાંથી નીચે છલાંગ લગાવી દીધી હતી જે ગંભીર રીતે ઘાયલ થયો હતો. સ્થાનિક લોકો અને ૧૯ દમકલોની મદદથી કલાકો સુધી ચાલેલા રેસ્ક્યુ ઓપરેશન બાદ ૧૫ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા, જે જોઈને હાજર સૌ કોઈના કલેજા કંપી ઉઠ્યા હતા.

Lucknow Aliganj Fire Accident – ૨૦૧૪ માં રહેણાંક મકાનને નિયમો વિરૂદ્ધ કોમર્શિયલ બનાવાયું

આ ભયાનક અકસ્માત બાદ બિલ્ડિંગના બાંધકામ અને મંજૂરીને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે. હાઉસ ટેક્સના રેકોર્ડ મુજબ, આ બિલ્ડિંગ મૂળભૂત રીતે રેસિડેન્શિયલ (રહેણાંક) હેતુ માટે મંજૂર કરવામાં આવી હતી. પરંતુ વર્ષ ૨૦૧૪ માં લોભ અને લાલચમાં નિયમોની એસીતૈસી કરીને તેને કોમર્શિયલ કૉમ્પ્લેક્સમાં ફેરવી દેવાયું હતું. બિલ્ડિંગના માલિકો વીરેન્દ્ર પ્રસાદ શુક્લા, સુરેન્દ્ર શુક્લા અને ધીરેન્દ્ર શુક્લાએ ક્યારેય ફાયર ડિપાર્ટમેન્ટ પાસેથી એનઓસી (NOC) લેવાની તસ્દી લીધી નહોતી. નિયમોની ખામીનો ફાયદો ઉઠાવીને બિલ્ડિંગના બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોર પર પેટ શોપ અને વેટરનરી ક્લિનિક પણ ચલાવવામાં આવી રહ્યું હતું, જ્યાં આગમાં કેટલાય મૂંગા પ્રાણીઓ પણ હોમાયા હોવાની આશંકા છે.

Lucknow Aliganj Fire Accident – સીએમ યોગી આદિત્યનાથ ઘટનાસ્થળે, ૪ ની ધરપકડ

આ ઘટનાની ગંભીરતાને જોતાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પોતાનો અલીગઢનો પ્રવાસ અધવચ્ચે છોડીને લખનૌ દોડી આવ્યા હતા. તેમણે ઘટનાસ્થળની મુલાકાત લીધી અને KGMU હોસ્પિટલમાં ઘાયલોની ખબર અંતર પૂછી કડક એક્શનના નિર્દેશ આપ્યા હતા. સીએમના આદેશ પર બેદરકારી બદલ ચાર જવાબદાર અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા અલીગંજ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) અને ફાયર સર્વિસ એક્ટ હેઠળ ગુનો નોંધીને મુખ્ય આરોપીઓ વીરેન્દ્ર પ્રસાદ શુક્લા, રામકૃષ્ણ ઉપાધ્યાય, ક્રિષ્ણા જાયસ્વાલ અને તુશાંક જાયસ્વાલ સહિત ૪ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે અને અન્ય દોષિતોની શોધખોળ ચાલુ છે.

👉 આ સમાચાર વાચો:
Today’s Horoscope : આજનો દિવસ:૨૩ જૂન ૨૦૨૬, મંગળવાર, જાણો આપનું રાશિફળ

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More