News Continuous Bureau | Mumbai
Mumbai Customs Smuggling Operation મુંબઈ એરપોર્ટ અને દરિયાઈ સરહદો પરથી સોના તેમજ ડ્રગ્સની ગેરકાયદેસર તસ્કરી કરતા આંતરરાષ્ટ્રીય ગિરોહ વિરુદ્ધ મુંબઈ કસ્ટમ્સ ઝોન (Mumbai Customs Zone) એ આક્રમક ઝુંબેશ છેડી છે. કસ્ટમ્સ વિભાગે દરોડા પાડીને રૂ. ૨૮.૮ કરોડથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આ મામલે ૧૯ તસ્કરોની ધરપકડ કરી છે.
Mumbai Customs Smuggling Operation – રૂ. ૧૧.૪૦ કરોડનું સોનું અને રૂ. ૧૩.૫૧ કરોડનો હાઈડ્રોપોનિક ગાંજો જપ્ત
મુંબઈ કસ્ટમ્સ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસ દરમિયાન રૂ. ૧૧.૪૦ કરોડની કિંમતનું ૯.૨૪ કિલો સોનું અને રૂ. ૧૩.૫૧ કરોડની કિંમતનો ૩૮.૬ કિલો હાઈડ્રોપોનિક ગાંજો (Hydroponic Ganja) કબજે કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, તસ્કરો પાસેથી રૂ. ૧.૦૪ કરોડનું વિદેશી ચલણ જેમાં સાઉદી રિયાલ અને યુએસ ડોલર શામેલ છે તે તથા ચાંદીના આભૂષણો પણ જપ્ત કરવામાં આવ્યા છે.
Mumbai Customs Smuggling Operation – આઈફોન, ડ્રોન, પ્લેસ્ટેશન અને કેસર સહિતનો મુદ્દામાલ સીઝ
આ ઝુંબેશ દરમિયાન કસ્ટમ્સ ટીમે રૂ. ૨.૧૮ કરોડના મૂલ્યના આઈફોન, ડ્રોન, પ્લેસ્ટેશન કન્સોલ, ઈ-સિગારેટ અને કેસર સહિતનો કિંમતી ઈલેક્ટ્રોનિક અને કમર્શિયલ સામાન પણ સીઝ કર્યો છે. એરપોર્ટ પરથી પસાર થતી વખતે મુસાફરોના સામાનની સઘન તપાસ દરમિયાન આ તમામ બિનઅધિકૃત વસ્તુઓ ઝડપાઈ હતી.
Mumbai Customs Smuggling Operation – ૨ દુર્લભ ‘બ્લેક લેમુર’નું રેસ્ક્યૂ અને કસ્ટમ્સ એક્ટ હેઠળ ૧૯ની ધરપકડ
વન્યજીવ તસ્કરીના પ્રયાસને નિષ્ફળ બનાવતા કસ્ટમ્સ ટીમે ૨ દુર્લભ ‘બ્લેક લેમુર’ (Black Lemur) પ્રાણીઓને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરી આગળની કાર્યવાહી માટે વન વિભાગને સોંપ્યા છે. કસ્ટમ્સ એક્ટ અને એનડીપીએસ (NDPS) એક્ટ હેઠળ ૧૯ આરોપીઓની અટકાયત કરી આ આંતરરાષ્ટ્રીય કનેક્શનના મૂળ સુધી પહોંચવા માટે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.
👉 આ સમાચાર વાચો:
Mumbai Police Officer Threatens Protesters મુંબઈ પોલીસની દાદાગીરી, આંદોલનકારીઓને બોગસ ડ્રગ્સ કેસમાં ફસાવી દેવાની ધમકી આપવાનો વીડિયો વાયરલ.. જુઓ