Anthropic AI Export Ban Lifted હેકિંગમાં માહિર AI હવે બનશે વધુ ખતરનાક? ડોનાલ્ડ ટ્રમ્પના આ એક નિર્ણસથી કેમ ધ્રૂજી ઉઠી અમેરિકી ગુપ્તચર એજન્સી CIA?

Anthropic AI Export Ban Lifted એન્થ્રોપિક કંપનીના ક્લોડ ફેબલ ૫ અને માઇથોસ ૫ ફરી ગ્લોબલ માર્કેટમાં એન્ટ્રી કરશે, સાયબર સુરક્ષા અને બેંકિંગ ક્ષેત્રે વધ્યો ખતરો

by kalpana Verat
Anthropic AI Export Ban Lifted  હેકિંગમાં માહિર AI હવે બનશે વધુ ખતરનાક? ડોનાલ્ડ ટ્રમ્પના આ એક નિર્ણસથી કેમ ધ્રૂજી ઉઠી અમેરિકી ગુપ્તચર એજન્સી CIA?

 

News Continuous Bureau | Mumbai

Anthropic AI Export Ban Lifted દુનિયાના સૌથી શક્તિશાળી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મોડલ્સ (AI Models) પર અમેરિકી સરકાર દ્વારા લગાવવામાં આવેલો પ્રતિબંધ આખરે હટી ગયો છે. અગ્રણી એઆઈ કંપની એન્થ્રોપિકે (Anthropic) સત્તાવાર જાહેરાત કરી છે કે ટ્રમ્પ સરકાર પાસેથી લીલી ઝંડી મળ્યા બાદ તે ટૂંક સમયમાં જ પોતાના સૌથી પાવરફુલ મોડલ્સ ‘ક્લોડ ફેબલ ૫’ (Claude Fable 5) અને ‘માઇથોસ ૫’ (Mythos 5) નો એક્સેસ વિશ્વભરમાં ફરી શરૂ કરવા જઈ રહી છે. આ મોડલ્સ કેટલાક કિસ્સાઓમાં હેકિંગ અને સાયબર સુરક્ષાના ક્ષેત્રમાં મનુષ્યો કરતાં પણ વધુ ઝડપી પ્રદર્શન કરવાની ક્ષમતા ધરાવે છે.

Anthropic AI Export Ban Lifted – રાષ્ટ્રીય સુરક્ષાના કારણોસર યુએસ કોમર્સ ડિપાર્ટમેન્ટે અગાઉ લગાવ્યો હતો બેન

અહેવાલો અનુસાર, ગત ૧૨ જૂનના રોજ અમેરિકી સરકારે દેશની આંતરિક સુરક્ષા અને ટૂલના દુરુપયોગની આશંકાને પગલે આ એઆઈ મોડલ્સના નિકાસ (Export) પર પ્રતિબંધ લગાવી દીધો હતો. જો કે, કંપનીએ સુરક્ષાના ધોરણો મજબૂત કર્યા બાદ, ૨૬ જૂને અમેરિકાના વાણિજ્ય મંત્રી હોવર્ડ લુટનિકે પત્ર લખીને પ્રતિબંધ હટાવવાની પુષ્ટિ કરી છે. એન્થ્રોપિકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (X) પર આભાર વ્યક્ત કરતાં લખ્યું છે કે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સે નિકાસ નિયંત્રણો હટાવી લીધા છે અને ટૂંક સમયમાં જ યુઝર્સ આ પાવરફુલ ટૂલનો ઉપયોગ કરી શકશે.

Anthropic AI Export Ban Lifted – ૨૭ વર્ષ જૂની સિસ્ટમની ખામીઓ અને ઓપરેટિંગ સિસ્ટમના લૂપહોલ્સ શોધવામાં માહિર

એન્થ્રોપિક કંપનીના જણાવ્યા અનુસાર, ટેસ્ટિંગ દરમિયાન જાણવા મળ્યું છે કે આ એઆઈ મોડલ્સ સાયબર સિક્યોરિટી (Cyber Security) અને હેકિંગના કામમાં અત્યંત અત્યાધુનિક છે. ‘માઇથોસ’ ના પ્રીવ્યૂ વર્ઝને ઓપરેટિંગ સિસ્ટમ અને વેબ બ્રાઉઝર્સની હજારો ગંભીર સુરક્ષા ખામીઓ (Vulnerabilities) શોધી કાઢી હતી. આ એઆઈએ એક કમ્પ્યુટર સિસ્ટમમાં રહેલી ૨૭ વર્ષ જૂની ગુપ્ત ખામી શોધી કાઢી એટલું જ નહીં, પરંતુ તે ખામીનો ફાયદો ઉઠાવીને સિસ્ટમ કેવી રીતે હેક કરી શકાય તેની રીતો પણ બતાવી દીધી હતી. આ ક્ષમતા જોતા ઓપનએઆઈ (OpenAI) જેવી અન્ય કંપનીઓએ પણ પોતાના નવા મોડલ જીપીટી-૫.૬ (GPT-5.6) ના લોન્ચિંગને હાલ પૂરતું મર્યાદિત રાખ્યું છે.

Anthropic AI Export Ban Lifted – સેન્ટ્રલ બેંકો ચિંતામાં, સીએઆઈ (CIA) એ ડિજિટલ પરમાણુ હથિયાર સાથે કરી સરખામણી

આ પાવરફુલ એઆઈ મોડલ ખોટા તત્વોના હાથમાં જવાની આશંકાથી દુનિયાભરના નાણાં મંત્રીઓ અને સેન્ટ્રલ બેંકના ગવર્નરો ભારે ચિંતામાં છે, કારણ કે આ ટેકનોલોજી સમગ્ર વૈશ્વિક નાણાકીય વ્યવસ્થા (Financial System) ને જોખમમાં મૂકી શકે છે. તાજેતરમાં જ અમેરિકાની ગુપ્તચર એજન્સી સીએઆઈ (CIA) ના ડાયરેક્ટર જોન રેટક્લિફે આ એડવાન્સ એઆઈ મોડલ્સની તાકાત પર ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય અને આર્થિક સુરક્ષા પર આ મોડલ્સની અસર એટલી વ્યાપક છે કે તેને ‘ડિજિટલ પરમાણુ હથિયાર’ (Digital Nuclear Weapons) કહેવું બિલકુલ ખોટું નથી.

👉 આ સમાચાર વાચો:
Chhotu LPG Cylinder Price Cut સામાન્ય જનતા માટે વધુ એક ખુશખબર! 5 કિલોવાળો ‘છોટુ’ ગેસ સિલિન્ડર થયો સસ્તો, જાણી લો તમારા શહેરનો નવો ભાવ

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More