US Iran War Weapons Stock ઈરાન વિરુદ્ધ યુદ્ધ ભડકાવવું અમેરિકાને જ ભારે પડ્યું મહાસત્તાના હથિયારોનો ભંડાર ખાલી થવાના આરે..

US Iran War Weapons Stock ટૂંકા સમયમાં THAAD અને પેટ્રિયટ મિસાઈલોનો સ્ટોક અડધો થઈ ગયો, ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસનની યુદ્ધખોર નીતિથી ખુદ યુએસ આર્મી મુશ્કેલીમાં

by kalpana Verat

 

News Continuous Bureau | Mumbai

US Iran War Weapons Stock અમેરિકા અને ઈરાન વચ્ચે પશ્ચિમ એશિયામાં (Middle East) ફરીથી ફાટી નીકળેલા ભીષણ યુદ્ધના કારણે વૈશ્વિક સ્તરે ભારે ચિંતા વ્યાપી ગઈ છે. આ ભયાનક સૈન્ય સંઘર્ષની વચ્ચે યુએસ ડિફેન્સ સેક્ટરમાંથી એક અત્યંત ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. ઈરાન સામેની આ લાંબી અને ખર્ચાળ લડાઈના કારણે સુપરપાવર અમેરિકાના આધુનિક હથિયારોનો ભંડાર (US Weapons Stock) ખતરનાક સ્તરે ખાલી થઈ રહ્યો છે. સંરક્ષણ નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે કે જો આ જંગ આમ જ લાંબો ચાલશે, તો અમેરિકાની સ્થિતિ બીજા વિશ્વયુદ્ધ (1945) પછીના પરાજિત જાપાન અને જર્મની જેવી થઈ શકે છે, જેઓ એક સમયે મહાસત્તા હતા પરંતુ લાંબા યુદ્ધને લીધે આર્થિક અને સૈન્ય રીતે સંપૂર્ણપણે પાયમાલ થઈ ગયા હતા.

US Iran War Weapons Stock – અમેરિકાની સૌથી આધુનિક ઘાતક THAAD અને પેટ્રિયટ એર ડિફેન્સ મિસાઈલોનો સ્ટોક ૫૦% ઘટ્યો

પ્રતિષ્ઠિત સંસ્થા ‘સેન્ટર ફોર સ્ટ્રેટેજિક એન્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝ’ (CSIS) ના સંરક્ષણ વિશ્લેષણ અને નિવૃત્ત મરીન કર્નલ માર્ક કેન્સિયનના જણાવ્યા અનુસાર, અમેરિકાએ શરૂઆતના તબક્કામાં જ ઈરાનના મિસાઈલ હુમલાઓને રોકવા માટે લાંબા અંતરની સચોટ હુમલો કરનારી હજારો એડવાન્સ મિસાઇલો વાપરી નાખી છે. અમેરિકા પોતાના અતિઆધુનિક THAAD બેલિસ્ટિક મિસાઇલ ઇન્ટરસેપ્ટર્સના ઓછામાં ઓછા ૫૦%, પેટ્રિયટ એર ડિફેન્સ ઇન્ટરસેપ્ટર્સના (Patriot Air Defense) લગભગ ૫૦% અને ટોમાહોક ક્રૂઝ મિસાઇલોના આશરે ૩૦% ભાગનો ઉપયોગ કરી ચૂક્યું છે.

US Iran War Weapons Stock – નવા હથિયારો બનાવવાની ગતિ અત્યંત ધીમી, ભંડાર ભરવામાં ૩ થી ૫ વર્ષ લાગશે

સંરક્ષણ ક્ષેત્રના અહેવાલો મુજબ, યુએસ મિલિટરી દ્વારા જે ઝડપે હથિયારોનો અંધાધૂંધ વપરાશ થઈ રહ્યો છે, તેની સરખામણીએ ફેક્ટરીઓમાં નવા હથિયારોનું ઉત્પાદન ક્ષમતા અત્યંત ઓછી છે. હાલની સ્થિતિ મુજબ અમેરિકાના સંરક્ષણ વિભાગને (Pentagon) દર મહિને માત્ર ૧૫ નવી ટોમાહોક અને ૨૦ પેટ્રિયટ મિસાઇલો જ મળી રહી છે, જ્યારે ચાલુ વર્ષે THAAD ઇન્ટરસેપ્ટર મિસાઇલોની એકપણ નવી ડિલિવરી નક્કી નથી. આ સંજોગોમાં હથિયારોના ભંડારને ફરીથી યુદ્ધ પહેલાંના સ્તરે પહોંચાડવામાં ઓછામાં ઓછો ૩ થી ૫ વર્ષ જેટલો લાંબો સમય લાગી શકે છે જે ચિંતાજનક બાબત છે.

US Iran War Weapons Stock – ઇન્ડો-પેસિફિકમાં ચીન અને ઉત્તર કોરિયા સામે લડવાની ક્ષમતા નબળી પડવાનું મોટું જોખમ

પૂર્વ પેન્ટાગોન અધિકારી એલેન મેકકસ્કર અને જોન ફેરારી જેવા નિષ્ણાતોનું માનવું છે કે, ઈરાન સાથેના આ લાંબા યુદ્ધના લીધે અમેરિકાનો આખો સપ્લાય ચેઈન બેકલોગ ખોરવાઈ ગયો છે. જો અમેરિકા પોતાના હથિયારો મિડલ ઈસ્ટમાં જ વાપરી નાખશે, તો ભવિષ્યમાં ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં તૈનાત ચીન (China) કે ઉત્તર કોરિયા જેવા શક્તિશાળી અને પરમાણુ સંપન્ન હરીફો સામે મોટું યુદ્ધ લડવાની અમેરિકાની વ્યૂહાત્મક ક્ષમતા ગંભીર રીતે નબળી પડી જશે. ટ્રમ્પ પ્રશાસનની આ યુદ્ધની જીદ અમેરિકાને ગ્લોબલ મિલિટરી સ્ટેટસ પર બેકફૂટ પર લાવી રહી છે.

👉 આ સમાચાર વાચો:
Stock Market Crash Crude Oil સોનાચાંદી બાદ શેરબજારમાં પ્રચંડ ભૂકંપ, સેન્સેક્સ ૭૦૦ પોઈન્ટ અને નિફ્ટી ૨૦૦ પોઈન્ટ તૂટ્યા, ક્રૂડ ઓઈલના ભાવમાં ભડકો

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More