News Continuous Bureau | Mumbai
Maharashtra Cyber Uncovers International Fake News Plot નવી દિલ્હીના જંતર મંતર ખાતે સીજેપી આંદોલન દરમિયાન દેશમાં અશાંતિ અને તણાવ ભડકાવવાના હેતુથી સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ અને ઉશ્કેરણીજનક સામગ્રી વાયરલ કરવાનું એક મોટું આંતરરાષ્ટ્રીય કાવતરું મહારાષ્ટ્ર સાયબર સેલે પકડી પાડ્યું છે. 4 દિવસની તપાસમાં સાયબર સેલે દેશ અને વિદેશમાંથી ઓપરેટ થતા 500 થી વધુ સંવેદનશીલ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ આઈડેન્ટિફાય કર્યા છે.
Maharashtra Cyber Uncovers International Fake News Plot – વિદેશી હેન્ડલ્સ દ્વારા ફેલાવવામાં આવી ખોટી અફવાઓ
મહારાષ્ટ્ર સાયબરે પકડેલા કાવતરામાં પરદેશથી ઓપરેટ થતા એક ઈન્સ્ટાગ્રામ હેન્ડલ દ્વારા એવી ખોટી અફવા ફેલાવાઈ હતી કે જંતર મંતર ખાતે આંદોલન દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓના મોત થયા છે. આ ઉપરાંત વડાપ્રધાનના રાજીનામા અંગેની તદ્દન ઝૂઠી પોસ્ટ વાયરલ કરાઈ હતી. સાયબર પોલીસે જવાબદાર પ્રોફાઈલ સામે ગુનો નોંધીને વાંધાજનક પોસ્ટ્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી તાત્કાલિક દૂર કરાવી દીધી છે.
Maharashtra Cyber Uncovers International Fake News Plot – સાયબર સેલે 4 દિવસના સોશિયલ મીડિયા ડેટાનું કર્યું એનાલિસિસ
મહારાષ્ટ્ર સાયબર સેલના અપર પોલીસ ડાયરેક્ટર જનરલ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, સાયબર પોલીસે આંદોલનનો દિવસ અને તે પછીના બે દિવસ સહિત 4 દિવસના સમયગાળાના સોશિયલ મીડિયા ડેટાનું સઘન એનાલિસિસ કર્યું છે. આ તપાસ દરમિયાન પાકિસ્તાન, મલેશિયા અને સિંગાપોરના સાયબર નેટવર્કની સીધી સંડોવણી સામે આવી છે.
Maharashtra Cyber Uncovers International Fake News Plot – દેશવિરોધી પ્રચાર કરનારાઓ સામે કડક કાનૂની કાર્યવાહી
સાર્વજનિક શાંતિનો ભંગ કરવા અને દેશવિરોધી પ્રચાર ચલાવનારા તમામ જવાબદારો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કડક કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. આ સાથે જ સંડોવાયેલા એકાઉન્ટ હોલ્ડર્સને સમન્સ મોકલવાની અને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
👉 આ સમાચાર વાચો:
Khar Police Constable ACB Action ખાર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ સામે એસીબીની મોટી કાર્યવાહી, હોટેલ માલિક પાસે લાંચ માગવા બદલ ગુનો નોંધાયો