News Continuous Bureau | Mumbai
Maharashtra Weather Update અરબી સમુદ્રમાં નેઋત્યનું મોસમ સક્રિય થવાના કારણે મહારાષ્ટ્રના હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, અરબી સમુદ્ર પર બનેલી અનુકૂળ હવામાન પ્રણાલીને લીધે આગામી આખા અઠવાડિયા દરમિયાન સમગ્ર મહારાષ્ટ્રમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડી શકે છે.
Maharashtra Weather Update – કોંકણ પટ્ટામાં વરસાદનું જોર અને વિવિધ જિલ્લાઓમાં એલર્ટ
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, અરબી સમુદ્રમાં ભેજવાળા પવનો સક્રિય રહેવાથી કોંકણના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ માટે અત્યંત અનુકૂળ વાતાવરણ સર્જાયું છે. આ જ કારણસર IMD દ્વારા રાયગઢ જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ (Orange Alert) જ્યારે મુંબઈ, થાણે અને પાલઘર માટે યલો એલર્ટ (Yellow Alert) જારી કરવામાં આવ્યું છે.
Maharashtra Weather Update – મધ્ય મહારાષ્ટ્ર અને ઘાટ વિસ્તારોમાં મુશળધાર વરસાદની શક્યતા
હવામાન સિસ્ટમની અસર મધ્ય મહારાષ્ટ્ર અને પશ્ચિમ મહારાષ્ટ્રના વિસ્તારો પર પણ જોવા મળશે. પુણે, સાતારા અને નાસિકના ઘાટ વિસ્તારોમાં અતિભારે વરસાદ પડાવાની ભીતિ વ્યક્ત કરાઈ છે. આ ઉપરાંત વિદર્ભ અને ઉત્તર મહારાષ્ટ્રના નાગપુર, વર્ધા, ચંદ્ગપુર અને જળગાંવ સહિતના જિલ્લાઓમાં પણ વાવાઝોડા સાથે વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે.
Maharashtra Weather Update – ઝડપી પવન અને માછીમારો માટે સૂચનાઓ
આગામી દિવસોમાં દરિયાકાંઠાના ભાગોમાં કલાકના ૪૦ થી ૬૦ કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. હવામાન વિભાગે દરિયામાં ઊંચા મોજા ઉછળવાની ભીતિને પગલે માછીમારોને અરબી સમુદ્રમાં ન જવાની સલાહ આપી છે. નાગરિકોને પણ નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિથી સાવધ રહેવા પ્રશાસને અપીલ કરી છે.
👉 આ સમાચાર વાચો:
Mumbai Mahalakshmi Travelator Skywalk MMRDA મુંબઈમાં દેશનો પ્રથમ ટ્રૅવલેટર યુક્ત સ્વાયવોક મહાલક્ષ્મીમાં મેટ્રો૩, મોનોરેલ અને રેલવે સ્ટેશન એકસાથે જોડાશે