Mumbai Fake Currency માયાનાગરીમાં બનાવટી નોટોનું મોટું રેકેટ પર્દાફાશ કારમાંથી મળી લાખોની નકલી ચલણી નોટો, પોલીસે એકની ધડપકડ કરી

Mumbai Fake Currency Seizure Virar મુંબઈઅમદાવાદ હાઇવે પર ક્રાઈમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરીને અંદાજે ૧ કરોડ રૂપિયાની બનાવટી નોટો સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે.

by kalpana Verat
Mumbai Fake Currency  માયાનાગરીમાં બનાવટી નોટોનું મોટું રેકેટ પર્દાફાશ કારમાંથી મળી લાખોની નકલી ચલણી નોટો, પોલીસે એકની ધડપકડ કરી

 

News Continuous Bureau | Mumbai

Mumbai Fake Currency મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચ યુનિટ૨ દ્વારા હાઇવે પર એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. મુંબઈઅમદાવાદ હાઇવે પર વિરાર નજીક શિરસાડ ફાટા ખાતે બાતમીના આધારે વોચ ગોઠવીને મુંબઈ તરફ સપ્લાય કરવા જઈ રહેલી એક કારમાંથી આશરે ૧ કરોડ રૂપિયાની કિંમતની બનાવટી ચલણી નોટોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

Mumbai Fake Currency – પોલીસની ટ્રેપ અને આરોપીની ધરપકડ

મુંબઈ તરફ નકલી નોટોનો જથ્થો સપ્લાય થવાનો હોવાની ગુપ્ત માહિતી મળ્યા બાદ પોલીસે ગ્રાહક બનીને સોદો કર્યો હતો. ૩૦ લાખ રૂપિયામાં ૧ કરોડની નકલી નોટો આપવાનું નક્કી થયું હતું. જ્યારે આરોપી શિરસાડ ફાટા ખાતે આ જથ્થો પહોંચાડવા આવ્યો ત્યારે પોલીસે છટકું ગોઠવીને તેને રંગેહાથ ઝડપી લીધો હતો.

Mumbai Fake Currency – ૫૦૦ રૂપિયાના દરની ૨૦ હજાર નકલી નોટો જપ્ત

પોલીસે કારની તલાશી લેતી વખતે એક બેગમાંથી ૫૦૦ રૂપિયાના દરની અંદાજે ૨૦,૦૦૦ બનાવટી નોટો જપ્ત કરી છે, જેની કુલ બજારકિંમત ૧ કરોડ રૂપિયા થાય છે. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ જથ્થો વાડા ખાતેથી લાવવામાં આવ્યો હતો અને વિરારના કાશીદકોપર વિસ્તારમાં રહેતા શખ્સ દ્વારા તેની હેરાફેરી કરવામાં આવી રહી હતી.

Mumbai Fake Currency – ગુનો નોંધીને નેટવર્ક અંગે સઘન તપાસ શરૂ

આ પ્રકરણે માંડવી પોલીસ સ્ટેશનમાં કાયદેસરનો ગુનો નોંધી દેવામાં આવ્યો છે. આ નકલી નોટો ક્યાં છાપવામાં આવતી હતી અને આ ગેરકાયદેસર રેકેટમાં અન્ય કોણ-કોણ સંડોવાયેલ છે તે અંગે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.

👉 આ સમાચાર વાચો:
Maharashtra Cyber Operation 1930 મહારાષ્ટ્ર સાયબર પોલીસનું ‘ઓપરેશન ૧૯૩૦’ ૮૦૩ ગુના નોંધાયા, અધધ આટલા કરોડ શંકાસ્પદ વ્યવહારો પકડાયા

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More