Raigad Patalganga River Flood પાતાળગંગામાં વહી આવ્યા ૩,૦૦૦ સિલિન્ડર, રાયગઢમાં તંત્ર એલર્ટ, ગેસના બાટલા સાથે ચેડાં ન કરવા સૂચના

Raigad Patalganga River Gas Cylinders Flood પૂરના ધસમસતા પ્રવાહમાં તણાયા ભરેલા અને ખાલી ગેસના બાટલા, સ્થાનિક લોકોને અડકવા કે ઘેર ન લઈ જવા કલેક્ટરની કડક ચેતવણી

by Mayuri Jabar
Raigad Patalganga River Flood  પાતાળગંગામાં વહી આવ્યા ૩,૦૦૦ સિલિન્ડર, રાયગઢમાં તંત્ર એલર્ટ, ગેસના બાટલા સાથે ચેડાં ન કરવા સૂચના

 

News Continuous Bureau | Mumbai

Raigad Patalganga River Flood મહારાષ્ટ્રના રાયગઢ (Raigad) જિલ્લામાં વરસી રહેલા મુશળધાર વરસાદના કારણે એક અત્યંત ચોંકાવનારી અને ખતરનાક ઘટના સામે આવી છે. ખોપોલી અને પનવેલ નજીક આવેલી પાતાળગંગા નદીમાં (Patalganga River) અચાનક પૂર આવતા હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL) ના બોટલિંગ પ્લાન્ટમાંથી આશરે ૩,૦૦૦ જેટલા એલપીજી ગેસ સિલિન્ડરો ધસમસતા પાણીના પ્રવાહમાં વહી ગયા છે. નદીના પાણીમાં હજારો સિલિન્ડરો તરતા જોઈને સ્થાનિક વિસ્તારોમાં ભારે અફરાતફરી અને સનસનાટી મચી ગઈ છે.
Embed https//x.com/navin_ankampali/status/2074905030910738553?s=46

Raigad Patalganga River Flood – પ્લાન્ટની પ્રોટેક્શન દીવાલ તૂટતાં નદીમાં આવ્યો ગેસ સિલિન્ડરનો ‘પૂર’

સત્તાવાર વિગતો અનુસાર, પનવેલ તાલુકાના ચાવણે MIDC વિસ્તારમાં આવેલ HPCL ગૅસ બોટલિંગ પ્લાન્ટના પરિસરમાં પૂરના ભારે દબાણને કારણે સુરક્ષા દીવાલ ધરાશાયી થઈ ગઈ હતી. દીવાલ તૂટતાં જ પ્લાન્ટના યાર્ડમાં રાખવામાં આવેલા ૩,૦0૦ જેટલા રાંધણ ગેસના સિલિન્ડરો, જેમાં ભરેલા અને ખાલી બંને પ્રકારના બાટલા સામેલ હતા, તે નાળા વાટે સીધા પાતાળગંગા નદીના વેગવંતા પ્રવાહમાં તણાઈ ગયા હતા. ખોપોલી (Khopoli), રસાયણી અને પેણ નજીક ખારપાડા ખાડી સુધી નદીના પટમાં ચારેય બાજુ ગેસના બાટલા તરતા જોવા મળ્યા છે.

Raigad Patalganga River Flood – જીવના જોખમે સિલિન્ડર લૂંટવા માટે લોકોની જામી ભીડ, સર્જાયો અકસ્માતનો ભય

નદી અને ખાડીના પાણીમાં સેંકડો ગેસ સિલિન્ડર વહી આવતા જોઈને આસપાસના ગ્રામીણ વિસ્તારોના લોકો પોતાના જીવની પરવા કર્યા વિના તેને પકડવા માટે નદી કિનારે દોડી આવ્યા હતા. કેટલાક ઉત્સાહી નાગરિકોએ તો હોડીઓ લઈને નદીના જોખમી પ્રવાહની વચ્ચે જઈને સિલિન્ડરો બહાર કાઢવાની અને તેને ઘરે લઈ જવાની હોડ લગાવી હતી. સ્થાનિક લોકોની આ જીવલેણ લૂંટબાજીના વીડિયો પણ સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થયા છે, જેનાથી તંત્રની ચિંતામાં મોટો વધારો થયો છે.

Raigad Patalganga River Flood – રાયગઢ જિલ્લા કલેક્ટરની નાગરિકોને કડક અપીલ, રિકવરી ઓપરેશન શરૂ

પરિસ્થિતિની ગંભીરતાને જોતાં રાયગઢના જિલ્લા કલેક્ટર કિશન જાવલેએ જનતા માટે તાત્કાલિક સુરક્ષા એડવાઈઝરી (Public Safety Advisory) જાહેર કરી છે. તેમણે કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે, “નદીમાં વહી ગયેલા સિલિન્ડરો સુરક્ષિત સ્થિતિમાં છે કે નહીં અથવા તેમાંથી ગેસ લીક થઈ રહ્યો છે કે નહીં તેની કોઈ ગેરંટી નથી. જિજ્ઞાસા કે અંગત સ્વાર્થ માટે તેને અડકવું, ખોલવું કે ઘેર લઈ જવું અત્યંત વિસ્ફોટક અને જોખમી સાબિત થઈ શકે છે.” વહીવટી તંત્ર, આપત્તિ વ્યવસ્થાપન અને HPCL ની ટીમો સંયુક્ત રીતે નદીના પ્રવાહ પર નજર રાખીને સિલિન્ડરોને ટ્રેસ અને રિકવર (Recovery Operation) કરવાના કામમાં લાગી ગઈ છે, અને નાગરિકોને સિલિન્ડર દેખાય તો તુરંત પોલીસ કે મામલતદાર કચેરીને જાણ કરવા જણાવાયું છે.

👉 આ સમાચાર વાચો:
Maharashtra Earthquake Update મહારાષ્ટ્રમાં ભૂકંપના જોરદાર આંચકા લોકો ઘરની બહાર દોડી આવ્યા,રિક્ટર સ્કેલ પર આટલી હતી તીવ્રતા

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More