News Continuous Bureau | Mumbai
Today’s Horoscope : આજનો દિવસ
૨૧ જુલાઈ ૨૦૨૬, મંગળવાર, વિક્રમ સંવત ૨૦૮૨
“તિથિ” – અષાઢ સુદ આઠમ
“દિન મહીમા”
દુર્ગાષ્ટમી, પરશુરામાષ્ટમી, ભિષ્માષ્ટમી, જૈન નેમીનાથ મોક્ષ, વિષ્ટી ૧૬ઃ૩૫ સુધી, જૈન અઠ્ઠાઈ શરુ, ઘનશ્યામજી ઉત્સવ – પોરબંદર, સ્વામી. મંદિર પાટો.-ટોરેન્ટો(કેનેડા)
“સુર્યોદય” – ૦૬.૧૨(મુંબઈ)
“સુર્યાસ્ત” – ૦૭.૧૭(મુંબઈ)
“રાહુ કાળ” – ૧૬.૦૧ થી ૧૭.૩૯
“ચંદ્ર” – કન્યા, તુલા (૦૭.૫૩)
આજે જન્મેલા બાળકની રાશી સવારે ૦૭.૫૩ સુધી કન્યા ત્યારબાદ રાશી તુલા રહેશે
“નક્ષત્ર” – ચિત્રા, સ્વાતિ(૨૦.૪૮)
“ચંદ્ર વાસ” – દક્ષિણ, પશ્ચિમ (૦૭.૫૩)
સવારે ૦૭.૫૩ સુધી પૂર્વ-દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ-ઉત્તર કષ્ટદાયક ત્યાર બાદ દક્ષિણ-પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર-પૂર્વ કષ્ટદાયક પ્રવાસ થાય.
દિવસનાં ચોઘડિયા
ચલઃ ૦૯.૨૯ – ૧૧.૦૭
લાભઃ ૧૧.૦૭ – ૧૨.૪૫
અમૃતઃ ૧૨.૪૫ – ૧૪.૨૩
રાત્રીનાં ચોઘડિયા
લાભઃ ૨૦.૩૯ – ૨૨.૦૧
શુભઃ ૨૩.૨૩ – ૨૪.૪૫
અમૃતઃ ૨૪.૪૫ – ૨૬.૦૭
ચલઃ ૨૬.૦૭ – ૨૭.૨૯
રાશી ભવિષ્ય
“મેષઃ” (અ,લ,ઇ)-
તમારા મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થાય, જાહેરજીવનમાં સારું રહે, એક સાથે ઘણા લોકોને મળવાનું થાય.
“વૃષભઃ” (બ,વ,ઉ)-
કામકાજમાં વ્યસ્તતા રહે, મનમાં થોડી અશાંતિ જોવા મળે, બેચેની જેવું લાગ્યા કરે, મધ્યમ દિવસ.
“મિથુનઃ”(ક, છ, ઘ)-
પ્રણયમાર્ગે આગળ વધી શકો, પ્રિયપાત્ર થી મુલાકાત થાય, મનની વાત વ્યક્ત કરી શકો, શુભ દિન.
“કર્કઃ”(ડ,હ)-
તમામ ભૌતિક સુખ સગવડ મળે, દિવસ આરામદાયક રહે, સ્ત્રીવર્ગને સારું રહે, વેપારીવર્ગને મધ્યમ.
“સિંહઃ”(મ,ટ)-
રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો, નવા કાર્યમાં આગળ વધી શકો, ગણતરીપૂર્વકના સાહસમાં લાભ થાય.
“કન્યાઃ”(પ,ઠ,ણ)-
તમારા સૌમ્ય વાણી વર્તન થી લાભ થાય, લોકો તમારી સલાહ માને અને આદર આપે, આગળ વધી શકો.
“તુલાઃ”(ર,ત)-
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, કલા સંસ્કૃતિમાં રસ લઈ શકો, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
“વૃશ્ચિકઃ”(ન,ય)-
ખર્ચ પર અંકુશ રાખવો, બિનજરૂરી નાણાંનો વ્યય ના કરવા સલાહ છે, પૈસા નું આયોજન કરવું જરૂરી છે.
“ધનઃ”(ભ,ફ,ધ,ઢ)-
સગા સ્નેહી મિત્રો થી સારું રહે, અન્યની મદદ થી કાર્ય પૂર્ણ થાય, આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
“મકરઃ”(ખ,જ)-
કામકાજ માં સફળતા મળે, યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી શકો, મિત્રોની મદદ મળી રહે, શુભ દિન.
“કુંભઃ”(ગ,શ,સ,ષ)-
અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો, ભાગ્યની દેવી રીઝતી જણાય, નવીન તક હાથ માં આવે, પ્રગતિ થાય.
“મીનઃ”(દ, ચ, ઝ, થ)-
માનસિક ટેન્શન રહ્યા કરે, કામ માં રુકાવટ આવતી જોવા મળે, અણધાર્યા પ્રશ્નો નું નિરાકરણ કરવામાં સમય વીતે.