News Continuous Bureau | Mumbai
KalyanTeacher Murder Case મિલકત હડપ કરવાના મોહમાં એક ૫૩ વર્ષીય શિક્ષિકાને ઢોર માર મારી, તેમની સંપત્તિ અને વસિયતનામાના (Will) કાગળો પર બળજબરીથી સહીઓ કરાવીને તેમની અમાનુષી હત્યા કરવામાં આવી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. કલ્યાણ ક્રાઇમ બ્રાન્ચ (Kalyan Crime Branch) અને નાસિક ગ્રામીણ પોલીસના સંયુક્ત ઓપરેશનમાં આ ચકચારી હત્યાકાંડનો પર્દાફાશ થયો છે અને પોલીસે બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે.
Kalyan Teacher Murder Case – ગુમ થયેલા શિક્ષિકાનો નાસિક રોડ પરથી મળ્યો મૃતદેહ
એલઆઈસીના (LIC) કામ અર્થે ઘર બહાર નીકળેલા શિક્ષિકા મોડી રાત સુધી પરત ન ફરતા અને મોબાઈલ ફોન બંધ આવતા પરિવારજનોએ ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન, સિન્નર-ઘોટી માર્ગ પર આવેલી મેડિકલ કોલેજ સામે નાસિક રોડ પરથી એક મહિલાનો લોહીલુહાણ મૃતદેહ મળી આવ્યો હતો. તપાસ દરમિયાન આ મૃતદેહ ગુમ થયેલા શિક્ષિકાનો જ હોવાનું સ્પષ્ટ થતાં પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ હત્યા અને પુરાવા નાશ કરવાનો ગુનો નોંધ્યો હતો.
Kalyan Teacher Murder Case – એલઆઈસીના બહાને બોલાવી મિલકત વસિયતનામા પર કરાવી બળજબરીથી સહી
પોલીસે સીસીટીવી ફુટેજ (CCTV Footage), ટેકનિકલ એનાલિસિસ અને ગુપ્ત બાતમીદારોની મદદથી બે શંકાસ્પદ આરોપીઓને કસ્ટડીમાં લઈ કડક પૂછપરછ કરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો. આરોપીઓએ એલઆઈસી પોલિસી કાઢવાના બહાને શિક્ષિકાને આસનગાંવ ખાતેના ભાડાના મકાનમાં બોલાવ્યા હતા. ત્યાં તેમને ઢોર માર મારી, મિલકતના કાગળો અને વસિયતનામા પર આરોપીઓને વારસદાર દર્શાવી બળજબરીથી સહીઓ કરાવી લેવામાં આવી હતી.
Kalyan Teacher Murder Case – મોં-નાક દાબી હત્યા કરી મૃતદેહ ફેંક્યો, ૨ આરોપીઓ પકડાયા
બળજબરીથી સહીઓ કરાવ્યા બાદ આરોપીઓએ શિક્ષિકાનું નાક અને મોં દાબીને શ્વાસ રૂંધાઈ જવાથી નિર્મમ હત્યા કરી દીધી હતી. પુરાવાનો નાશ કરવાના હેતુથી મૃતદેહને કારમાં મૂકી નાસિક રોડ પર ફેંકી દેવાયો હતો. કલ્યાણ ક્રાઇમ બ્રાન્ચે ઝડપાયેલા બંને આરોપીઓને આગળની કાનૂની કાર્યવાહી માટે નાસિક ગ્રામીણ પોલીસના તાબામાં સોંપ્યા છે, જ્યારે ફરાર થઈ ગયેલા અન્ય બે આરોપીઓની શોધખોળ માટે સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.
👉 આ સમાચાર વાચો:
Kalyan CSMT Fast AC Local Door Malfunction કલ્યાણCSMT ફાસ્ટ AC લોકલના તમામ દરવાજા બંધ રહેતા હંગામો, માત્ર એક જ દરવાજો ખુલતા ઉમટી ભારે ભીડ