News Continuous Bureau | Mumbai
Bandra Station Expansion પશ્ચિમ રેલ્વે (Western Railway) દ્વારા બાંદ્રા સ્ટેશનના વિસ્તરણ માટે મહત્વપૂર્ણ યોજના અમલમાં મૂકવામાં આવી છે. મે મહિનામાં ગરીબ નગર વિસ્તારમાંથી અતિક્રમણ (Encroachment) હટાવ્યા બાદ હવે આ ખાલી જગ્યાનો ઉપયોગ મુસાફરોની સુવિધા માટે કરવામાં આવશે. આ પ્રોજેક્ટ અંતર્ગત સ્ટેશનની પૂર્વ દિશામાં એક વિશાળ ‘એલિવ્હેટેડ ડેક’ (Elevated Deck) બનાવવામાં આવશે, જે સ્ટેશનને એક આધુનિક ‘મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબ’ (Multimodal Transport Hub) તરીકે વિકસાવવામાં મદદ કરશે.
Bandra Station Expansion – શું છે એલિવ્હેટેડ ડેકની વિશેષતા?
બાંદ્રા સ્ટેશનની પૂર્વ દિશામાં ૩૦૦ ચોરસ મીટરનો એક અત્યાધુનિક ડેક બનાવવામાં આવશે. આ ડેકની ક્ષમતા એકસાથે ૭૦૦ મુસાફરોને સમાવવાની રહેશે. આ સુવિધાને ઉત્તર અને દક્ષિણ દિશામાં આવેલા હાલના પાદચારી પુલ (Foot Over Bridge) સાથે જોડવામાં આવશે, જેથી મુસાફરોની અવરજવર સરળ બને. આ ડેક પર સબર્બન ટ્રેન (Suburban Train) ના ઇન્ડિકેટર્સ અને બેસવાની વ્યવસ્થા સહિતની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ હશે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય હાલના પુલ પર રહેતી ભીડને ઘટાડવાનો અને મુસાફરોને આરામદાયક જગ્યા આપવાનો છે.
Bandra Station Expansion – મલ્ટિમોડલ હબ અને ટ્રાફિક મેનેજમેન્ટ
વાંદરા પૂર્વમાં બાંદ્રા -કુર્લા કોમ્પ્લેક્સ (BKC), બાંદ્રા કોર્ટ, કલેક્ટર ઓફિસ અને મ્હાડા (MHADA) જેવી મહત્વની કચેરીઓ આવેલી છે, જેના કારણે અહીં હજારો કર્મચારીઓ અને મુસાફરોની સતત અવરજવર રહે છે. બેસ્ટ (BEST) બસ અને રિક્ષાના મુસાફરો પણ મોટી સંખ્યામાં અહીંથી જ પસાર થાય છે. આ વધતા જતા ટ્રાફિકને યોગ્ય રીતે હેન્ડલ કરવા માટે આ ડેક અત્યંત જરૂરી છે. આ ડેક બનવાથી મુસાફરોને ટ્રાન્સપોર્ટના વિવિધ માધ્યમો વચ્ચે બદલાવ કરવાનું સરળ બનશે અને સ્ટેશન વિસ્તાર વધુ વ્યવસ્થિત લાગશે.
Bandra Station Expansion – બાંદ્રા ટર્મિનસ અને રેલ્વેનું ભવિષ્યનું આયોજન
અતિક્રમણ હટાવ્યા બાદ મળેલી જગ્યાનો ઉપયોગ વાંદરા ટર્મિનસના વિસ્તરણ માટે કરવામાં આવશે. સૌ પ્રથમ અહીં રહેલા ડીઝલ શેડનું સ્થળાંતર (Relocation) કરવામાં આવશે, ત્યારબાદ ત્યાં નવી ૭ રેલ્વે લાઇન અને વધારાના ફ્લેટફોર્મ્સ (Platforms) બનાવવામાં આવશે. ટર્મિનસ પર કુલ ૧૦ નવી લાઇન શરૂ કરવાનું લક્ષ્ય છે, જેથી વધુ લાંબા અંતરની ટ્રેન દોડાવી શકાય. આ ઉપરાંત, મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનના વિસ્તરણ બાદ ૨૪ ડબ્બાની ટ્રેન દોડાવવી શક્ય બનશે. રેલ્વેના આ માળખાકીય અપગ્રેડેશન (Upgradation) થી ટ્રેનની ઝડપ પણ ૧૧૦ કિમીથી વધીને ૧૩૦ કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની અપેક્ષા છે.
👉 આ સમાચાર વાચો:
Junagadh Pothole Incident જૂનાગઢમાં ચોમાસાની આફત રસ્તા પરના જીવલેણ ખાડામાં લોકો ખાબકતા અરેરાટી, તંત્રની ઘોર બેદરકારી