Army Major HoneyTrap Case નિવૃત્ત આર્મી મેજરને હનીટ્રેપમાં ફસાવી પડાવ્યા અધધ 20 લાખ, થાણેની મહિલા સામે ગુનો દાખલ!

Army Major HoneyTrap Case બળાત્કારના ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપીને કરી ખંડણી; કાપૂરબાવડી પોલીસે શરૂ કરી તપાસ.

by Mayuri Jabar
Army Major HoneyTrap Case  નિવૃત્ત આર્મી મેજરને હનીટ્રેપમાં ફસાવી પડાવ્યા અધધ 20 લાખ, થાણેની મહિલા સામે ગુનો દાખલ!

 

News Continuous Bureau | Mumbai

Army Major HoneyTrap Case થાણેમાં નિવૃત્ત આર્મી મેજરને હનીટ્રેપ (HoneyTrap) માં ફસાવી લાખો રૂપિયાની ખંડણી ઉઘરાવવાનું ષડયંત્ર સામે આવ્યું છે. 53 વર્ષીય નિવૃત્ત આર્મી મેજર, જેઓ હાલ વ્યવસાયે ડોક્ટર છે, તેમને ખાનગી ફોટા અને વીડિયોના આધારે બ્લેકમેલ કરીને ₹20 લાખ પડાવવામાં આવ્યા હતા. આ મામલે કાપૂરબાવડી પોલીસ સ્ટેશનમાં મહિલા વિરુદ્ધ છેતરપિંડી અને ખંડણીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

Army Major Honey-Trap Case – શું હતી આખી ઘટના?

પીડિત આર્મીના નિવૃત્ત મેજર છે જેઓ હાલ રાજસ્થાનમાં સ્થાયી છે. થાણેમાં રહેતી એક મહિલાએ તેમની સાથે મિત્રતા કેળવીને અંગત ફોટોગ્રાફ્સ અને વીડિયો એકત્ર કર્યા હતા. ત્યારબાદ, મહિલાએ આ વીડિયોના આધારે તેમને બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને છેલ્લા બે વર્ષથી બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. જ્યારે મેજરે પૈસા આપવાની ના પાડી, ત્યારે મહિલાએ ખરેખર બળાત્કારનો કેસ દાખલ કરાવી તેમને જેલભેગા કરી દીધા હતા.

Army Major Honey-Trap Case – જેલમાં હોવા છતાં ખંડણી ચાલુ

પીડિત અધિકારી જ્યારે જેલમાં હતા, ત્યારે પણ મહિલાએ તેમના એક સંબંધીને ધમકાવીને ₹20 લાખ પડાવી લીધા હતા. જામીન પર બહાર આવ્યા બાદ પણ મહિલા શાંત ન રહી અને વધુ ₹15 લાખની માંગણી કરી હતી. સતત ત્રાસ અને આર્થિક શોષણથી કંટાળીને આખરે નિવૃત્ત મેજરે પોલીસનો સંપર્ક કર્યો અને મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

Army Major Honey-Trap Case – પોલીસ તપાસ અને ષડયંત્રનો ખુલાસો

પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ મહિલાએ થાણે અને રાજસ્થાનના કેટલાક વકીલો સાથે મળીને ખંડણી વસૂલવાનું આખું ષડયંત્ર રચ્યું હતું. કાપૂરબાવડી પોલીસે આરોપી મહિલા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની છેતરપિંડી, ખંડણી અને ગુનાહિત ધમકી સહિતની ગંભીર કલમો હેઠળ FIR નોંધી છે. હાલ પોલીસ બંને પક્ષોના ડિજિટલ પુરાવા અને બેંક ટ્રાન્ઝેક્શનની ચકાસણી કરી રહી છે, જેથી આ ગેંગના અન્ય સભ્યોને પણ પકડી શકાય.

👉 આ સમાચાર વાચો:
Mobile Manufacturing Boost ભારત હવે બનશે ‘ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ’, મોબાઈલ ઉત્પાદન માટે ₹62,500 કરોડનું તોતિંગ પેકેજ જાહેર.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More