Meta Business Agent AI ભારતમાં વોટ્સએપનો મોટો ધમાકો, ૨૪ કલાક બિઝનેસ ચલાવવા માટે લોન્ચ કર્યું ‘Meta Business Agent AI’

Meta Business Agent AI મુંબઈમાં આયોજિત બિઝનેસ સમિટમાં મોટી જાહેરાત, સ્વિગી સહિતની મોટી કંપનીઓએ શરૂ કર્યો ઉપયોગ

by Mayuri Jabar
Meta Business Agent AI  ભારતમાં વોટ્સએપનો મોટો ધમાકો, ૨૪ કલાક બિઝનેસ ચલાવવા માટે લોન્ચ કર્યું 'Meta Business Agent AI'

 

News Continuous Bureau | Mumbai

Meta Business Agent AI મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપ (WhatsApp) દ્વારા મુંબઈમાં આયોજિત ત્રીજી વાર્ષિક બિઝનેસ સમિટમાં ‘મેટા બિઝનેસ Agent AI’ અને ‘મેટા બિઝનેસ એજન્ટ પ્લેટફોર્મ’ લોન્ચ કરવાની મોટી જાહેરાત કરવામાં આવી છે. આ આધુનિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (Artificial Intelligence) ટેકનોલોજીની મદદથી ભારતના નાના અને મોટા ઉદ્યોગો માટે ૨૪ કલાક ગ્રાહકો સાથે કનેક્ટ રહેવું અને વેપાર વધારવો અત્યંત સરળ બની જશે.

Meta Business Agent AI – ગ્રાહકોના સવાલોના જવાબથી લઈને સેલ્સ ક્લોઝિંગ સુધીની તમામ કામગીરી કરશે એઆઈ

આ નવું એઆઈ સાધન વ્યવસાયોને વ્યાપક સ્તરે ઝડપી અને વધુ વ્યક્તિગત ગ્રાહક અનુભવ (Customer Experience) આપવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. તે ગ્રાહકો સાથે થનારા મહત્વના સંવાદોને ચોવીસેય કલાક આપમેળે હેન્ડલ કરી શકે છે. જેમાં વ્યવસાય સંબંધિત ચોક્કસ પ્રશ્નોના જવાબો આપવા, પ્રોડક્ટ લિસ્ટમાંથી વસ્તુઓની ભલામણ કરવી, એપોઇન્ટમેન્ટ બુક કરવી, લીડ્સ જનરેટ કરવી અને વેચાણ (Sales) પૂર્ણ કરવામાં મદદ કરવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, લાઈવ ચેટમાં માનવ હસ્તક્ષેપ ક્યારે કરવો તેનો નિર્ણય પણ માલિકો લઈ શકશે.

Meta Business Agent AI – ભારતીય બજાર માટે ગેમ ચેન્જર સાબિત થશે આ નવું પ્લેટફોર્મ

ભારતમાં મેટાના મેનેજિંગ ડિરેક્ટર અને કન્ટ્રી હેડ (Country Head) અરુણ શ્રીનિવાસે જણાવ્યું હતું કે, કન્વર્સેશન-આધારિત બિઝનેસ માટે ભારત વૈશ્વિક સ્તરે સૌથી ગતિશીલ માર્કેટ તરીકે ઉભરી આવ્યું છે. જે મોટા ઉદ્યોગોને કસ્ટમાઇઝ્ડ એઆઈ એજન્ટ તૈયાર કરવા છે, તેમના માટે ‘મેટા બિઝનેસ એજન્ટ પ્લેટફોર્મ’ પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. આ પ્લેટફોર્મ વ્યવસાયોને તેમની હાલની સિસ્ટમ્સ જેવી કે શોપિફાય (Shopify) અને ઝેનડેસ્ક (Zendesk) સાથે સરળતાથી ઇન્ટિગ્રેટ થવાની સુવિધા આપે છે.

Meta Business Agent AI – સ્વિગી અને મધુલિકા એન્ટરપ્રાઈઝેસને ટ્રાયલ રનમાં મળ્યા શાનદાર પરિણામો

આ એઆઈ પ્લેટફોર્મનો પ્રારંભિક તબક્કામાં ઉપયોગ કરનારી કંપનીઓ જેમ કે સ્વિગી (Swiggy) એ પોતાના ડિલિવરી પાર્ટનર્સના ઓનબોર્ડિંગ માટે આ ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કર્યો છે. બીજી તરફ, બ્યુટી બિઝનેસ સાથે જોડાયેલા મધુલિકા એન્ટરપ્રાઇઝેસે જણાવ્યું કે આ એઆઈ એજન્ટના કારણે તેમના બિઝનેસ કન્વર્ઝન રેટ (Conversion Rate) માં ૨૫ થી ૩૦ ટકાનો ધરખમ વધારો થયો છે અને રોજિંદા કામનો તણાવ ૬૦ ટકા જેટલો ઓછો થયો છે. આગામી સમયમાં વોટ્સએપ સર્ચમાં જ ગ્રાહકો સીધા આવા એઆઈ સંચાલિત બિઝનેસ શોધી શકશે.

👉 આ સમાચાર વાચો:
NATO Mega Defense Plan રશિયાચીન સામે લડવા નાટોનો મેગા ડિફેન્સ પ્લાન, મિસાઈલ શીલ્ડથી લઈને સ્પેસ સર્વેલન્સ સુધીની નવો માસ્ટરપ્લાન તૈયાર

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More