News Continuous Bureau | Mumbai
Pune Murder Case મહારાષ્ટ્રના પુણેના ચર્ચિત અને ચકચારી બિઝનેસમેન કેતન અગ્રવાલ હત્યાકાંડમાં (Ketan Agarwal Murder Case) હવે કોર્ટમાં કાનૂની પ્રતિનિધિત્વ અને વકીલની વરણીને લઈને એક નવો મોટો વિવાદ ઊભો થયો છે. આ હાઈપ્રોફાઈલ કેસની સુનાવણી દરમિયાન મુખ્ય આરોપી સિયા ગોયલે અદાલતમાં પોતાના વકીલ અંગે મીડિયાના દાવાઓથી અલગ નિવેદન આપ્યું છે. બીજી તરફ, સિયાના ભાઈ સાહિલ ગોયલ દ્વારા મીડિયા સમક્ષ કરાયેલા ગંભીર આક્ષેપો બાદ, પ્રખ્યાત એડવોકેટ આશુતોષ શ્રીવાસ્તવે સાહિલને ₹૧૦ કરોડ રૂપિયાની માનહાનિની (Defamation Notice) કાનૂની નોટિસ ફટકારી દેતા કાનૂની ગલિયારાઓમાં ગરમાવો આવી ગયો છે.
Pune Murder Case – વડગાંવ માવલ કોર્ટે આરોપીઓની પોલીસ કસ્ટડી ૩ જુલાઈ સુધી વધારી, વકીલ કોણ તે અંગે વિવાદ શરૂ
પુણેના અગ્રણી કારોબારી કેતન અગ્રવાલની હત્યાના કેસમાં પકડાયેલી મુખ્ય આરોપી સિયા ગોયલ (Siya Goyal) અને ચેતન ચૌધરીને પોલીસે કડક સુરક્ષા વચ્ચે વડગાંવ માવલ કોર્ટમાં (Vadgaon Maval Court) રજૂ કર્યા હતા, જ્યાં અદાલતે બંનેની પોલીસ કસ્ટડી બીજી વખત આગામી ૩ જુલાઈ સુધી લંબાવી દીધી છે. આ સુનાવણી દરમિયાન કોર્ટરૂમમાં એ વાત પર જોરદાર ચર્ચા શરૂ થઈ ગઈ કે સિયા તરફથી સત્તાવાર વકીલ કોણ છે? સુનાવણી દરમિયાન ખુદ સિયા ગોયલે જજ સમક્ષ ઊભા રહીને સ્પષ્ટ કર્યું હતું કે, “અદાલતમાં મારા સત્તાવાર વકીલ આશુતોષ શ્રીવાસ્તવ નથી, પરંતુ વિપુલ દુશિંગ છે.”
Pune Murder Case – વકીલે મને જાનથી મારી નાખવાની ધમકી આપી, સાહિલ ગોયલના ગંભીર આક્ષેપો
આ કોર્ટ કાર્યવાહીના એક દિવસ પહેલાં જ સિયાના ભાઈ સાહિલ ગોયલે (Sahil Goyal) મીડિયા સાથેની વાતચીતમાં વકીલ આશુતોષ પર સનસનાટીભર્યા આરોપો લગાવ્યા હતા. સાહિલે કહ્યું હતું કે, “અમારે વકીલની ફી અને વરણી બાબતે મોટો ઇશ્યૂ ચાલી રહ્યો છે. એડવોકેટ આશુતોષ શ્રીવાસ્તવ અમારા વકીલ નથી અને અમે તેમને હાયર (રોક્યા) કર્યા નથી. તેમણે આ બાબતે અમારી સાથે ક્યારેય વાત પણ કરી નથી. જ્યારે મેં તેમને આ અંગે વાંધો દર્શાવ્યો, ત્યારે તેમણે મને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેઓએ સિયા પાસે લોકઅપમાં જઈને ખોટી રીતે સિગ્નેચર (Signature) લીધા છે. બિપુલ દુશિંગ જ અમારા અસલી વકીલ છે અને આ અંગે અમે કોર્ટમાં સત્તાવાર એફિડેવિટ (હલફનામું) પણ દાખલ કર્યું છે.”
Pune Murder Case – વકીલ આશુતોષે મોકલી ૧૦ કરોડની નોટિસ, કહ્યું- સિયા પુખ્ત વયની છે અને વકાલતનામું હાઈકોર્ટ સુધી માન્ય છે
સાહિલ ગોયલના આ નિવેદનથી નારાજ થઈને એડવોકેટ આશુતોષ શ્રીવાસ્તવે સાહિલને ૧૦ કરોડના હર્જાનાની કાનૂની નોટિસ મોકલી છે. નોટિસમાં આરોપ છે કે સાહિલે મારી સામે ખોટા, પાયાવિહોણા અને ભ્રામક આક્ષેપો કરીને મારી વ્યાવસાયિક પ્રતિષ્ઠાને મોટું નુકસાન પહોંચાડ્યું છે. વકીલે આ તમામ આરોપો તાત્કાલિક પાછા ખેંચવા અને જાહેરમાં માફી માંગવાની માંગ કરી છે. પોતાના બચાવમાં એડવોકેટ આશુતોષે જણાવ્યું કે, “અમારી કાનૂની ટીમ જેલમાં સિયા પાસે ગઈ હતી. તેને કાનૂની મદદની જરૂર હોવાથી તેણે સ્વેચ્છાએ વકાલતનામા પર સહી કરી છે. સિયા પુખ્ત વયની (Adult) છે અને પોતાના નિર્ણયો લેવા સક્ષમ છે. અમારી પાસે મુંબઈ હાઈકોર્ટ સુધીનું સત્તાવાર વકાલતનામું છે જેમાં સિયાની ઓરિજિનલ સહી હાજર છે.” હાલમાં આ નોટિસ પર સાહિલ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.
👉 આ સમાચાર વાચો:
Donald Trump Truth Social Fuel Prices ઓઇલ માફિયાઓ પર ટ્રમ્પ લાલચોળ! તેલ વિક્રેતાઓને આપી સીધી ચેતવણી ‘પેટ્રોલના ભાવ ઘટાડો’